________________
૧૪
અધ્યાત્મગીતા
* નિયત ધ્યેયના ધ્યાનથી વિવેકની ઉત્પત્તિ થાય છે અને તેથી ઉપયોગની શુદ્ધિ અર્થાત આત્માની નિર્મળતા થાય છે.
જે આત્માનું ધ્યાન બળ જેટલા પ્રમાણમાં વધુ હોય છે તેટલા પ્રમાણમાં તેની વિવેકશકિત વધે છે અને જેટલી વિવેકશક્તિ વધેલી હેય છે તેટલી તે અનુસાર આત્મપરિણતિ શુદ્ધ બને છે. અને તે શુદ્ધ ભાવથી ઉપાર્જિત શાતા વેદનીયાદિ કર્મ અવન્દય ફળવાળું હોય છે. અર્થાત - તે કર્મના વિપાક કાળમાં પુનઃ શુદ્ધ ભાવરૂપે ફળની ઉત્પત્તિ થાય છે. જેમ સુવર્ણને ઘટ ભાંગી જાય તે પણ સુવર્ણ જ પ્રાપ્ત થાય છે તેમ શુદ્ધભાવથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય પણ શુદ્ધ પરિણામને ઉત્પન્ન કરે છે, કારણ કે તે શુભકામના ઉદયકાળે પણ વિવેકની ઉત્પત્તિ થાય છે. અને વિવેક દ્વારા શુદ્ધ ભાવની ઉત્પત્તિ અવશ્ય થાય છે. સર્વત્ર કાર્ય એ પિતાના કારણને અનુરૂપ હોય છેઅર્થાત્ કાર્યને સ્વભાવ કારણના સ્વભાવને અનુસરે છે. કાયોત્સર્ગ અને અષ્ટાંગ યોગ :
યમ નિયમનું પાલન કરનાર વ્યક્તિજ કાયોત્સર્ગ માટે યોગ્ય બને છે.
આસન જિનમુદ્રાએ (ઉમા) કાત્સર્ય કરવાનું વિધાન એ એક વિશિષ્ટ પ્રકારનું આસન છે. પ્રાણાયામ – કાયોત્સર્ગમાં આઠ શ્વાસોશ્વાસ આદિનું નિયત પ્રમાણે બતાવવામાં
આવ્યું છે. પ્રત્યાહાર – કાવ્યસંગમાં ઈન્દ્રિોને સર્વ વિષયોથી રોકવી પડે છે, તે પ્રત્યાહાર છે. ધારણા-વૃતિ ધારણા પૂર્વક કાગ કરવામાં આવે છે. ધ્યાન - અનુપ્રેક્ષા પૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે છે. તે ચિંતનરૂપ ધ્યાન જ છે. સમાધિ- કાયોત્સર્ગમાં ધ્યાનના સતત અભ્યાસથી અપૂર્વકરણ૩૫ મહાસમાધિ પ્રગટે છે
* एतद् विधाजन्मबीजं तत् पारमेश्वरम्, अतः इत्थमेवोपयोगशुध्धेः ।
(લલિત વિસ્તરા) A शुद्धभावापात्तं कर्म अवंध्यम् - सुवर्णघटाधुदाहरणात् । ઉત્તર તે વિઘાગરમ : જાનહત્વેના (લલિત વિસ્તરા)