SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૦૩ ૨૮-રાજ્યાદિદાનદૂષણ નિવારણ અષ્ટક स्तस्मै 'तदुपकाराय' 'तत्प्रदानं' राज्य(ज्यादि)दानम्, 'गुणावह' राज्यदातुरुपकारकमेव न पुनर्दोषावहम्, परस्मै इदं 'परार्थ' परोपकारार्थमित्यर्थः, 'दीक्षितस्य' कृतनिश्चयस्य, परार्थोद्यतस्येत्यर्थः, 'अस्य' जगदगुरोः, "विशेषेण' सुतरां सामान्यराज्यदायकापेक्षया, 'जगद्गुरोः' भुवनभर्तुर्जिनस्येति, अनेन च राज्यप्रदानस्य महाधिकरणस्वभावत्वं व्युदस्तम्, तददानस्यैव महाधिकरणत्वेन प्रसाधनतः परोक्तो महाधिकरणत्वलक्षणो हेतुरसिद्ध इत्युक्तम्, तदसिद्धेश्च राज्यादिदाने दोष एवेत्यपहस्तितमिति ॥४॥ શ્લોકાર્થ– તેથી તેમના ઉપકાર માટે રાજ્યાદિનું પ્રદાન ગુણકારી છે. તેમાં પણ પરોપકાર માટે જ ઉદ્યત થયેલા જગદ્ગુરુને તો વિશેષથી ગુણકારી છે. (૪) ટીકાર્થ– તેથી=અનર્થથી લોકોનું રક્ષણ કરવાની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરવી એ યોગ્ય ન હોવાથી તેમના ઉપકાર માટે=પરસ્પરથી વિનાશ પામતા લોકોના અનર્થથી રક્ષણ કરવારૂપ ઉપકાર માટે. ગુણકારી છે– રાજ્ય આપનારને ઉપકાર કરનારું જ છે, નહિ કે દોષ લાવનારું. વિશેષથી અન્યને રાજ્ય આપનાર સામાન્ય મનુષ્યની અપેક્ષાએ સ્વપુત્રાદિને રાજ્ય આપનાર ત્રિજગગુરુ જિનને વિશેષથી ગુણકારી છે. આનાથી “રાજ્યદાન મહાન અધિકરણ સ્વરૂપ છે'' એ વિષયનું ખંડન કર્યું. રાજ્યનું અપ્રદાન જ મહાન અધિકરણ છે એમ સિદ્ધ કરવાથી બીજાએ કહેલ મહાધિકરણત્વરૂપ હેતુ અસિદ્ધ છે એમ આનાથી કહ્યું. મહાધિકરણત્વરૂપ હેતુની અસિદ્ધિથી રાજ્યાદિના દાનમાં દોષ જ છે એવું દૂષણ દૂર કર્યું. (૪) राज्यादिदाने दोष एवेत्यत्रादिशब्देन विवाहादिव्यहारदर्शनं भगवतः सदोषमित्यासञ्जितम्, तत्र परिहारातिदेशमाह एवं विवाहधर्मादौ, तथा शिल्पनिरूपणे । न दोषो हुत्तमं पुण्य-मित्यमेव विपच्यते ॥५॥ वृत्तिः- यथा राज्यादिदाने न दोषो महाधिकरणत्वाभावाद् गुणावहत्त्वाच्च, ‘एवं' अनेनैव प्रकारेण, विवाहः-परिणयनं तद्रूपो धर्मः समाचारो व्रतबन्धो वा 'विवाहधर्मः' तदादौ तत्प्रभृतिके, आदिशब्दात् राजकुलग्रामधर्मादिपरिग्रहः, 'तथाशब्दः' समुच्चये, 'शिल्पनिरूपणे' घटलोहचित्रवस्त्रनापितव्यापारोपदर्शने, किमित्याह- 'न दोषो' नैवाशुभकर्मबन्धलक्षणं दूषणमस्ति भगवतः, इह प्रतिज्ञायां हेतुमाह'हिशब्दो' यस्मादर्थः, ततश्च यस्मात्, 'उत्तम' प्रकृष्टं तीर्थकरनामकर्मलक्षणम्, 'पुण्यं' शुभकर्म, 'इत्यमेव' अनेनैव विवाहशिल्पादिनिरूपणप्रकारेण, 'विपच्यते' विपाकं याति, स्वफलं ददातीत्यर्थ इति ॥५॥ રાજ્યાદિના દાનમાં દોષ જ છે એ કથનમાં આવેલા આદિ શબ્દથી વિવાહ વગેરે વ્યવહાર બતાવવો એ ભગવાન માટે દોષરૂપ છે એમ સંબંધ થયો. તેમાં પરિવારની ભલામણને કહે છે શ્લોકાર્થ– એ પ્રમાણે વિવાહધર્મ (=વિવાહરૂપ આચાર) આદિમાં અને શિલ્ય બતાવવામાં દોષ નથી.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy