________________
અષ્ટક પ્રકરણ
૮o
૫-ભિક્ષા અષ્ટક
પોતાની મહત્તા માનનારા અને ગુરુની અવજ્ઞા કરનારા હોવાથી શુદ્રzતુચ્છ છે, અથવા ભોળા લોકોને પોતાના પ્રત્યે આકર્ષવામાં તત્પર હોવાથી શુદ્ર પણ છે. અથવા બીજા સાધુઓના માન સન્માન ન થાય તેવી ભાવનાવાળા હોવાથી ક્ષુદ્ર=દૂર છે. (પંચાશક ૧૧-૩૭)
અહીં વ્યવસ્થિત શબ્દમાં રહેલ વિ' શબ્દથી જે સાધુ ક્યારેક ગુરુની આજ્ઞામાં રહે અને ક્યારેક ન રહે તેનો પણ નિષેધ કર્યો છે.
પ્રશ્ન- જે જિનકલ્પિક કે પ્રતિમાકલ્પિક વગેરે સાધુઓ ગચ્છમાંથી નીકળી ગયા છે, અને તેથી ગુર્વાશાથી રહિત છે, તેમને વિવલિત (=સર્વસંપન્કરી) ભિક્ષા કેવી રીતે હોય?
ઉત્તર– તેમનો કલ્પ જ ગુરુની આજ્ઞારૂપ છે.
સદા આરંભથી રહિત– સર્વકાળ પૃથ્વી વગેરેની પીડા-હિંસાનો ત્યાગ કરનારા. આનાથી પૃથ્વીકાય વગેરેમાં સંયમ ન રાખનારા સાધુનો નિષેધ કહ્યો. કારણ કે તે સાધુના ધ્યાનાદિ યોગ પણ નિષ્ફલ છે. કહ્યું છે કે-“અવિરત સમ્યગ્દષ્ટિનો પણ તપ બહુ લાભ કરનારો થતો નથી. તેનો તપ હસ્તિનાન કે મંથાનદંડિકાના આકર્ષણ જેવો છે. (હાથી સ્નાન કરીને સુંઢથી ધૂળ ઉડાડે એટલે તેનું શરીર ફરી મેલું થઇ જાય. (મંથાનદંડિકા દહીં વલોવવાનું વલોણું) મંથાનદંડિકાને ખેંચવામાં ભૂમિકાષ્ઠ દોરાથી જેટલું મૂકાય છે તેટલું જ બંધાય છે. આ પ્રમાણે જેમ હાથીને સ્નાનથી બહુ લાભ થતો નથી તથા મંથાનદંડિકાને ખેંચવાથી ભ્રમિકાષ્ઠ બંધનથી મુક્ત બનતું નથી. તેમ અવિરત સમ્યગ્દષ્ટિને તપથી બહુલાભ થતો નથી. કારણ કે તપથી થોડાં કર્મો છોડે છે તો અવિરતિથી ઘણાં કર્મો બાંધે છે.)
સદા શબ્દના ઉલ્લેખથી તો સામાયિક-પૌષધવ્રત કરવાના કારણે જે ક્યારેક આરંભથી રહિત છે, અને દેશથી સાધુ છે, તેનો નિષેધ કર્યો. કારણકે આગમમાં તેને ભિક્ષુક તરીકે કહ્યો નથી.
પ્રશ્ન – જે શ્રાવકે અગિયારમી પ્રતિમાનો સ્વીકાર કર્યો છે તે પ્રતિમાના કાળ સુધી આરંભથી રહિત હોય છે. આથી તે વખતે તેને પહેલી ભિક્ષા સંભવતી નથી. અને બીજી બે ભિક્ષા પણ સંભવતી નથી. કારણકે બીજી બે ભિક્ષાના સ્વામીનાં જે લક્ષણો હવે કહેવાશે તે લક્ષણો તેને ઘટતા નથી. આથી એને કઇ ભિક્ષા હોય?
ઉત્તર– તેને સાદુરૂપ કહ્યો હોવાથી તે અવસ્થામાં તેની ભિક્ષા પણ સાધુભિક્ષા જેવી હોય. તેથી અને આપ્તપુરુષોએ તે ભિક્ષાનો (=અગિયારમી પ્રતિમામાં રહેલા શ્રાવકે ભિક્ષાથી ભોજન કરવું એવો) ઉપદેશ આપ્યો હોવાથી તેની ભિક્ષાને સર્વસંપન્કરી જેવી જાણવી. આપ્તપુરુષો જે સર્વસંપન્કર ન હોય અથવા સર્વસંપન્કરનું કારણ ન હોય તે વસ્તુનો ઉપદેશ ન આપે. કારણ કે તેમ કરે તો તેમના આપ્તપણાની હાનિનો પ્રસંગ આવે.
પૂર્વપઅહીં ધ્યાનાદિથી યુક્ત એ સ્થળે “આદિ” શબ્દના ઉલ્લેખથી “સદારંભથી રહિત” એવો બોધ થઇ જતો હોવા છતાં અલગથી તેનો ઉલ્લેખ કેમ કર્યો ?
ઉત્તરપક્ષ-અલગથી તેનો ઉલ્લેખ કર્યો તે હેતુને જણાવવા માટે કર્યો છે. તેથી પદયોજના આ પ્રમાણે થાય-સદા આરંભથી રહિત છે, તેથી તેની ભિક્ષાને પરમાર્થના જાણકારોએ સર્વસંપન્કરી માની છે. સર્વસંપન્કરી શબ્દનો વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે કહી દીધો છે. જે સદા આરંભથી રહિત હોય તેનો જીવનનિર્વાહ ભિક્ષાથી જ થાય.