________________
અધ્યાત્મગીતા
વિવેચન - પૂર્વ ગાથામાં જણાવ્યું હતું કે “મુનિ પર પરિણતિમાં પ્રવૃત્તિ કરતા નથી” તેનું કારણ અહીં સ્પષ્ટ કરે છે કે પુણ્ય-પાપ એ બન્ને શુભાશુભ કર્મરૂપ હોવાથી આત્માથી ભિન્ન છે, પરભાવ છે અને પરભાવની સંગતિથી અર્થાત પરપુગલ પદાર્થોમાં આસકિતપૂર્વક પ્રવૃત્તિ કરવાથી આત્મા એવા દુષ્ટ કર્મો ઉપાર્જન કરે છે, જેથી ભવિષ્યમાં અનેક જન્મ સુધી દુર્ગતિ (નરક તિર્યંચાદિમાં રખડી ભયંકર યાતનાઓ સહેવી પડે છે... એમ જાણીને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ રોગ સાધનામાં તત્પર બનેલે મુનિ આત્મગુણોમાં જ રમણતા કરી અત્યંત પ્રસન્નતા પામે છે. તેથી દેવતાઈ વૈભવ-વિલાસના સુખે કે નરકની ભયંકર વેદનાઓ તેને મન એક સમાન છે. તેમજ મણિ કે તૃણ પણ એક સરિખા જણાય છે... અથાત્ એમને નથી સુખ પ્રત્યે રાગ કે નથી દુઃખ પ્ર દેપ...!
તેહ સમતાસી તત્વ સાથે, નિશ્ચલાનંદ અનુભવ આરાધે. તીવ્ર ઘનઘાતિ નિજ કર્મ તેઓ, સંઘિ પડિલેહિને તે વિછાડે [૧૭]
અર્ધ – તે મુનિરાજ સમતારસના રસીક બનીને આત્મતત્વને સાધે છે. તેથી અચળ-અખંડ આનંદને અનુભવ કરે છે, તેમજ પૂર્વે બાંધેલા ઘનઘાતી (આત્મ ગુણના ઘાતક) કર્મોની સંધિ (ગાંઠ) ને જાણતા હોવાથી ધ્યાનરૂપ કુહાડાથી છેદી તે કર્મોને આત્મ પ્રદેશથી પૃથફ કરી દૂર ફેંકી દે છે ..
વિવેચન અપૂર્વ સમતારસમાં ઝીલતા તે મુનિરાજ આત્મતત્વમાં જેમ જેમ તન્મય બને છે તેમ તેમ અચળ, અખંડ, અપૂર્વ આનંદને અનુભવ કરે છે અને તેથી તીવ્ર જ્ઞાનાવરણીયાદિ ઘનઘાતી કર્મોના મર્મને જાણીને ધ્યાનની શક્તિથી તે કર્મોને નષ્ટ કરી આત્મપ્રદેશથી દૂર દૂર હડસેલી દે છે, શાંત સુધારસના પાનથી ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત થતાં થીજેલા ઘીની જેમ તીવ્ર કર્મો પણ ધ્યાનાગ્નિથી ઓગળી જાય છે....
સભ્ય રત્નત્રયી રસ ઓ ચેતન રાય ..
જ્ઞાન-ક્રિયા ચરે ચકચેરે સર્વ અપાય. કારકયક સ્વભાવથી સાધે પૂરણ સાધ્ય..
કર્તા, કારણ, કારજ, એક થયા નિરાબાધ [૨૮]