________________
અધ્યાત્મગીતા
(૫) વીર્યાન્તરાય કર્મના ક્ષયથી અનંત વીયલબ્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં
રમણતાદિ કરવા અનંત વીર્યગુણને ફેરવે છે.
આ પ્રમાણે જે મહામુનિઓએ આત્માના પૂર્ણાનંદ સ્વરુપને અનુભવ્યો છે, તેઓએ જ આત્મસ્વરુપનું યથાર્થ વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. અર્થાત શ્રી તીર્થંકર પરમાત્મા તથા ગણધર ભગવતેએ અધ્યાત્મનું યથાર્થ વરુપ બતાવ્યું છે. હું તે તેઓએ રચેલા શાસ્ત્ર અનુસાર બાળજીવોના બેધ માટે સરલ ભાષામાં લખવા અલ્પ પ્રયાસ માત્ર કરું છું.
પ્રથમ વિભાગ:-[ સાત નયની અપેક્ષાએ આત્માનું સ્વરુપ ] સંગ્રહ એક આયા વખાણ્ય, નગમે અંશથી જે પ્રમા.... દુવિધ વ્યવહાર નય વસ્તુ વિહંચ, અશુદ્ધ વલિ શુદ્ધ ભાસન પ્રપંચે. [૫]
અર્થ – સંગ્રહનયના મતે સર્વ જીવો સત્તાએ એક રુપ હેવાથી એકજ આત્મા જાણો, નૈગમનયના મતે સર્વ જીવ અંશથી એક સરખા જાણવા. વ્યવહારનયના મતે આત્માના બે ભેદ- (૧) શુદ્ધ અને (૨) અશુદ્ધ-સંસારી આત્માના પણ ભેદ-પ્રભેદને વિસ્તાર વ્યવહારનયના મતેજ થાય છે...,
વિવેચન – અધ્યાત્મનું સ્વરુપ બતાવવા માટે પ્રથમ સાત નયથી આત્મતત્વની વિચારણા કરે છે, જેથી આત્માનું સ્વરુપ સહેલાઈથી સમજી શકાય. સાત નયનું સંક્ષિપ્ત સ્વરુપ:
નય- અનંત ધર્માત્મક વસ્તુના કોઈ એક ધર્મને સ્વીકાર કરી શેષ ધર્મો તરફ ઉદાસીન રહેનાર વક્તાને “અભિપ્રાય” વિશેષ તે “નય” છે. નયના મુખ્ય બે ભેદ
(1) દયાર્થિક-ય-જે મુખ્યતયા દ્રવ્ય (પદાર્થ) સંબધી વિચાર કરે...,
(૨) પર્યાયાથિકનય-જે મુખ્યતયા પર્યાય [પદાર્થમાં થતા ફેરફારો-અવસ્થાઓ] ને વિચાર કરે. કયાકિનયના ચાર ભેદ – (1) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુત્ર, પર્યાયાર્થિકનયના ત્રગ ભેદ- (૧) શબ્દ, (૨) સપભિરુટ, (૩) એવભૂત... આ પ્રમાણે નયના કુલ સાત ભેદ થાય છે.