________________
અધ્યાત્મગીતા
અથ - ચેતનરાય-આત્મરાજા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીમાં એકરસ બનીને તેમાં જ રાચવા લાગ્યા, જ્ઞાન અને ક્રિયારૂપી ચક્ર વડે સર્વ અપાય-કર્મ૨૫ ભાવ શત્રુને નાશ કરવા લાગ્યો. અને પારકરુપ ચક્રથી પૂર્ણ સાધ્ય (કેવલજ્ઞાન)ને સાધવા લાગ્યો... અને જ્યારે સાધ્યની પૂર્ણતા થાય છે ત્યારે કર્તા, કારણ અને કાર્ય (કર્મ) એ ત્રણે એકરૂપે થઈ જાય છે.
વિવેચન - ચક્રવર્તી મહારાજા પાસે જેમ ચક્રાદિ ચૌદ રત્ન હોય છે અને તેની સહાયથી તે પખંડ પૃથ્વીને વિજય પ્રાપ્ત કરે છે, તેવી રીતે આ ચેતન રાજા પાસે પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરુપ ત્રણ રત્ન છે. તેમજ જ્ઞાન-ક્રિયારૂપ તીર્ણ ચક્ર છે. જેના સહકારથી સર્વ કર્મ શત્રુઓને સમૂળ નાશ કરી શકે છે અને
પારકચક્રદ્વારા સંપૂર્ણ કેવલજ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કરી શકે છે અને જ્યારે સાય સિદ્ધ થઈ અર્થાત કેવલજ્ઞાન . પ્રગટશે ત્યારે કર્તા, કારણ અને કાર્ય એ ત્રણેની એક્તા થઈ જશે.
fષકારકચક:
દરેક કાર્યમાં કારક પ્રવૃત્તિ કારણભૂત હોય છે, પકારકચક્ર વિના કોઈ પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી..., જેમ ઘટ ૨૫ કાર્યમાં પણ આ પ્રમાણે પારકચકની પ્રવૃત્તિ હોય છે – (1) કર્તા-કુંભકાર, (૨) કર્મધટની ઉત્પત્તિરૂપ કાર્ય, (૩) કારણ-ઉપાદાન–કારણ મૃત્પિડ અને નિમિત્ત-કારણ દંડ ચકાદિ, (૪) સંપ્રદાન-માટી પિંડને નવા નવા પર્યાયની પ્રાપ્તિ, (૫) અપાદાન–પિંડ સ્થાસાદિ પૂર્વ પર્યાયને નાથ, (૬) સર્વ પર્યાનું આધારપણું... આત્મદ્રવ્યમાં અનાદિ કાળથી એ જ કારક બાધક પરિણમેલા છે, તે આ પ્રમાણે – (૧) કર્તા-આત્મા ભાવક [ રાગદેવ વિભાવ ] અને જ્ઞાનાવરણીય આદિ દ્રવ્ય
કર્મને કર્તા છે, (૨) કર્મ-(કાર્ય)–ભાવકર્મ અને દ્રવ્ય કર્મ બંધનરૂપ કાર્ય આત્મા કરે છે..., (૩) કરણ અશુદ્ધ વિભાવ પરિણતિ ] રાગદ્વેષરુપ ભાવાશ્રવ અને પ્રાણાતિપાતાદિ
દવ્યાશ્રવ૫–એ બે કારણોથી કર્મ બંધાય છે, તેથી તે કરણ છે.