SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૭૯ પ-ભિક્ષા અષ્ટક શબ્દથી પરલોક સંબંધી સર્વ અનુષ્ઠાનોને પ્રકાશિત કરવા માટે દીપક સમાન જ્ઞાન સમજવું. તપશ્ચર્યા અને જ્ઞાનથી યુક્ત એવા આ વિશેષણથી કેવળ ક્રિયા કરનાર અને ક્રિયાશૂન્યજ્ઞાનવાળા સાધકનો વ્યવચ્છેદ (=નિષેધ) કહ્યો. કારણ કે એકલા તે બે (ત્રક્રિયા અને જ્ઞાન) નિરર્થક છે. કહ્યું છે કે “ક્રિયાથી રહિત જ્ઞાન નિષ્ફલ છે, અજ્ઞાનતાથી કરાતી ક્રિયા નિષ્ફલ છે. પાંગળો માણસ આગને જોતો હોવા છતાં (ચાલી ન શકવાથી) બળી ગયો. આંધળો માણસ દોડતો હોવા છતાં (આગને જોઇ ન શકવાથી) બળી ગયો.” (વિશેષાવશ્યક ૧૧૫૯) આ પ્રમાણે જ્ઞાન-ક્રિયા ઉભય મોક્ષરૂપ ફળને સિદ્ધ કરે છે. કહ્યું છે કે-તીર્થંકરો જ્ઞાન-ક્રિયા એ બંનેનો સંયોગ થયે છતે મોક્ષરૂપ ફલને કહે છે=મોક્ષરૂપફળની પ્રાપ્તિ થાય એમ કહે છે. રથ એક ચક્રથી ચાલતો નથી. અર્થાતુ રથ બે પૈડાથી ચાલે છે. આ વિષે આંધળા અને પાંગળા માણસનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે- કોઇ નગરના બધા માણસો રાજાના ભયથી જંગલમાં ગયા. ત્યાં પણ ચોરોની ધાડના ભયથી બધા માણસો પલાયન થઇ ગયા. અનાથ એવો આંધળો અને પાંગળો એ બે ત્યાં જ રહ્યા. ત્યાં દાવાનલ સળગ્યો. તે બંને ભેગા થયા. આંધળા માણસે પાંગળાને પોતાના ખભા ઉપર બેસાડ્યો. પાંગળો પણ આંધળાને ચાલવાનો માર્ગ બતાવે છે. આમ આંધળાની ચાલવાની ક્રિયાથી અને પાંગળાના આંખથી માર્ગને જોવાના જ્ઞાનથી તે બંને ક્ષેમપૂર્વક નગરમાં પહોંચી ગયા. એ પ્રમાણે સર્વત્ર સંયોગથી ફલની સિદ્ધિ થાય છે.” (વિશેષાવશ્યક ૧૧૬૫) ગુર્વાષામાં વ્યવસ્થિત ધ્યાનાદિથી યુક્ત એવા વિશેષણના સામર્થ્યથી તેવા પ્રકારના વિશિષ્ટજ્ઞાનથી રહિત ભાષ0ષ મુનિ વગેરે ચારિત્રસંપન્ન મુનિઓને સર્વસંપન્કરી ભિક્ષાનો નિષેધ ન થાય એટલા માટે અહીં કહે છે કે–ગુરુની આજ્ઞામાં રહેલ=ગુરુના ગુણોથી યુક્ત આચાર્યની આજ્ઞામાં વિશેષથી રહેલ. આ =આવા) મુનિ ગુરુના જ્ઞાનથી જ જ્ઞાનવાન છે. કારણ કે જ્ઞાનનું ફળ મળી ગયું છે. કહ્યું છે કે – “જે નિરનુબંધ દોષના કારણે અજ્ઞાની હોવા છતાં શ્રદ્ધાળુ છે, પાપભીરુ છે, ગુરુભક્ત છે, કદાગ્રહથી રહિત છે, તે પણ શાનનું ફળ મળવાનાં કારણો શાની છે.” અથવા ગુરુકુલમાં રહેનારા સાધુઓ ઘણા હોવાથી કંઇક અષણીય ( દોષિત) આહારના ભોજનનો સંભવ વગેરે દોષો પ્રકટ કરીને (=સમુદાયમાં રહેવાથી આવા આવા દોષો લાગે છે એમ દોષો પ્રગટ કરીને) જે સાધુ ગુરુકુલથી નિરપેક્ષ થાય છે = ગુરુકુલને છોડી દે છે, તે સાધુનો આનાથી નિષેધ કહ્યો. સદ્ગુરુના ઉપદેશની ઉપેક્ષા કરનાર સાધુ શાસ્ત્રમાં નિંદાય છે. કહ્યું છે કે-જેઓ ઉત્તમ અને કૃતજ્ઞ ન હોવાના કારણે અકલ્યાણનું ભાજન હોવાથી ગુરુની અવજ્ઞા કરે છે, તેઓ (વાસ્તવિક) સાધુ નથી. કારણ કે તેવા સાધુઓ ગુરુ-લાઘવને બરોબર જાણતા નથી. અર્થાત્ ગુરુકુલવાસ અને એકાકી વિહાર એ બેમાં વધારે લાભ શામાં છે તે બરોબર જાણતા નથી. તેવાઓ એમ માને છે કે અનેક સાધુઓ હોવાથી અશુદ્ધ આહાર, પરસ્પર સ્નેહ, રોષ વગેરે દોષોનો સંભવ હોવાથી ગુરુકુલમાં રહેવામાં બહુ દોષો છે. એકાકી વિહારમાં આ દોષો નહિ હોવાથી ઓછા દોષો છે. તેમની આ માન્યતા બરોબર નથી. કારણ કે આ માન્યતા આગમથી બાધિત છે=આગમોથી વિપરીત છે. આ માન્યતા આગમથી બાધિત કેમ છે તે પહેલાં જણાવી દીધું છે. તેવા સાધુઓ નિર્દોષ ભિક્ષા, શરીરવિભૂષાનો ત્યાગ, જીર્ણ ઉપધિ, આતાપના, માસક્ષમણ વગેરે અનુષ્ઠાનો આગમ પ્રમાણે નહિ, કિંતુ સ્વમતિકલ્પના પ્રમાણે કરે છે. આવા સાધુઓ આગમથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા હોવાથી અને એકાકી હોવાથી જૈનશાસનની મર્યાદાઓનું પાલન કરવામાં અસમર્થ છે. આથી જૈનશાસનની અપભ્રાજનાનું કારણ બને છે. આવા સાધુઓ
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy