________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
घरणेन्द्र-पद्मावतीसंपूजिताय ॐ ह्रीं श्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः
श्री दान-प्रेम-रामचन्द्र-हीरसूरीश्वरेभ्यो नमः
સુગૃહીત નામધેયશ્રી હરિભદ્રસૂરિકત
અષ્ટક પ્રકરણનો શ્રી જિનેશ્વરસૂરિ વિરચિત શ્રી અભયદેવસૂરિ સંશોધિત ટીકા સહિત
ગુજરાતી ભાવાનુવાદ
ટીકાકારનું મંગલાચરણ आविष्कृताशेषपदार्थसार्था, दोषानुषक्तं तिमिरं विधूय । गावः प्रथन्तेऽस्खलितप्रचारा, यस्येह, तं वीररविं प्रणम्य ॥१॥ गुणेषु रागाद्धरिभद्रसूरे-स्तदुक्तमावर्तयितुं महार्थम् । विबुद्धिरप्यष्टकवृत्तिमुच्च-विधातुमिच्छामि गतत्रपोऽहम् ॥२॥ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यमी। क्व धीशगम्यं हरिभद्रसद्वचः, क्वाधीरहं तस्य विभास(व)नोद्यतः ॥३॥ तथापि यावद् गुरुपादभक्ते-विनिश्चितं तावदहं ब्रवीमि ।
यदस्ति मत्तोऽपि जनोऽतिमन्दो, भवेदतस्तस्य महोपकारः ॥४॥
દોષયુક્ત (અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને સઘળા પદાર્થ સમૂહને જેણે પ્રગટ કર્યો છે એવી અને અલના પામ્યા વિના જેનો પ્રચાર થાય છે એવી જેમની વાણી વિશ્વમાં વિસ્તારને પામે છે એવા શ્રી વીરવિભુરૂપ સૂર્યને પ્રણામ કરીને શ્રી હરિભદ્રસૂરિના ગુણોમાં અનુરાગના કારણે તેમણે કહેલા ઘણા અર્થોનું (=પદાર્થોનું) પરાવર્તન (=વારંવાર અભ્યાસ) કરવા માટે હું બુદ્ધિ રહિત હોવા છતાં શરમથી (=લજ્જાથી) રહિત બનીને અષ્ટકપ્રકરણની શ્રેષ્ઠ ટીકા કરવાને ઇચ્છું છું. (૧-૨). ૧. આ શ્લોક ચર્થક છે. એક અર્થ વીરવિભુને લાગુ પડે છે અને એક અર્થ સૂર્યને લાગુ પડે છે. વીરવિભુના પક્ષમાં જાવઃ એટલે વચનો, અને સૂર્ય પક્ષમાં પાવઃ એટલે કિરણો. જેમ સૂર્ય કિરણો દ્વારા સઘળા પદાર્થ સમૂહને પ્રગટ કરે છે તેમ વીરવિભુ પણ વાણી દ્વારા સઘળા પદાર્થ સમૂહને પ્રગટ કરે છે. જેમ સૂર્ય અંધકારને દૂર કરે છે તેમ વીરવિભુ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. જેમ સૂર્યના કિરણોનો અલના પામ્યા વિના પ્રચાર થાય છે, તેમ વીરની વાણીનો પણ અલના પામ્યા વિના પ્રચાર થાય છે. જેમ સૂર્યના કિરણો વિશ્વમાં વિસ્તારને પામે છે તેમ વીરવાણી પણ વિશ્વમાં વિસ્તારને પામે છે. હોવાનુષક્ત પદનો વીર વિભુના પક્ષમાં લોપ + અનુષવત) દોષોથી યુક્ત એવો અર્થ છે, અને સૂર્યના પક્ષમાં લોડા + અનુષવત) રાત્રિના સંબંધવાળો અંધકાર એવો અર્થ છે. અથવા બંને પક્ષમાં દોષોથી યુક્ત એવો અર્થ પણ થાય. કારણ કે અજ્ઞાન રાગ વગેરે દોષોથી યુક્ત છે, અને અંધકાર પડી જવું, અથડાવું વગેરે દોષોથી યુક્ત છે.