________________
*
અધ્યાત્મ ગીતા
(૧) વીશ સ્થાનક, નવપદ, વર્ધમાન આયંબિલ અને ઉપધાન તપ આદિ સર્વ પ્રકારના તપમાં પ્રતિદિને ૨૦૦૦ વાર મંત્રના જાપ જપવાનુ વિધાન છે.
(૨) કોઇપણ શુભ કાર્યના પ્રારંભમાં નવકાર મહામંત્રનું સ્મરણ અવશ્ય કરવામાં આવે છે.
(૩) ઉપધાન તપમાં એક લાખ નવકાર મહામત્રા જાપ કરવાનું વિધાન છે અને પ્રતિદિન સે। (૧૦૦) લેગસનુ કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાન (માનસિક જાપ) કરવાનું હાય છે. શત્રુંજય તીથ'ની નવ્વાણુ યાત્રા અને ગિરિરાજમાં ચાતુર્માસ કરનારને પણ લાખ નવકારમંત્રનેા જાપ યાત્રા સાથે વિહિત કરેલા છે
(૪) નામસ્તરૂપ લાગસ સુત્ર પણ દેવતા-સ્તવ સ્વરૂપ હોવાથી શ્રેષ્ટ મંત્ર છે, અને તેને પ્રયોગ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાએમાં અને વિવિધ તપેામાં વારવાર થાય છે.
(૫) યોગાહન” ( સૂત્ર – સિધ્ધાંતના રહસ્યને પ્રાપ્ત કરાવવા માટેની ) વિશિષ્ટ પ્રક્રિયામાં પણ વારંવાર શ્રી નમસ્કાર મહામંત્ર અને લેગસ સૂત્રના ભાષ્યજાપ અને માનસિક જાપ (કાયાત્સગ) કરવાનું વિધાન છે.
(૬) શ્રી તીર્થંકર પરમાત્માએ અથથી પ્રકાશિત કરેલા અને શ્રી ગણુવર ભગવતાએ સૂત્ર રૂપે ગૂંથેલા આગમ ગ્રન્થ એ મંત્ર સ્વરૂપ જ છે. તે સૂત્રોને સ્વાધ્યાય સાધુ ભગવંતેને દિન રાત્રિમાં ચાર-પાંચ પ્રહર સુધી કરવાનું વિધાન છે. તે પણ સૂત્ર રૂપી મંત્રાના એક પ્રકારના જાપ છે.
(૭) ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ, સ્તવન સ્તોત્ર અને નવ સ્મરણાદિ પણ દેવતા સ્તવરૂપ હાવાર્થ ભાષ્ય જપ જ છે, અને તે સર્વેના ઉપયોગ સ આરાધક નિરંતર કરે છે.
આ ઉપરથી જાણી શકાય છે કે પ્રત્યેક ધમ ક્રિયામાં “જપ” ખૂબજ વ્યાપક બનેલે છે.
*વ: સમંત્ર વિષય:, સોદ્દો લેવતાસ્તવ: I
દૃષ્ટ: પાપાપઢારોડમાર્, વિષાય દૂરળ તથા ।। (યાબિન્દુ)