________________
અધ્યાત્મગીતા
B
અર્થ - આત્મરમણી મુનિ સ` દ્રવ્યના જાણનારા અને જોનારા હોય છે. તેમજ આત્મતત્ત્વના જ્ઞાતા હાય છે, તથા પોતાના અનંત ગુણ-પર્યાયના કર્તા—ભાક્તા હોય છે. (સ્વ) આત્મ પરિણતિરૂપ ધરમાં નિરંતર રમણતા કરે છે, સ્વધર્માંના જ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક હોય છે, અને જેમને [દાન, લાભ, ખળ (વી'), ભાગ ઉપભાગ રૂપ] પાંચ લબ્ધિએ પણ પ્રગટી છે.... એવા મહામુનિએ જ ખરેખર અધ્યાત્મના સ્વરૂપનું અનુભવાત્મક-સચેટ વર્ણન કરી શકે છે.
r
વિવેચન – અધ્યાત્મગીતાના કર્યાં કેવા હોય તેનું ત્રીજી ગાથામાં સામાન્યથી સ્વરૂપ બતાવી અહિં પુનઃ તેનું સવિસ્તર વર્ણન કરે છે.
તે અધ્યાત્મયાગીએ ધર્માસ્તિકાય આદિ પદ્ધબ્યાના સ્વરૂપને સામાન્ય અને વિશેષ પ્રકારે જાણે છે. તથા જ્ઞાનદ્વારા જેમ અનેક નેય પદાર્થોને જાણે છે, તેમ આત્મસ્વરૂપને પણ જાણે છે, આવા મહામુનિએ પોતાના જ્ઞાનાદિ અનંતગુણુનાજ કર્તા-ભોક્તા હોય છે, પરન્તુ વિભાવદા ( રાગ-દ્વેષદે પરપુદ્ગલ પદાર્થો ) ના કર્તા ભોક્તા નથી બનતાં, તથા તે આત્મપરિણતિ રુપ ઘરમાંજ સદા રમણ કરતા હોવાથી પરપુદ્ગલ પરિણતિમાં કદી રમતા નથી. તે સ્વસત્તામાં રહેલા અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ (ધર્મ) નાજ ગ્રહણ કરનારા હોય છે, તેમજ તે ધર્મનાજ રક્ષક છે, તેમાંજ વ્યાપીતે રહે છે. અને તે ધનાજ ધારણ કરનારા હોય છે, તેથી તેઓ પર પુદ્ગલના ગ્રાહક, રક્ષક કે ધારક નથી. વળી તેને દાનદિ બ્ધિઓ પણ ક્ષાયિક ભાવે પ્રગટેલી હોય છે....
(૧) દાનાન્તરાય કર્મના ક્ષયથી અનંત દાનધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અન તગુણાને દાન આપે છે.
(૨) લાભાન્તરાય કર્મના ક્ષયથી અનંત લાભલબ્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અન તગુણાને લાભ થયા છે.
(૩) ભેગાન્તરાય કર્મના ક્ષયથી અનંત ભોગલબ્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અનંત પર્યાયને ભગવે છે.
(૪) ઉપભોગાન્તરાય કર્મના ક્ષયધી અનંત ઉપભોગન્ધિ પ્રગટી છે, જેથી સ્વસત્તામાં રહેલા અન તગુણાને ઉપભોગ કરે છે.