________________
અધ્યાત્મગીતા
શ્રી જિનેશ્વર પ્રભુએ પ્રકાશેલા સ્વાવાદ સિદ્ધાન્તના શ્રવણથી મહામહને ક્ષય થાય છે અને મેહના સંપૂર્ણ ક્ષયથી સંસારને અર્થાત શેષ સર્વ કર્મોને ક્ષય થઈ જાય છે અને પૂર્ણાનંદમય મોક્ષની પ્રાપ્તિ થાય છે,
મહાપુરુષે ગ્રન્થના પ્રારંભમાં ઈષ્ટદેવતાની સ્તુતિ૫ મંગલાચરણ અવશ્ય કરે છે. જેથી ગ્રન્થની સમાપ્તિ નિર્વિધ્રપણે થાય છે.
જિનવાણીની સ્તુતિ-એ પરમાથથી શ્રી જિનેશ્વર પરમાત્માની જ સ્તુતિ છે. *શાસ્ત્રને આગળ કરવાથી તેના પ્રણેતા વીતરાગ પરમાત્મા જ આગળ થાય છે શ્રી વીતરાગ પરમાત્માને આગળ કરવાથી સર્વ પ્રકારની સિદ્ધિઓ અવશ્ય થાય છે.”
અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને જાણવા અને અનુભવવાની ઈચ્છાવાળા ભવ્યજનોએ સર્વજ્ઞ કથિત શાસ્ત્રોનું અધ્યયન, મનન કરવું પરમ આવશ્યક છે. સગુને સમાગમ સાધી આધ્યાત્મિક ગ્રન્થનું શ્રાવણ, મનન કરી તેનું રહસ્ય સમજવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તવ સ્વરૂપ ..
આતમ તત્ત્વ વિબેધક, શોધક સચ્ચિપ..! નય નિક્ષેપ પ્રમાણે, જાણે વસ્તુ સમસ્ત ..
ત્રિકરણ વેગે પ્રણમું, નાગમ સુપ્રશસ્ત..[૨]
અર્થ :- જીવ અવ આદિ અનંતાનંત દ્રવ્યને પ્રકાશિત કરનાર, આત્મ તત્વના શુદ્ધ સ્વરૂપને જણાવનાર અને અનુભવ કરાવનાર સચ્ચિદાનંદ સ્વરૂપના શોધક, નય નિક્ષેપ અને પ્રમાણે વડે સમસ્ત વસ્તુઓને જાણનાર એવા પ્રશસ્ત જિનાગમને હું ત્રિકરણગ (મન-વચન-કાયા) વડે પ્રણામ કરું છું ..
વિવેચન - જગતના બધાય ધર્મશાસ્ત્રો એ કાંઈ સુપ્રશસ્ત નથી કારણ કે તે શાસ્ત્રોના જ્ઞાન માત્રથી આત્મતત્ત્વ કે જડતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી.
* शास्त्रे पुरस्कृते तस्मात् वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन् नियमात् સર્વ સિદ્ધા:
[ જ્ઞાનસાર શાસ્ત્રાષ્ટકમ]