________________
અધ્યાત્મગીતા
જપ એ સર્વોપગી, સહેજ અને સરળ સાધના હેવાથી સર્વ પ્રકારના સાધકને સુસાધ્ય, રુચિકર અને હિતકર છે.
આત્મા આ રીતે જાપના સતત અભ્યાસથી પણ ભાવનાગ અને ધ્યાનમને પ્રાપ્ત કરે છે અને નિરંતર નિયમિત જપ કરનાર સાધક અધ્યાત્મના સૂક્ષ્મ રહસ્યોને અનુક્રમે જાણી શકે છે.
અધ્યાત્મની ત્રીજી અને ચોથી વ્યાખ્યામાં સ્વચિત્યાચનપૂર્વક ધર્મ પ્રવર્તન અને આત્મસંપ્રેક્ષણ એ પણ અધ્યાત્મ છે એમ બતાવવામાં આવ્યું છે.
ત્રીજી વ્યાખ્યા :
ઔચિત્યાલચત એટલે પિતાની ગ્યતાને વિચાર નીચે મુજબના ત્રણ પ્રકારથી કરો :
(૧) યોગશુદ્ધિ :- મન, વચન અને કાયાના પ્રશસ્ત વ્યાપારથી ગ્યતાને વિચાર કરે એટલે કે શુભ ચિંતન, શુભ ભાષણ, હિતમિત સત્યવચન અને જયણુંપૂર્વક ગમન, આ રીતે ત્રણ યોગોની શુદ્ધિ વડે પિતાની યોગ્યતા વિચારવી.
(૨) જનવાદ :- મારા વિષયમાં જનસમૂહ શું કહે છે તે ઉપરથી પિતાની યોગ્યતાનું માપ કાઢવું.
(૩) લિંગ-શકુન ઉપમૃતિ દ્વારા કાર્યસિદ્ધિની યોગ્યતાને વિચાર કરવો. જેમકે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં શુભ શકુન વિગેરે જોવામાં આવે છે અથવા તે “ કાર્ય અવશ્ય સિદ્ધ થશે” એવું અન્ય સજજન પુરુષોના મુખેથી સાંભળવામાં આવે તે સમજવું કે કાર્યસિદ્ધિ અવશ્ય થવાની છે. તે પૂર્વક ધર્મપ્રવર્તન ઉપરોકત રીતે યોગ્યતાને વિચાર કરવાપૂર્વક ચૈત્યવંદન, વ્રત, નિયમ આદિ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી, જેથી તે પ્રવૃતિ અવશ્ય અભીષ્ટ ફળને આપનારી બને છે. સાધકની જેમ જેમ ધર્મમાં પ્રીતિ વધે છે તેમ તેમ ભાવની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. ધર્મમાં ગાઢપ્રીતિ થયા વિના સ્વયોગ્યતાને વિચાર કરવાનું સૂઝતું જ નથી. તેથી વ્રત ભંગાદિના ભયથી ભયભીત બનેલે શ્રદ્ધાળુ શ્રાવક સર્વવિરતિ કે દેશવિરતિ આદિ સ્વીકારતાં પહેલાં પોતાની ગ્યતાને યુકિતપૂર્વક સંપૂર્ણ (પૂરત) વિચાર કરે છે.