SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૯૨ ૨૭-તીર્થંકરદાનસફળતાસિદ્ધિ અષ્ટક સતાવીસમું તીર્થકતદાન નિષ્ફળતાપરિહાર અષ્ટક (આ અષ્ટકમાં તીર્થંકરો તે જ ભવમાં અવશ્ય મોક્ષમાં જવાના હોવાથી તેમને દાન આપવાની શી જરૂર છે એ પ્રશ્નનું સમાધાન તથા અવસરે સાધુએ પણ આપેલું અનુકંપા દાન હિતાવહ છે એ જણાવવામાં આવ્યું છે.) હમણાં તીર્થંકરનું મહાદાન કર્યું. તે યુક્ત નથી એવા પરમતને જણાવતા ગ્રંથકાર કહે છે – શ્લોકાર્ધ– કોઇ કહે છે કે દાનથી તીર્થંકરનો કયો અર્થ સિદ્ધ થાય છે ? અર્થાત્ કોઇ અર્થ સિદ્ધ થતો નથી. કારણ કે તીર્થંકર તે જ ભવમાં નિશ્ચિતપણે મોક્ષમાં જશે. ટીકાથ- કોઇ– ગર્વિષ્ઠમતિવાળો કોઇ. અર્થ– ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચાર પુરુષાર્થમાંથી કોઇ પુરુષાર્થ સિદ્ધ થતો નથી. અથવા અર્થ એટલે ફળ. દાનથી કોઇ ફળ સિદ્ધ થતું નથી. કારણ કે તીર્થંકર અર્થપુરુષાર્થ વગેરેમાં નિરપેક્ષ છે, અને દાનધર્મ અર્થપુરુષાર્થ વગેરેનું કારણ છે. કદાચ કોઇ એમ કહે કે દાનથી મોક્ષપુરુષાર્થ સિદ્ધ થાય છે, તો તેના જવાબમાં ઉત્તરાર્ધમાં કહે છે કે તીર્થંકર તે જ ભવમાં નિશ્ચિતપણે મોક્ષમાં જશે. તે જ ભવમાં એટલે જે ભવમાં દાન આપે છે તે જ ભવમાં, નહિ કે જન્મપરંપરાથી. દાન ભવપરંપરાથી મોક્ષફળવાળું છે. જે તે જ ભવમાં અવશ્ય મોક્ષમાં જનાર છે તેને દાનથી કોઇ અર્થ સિદ્ધ થતો નથી. अत्रोत्तरमाहउच्यते कल्प एवास्य, तीर्थकृन्नामकर्मणः । उदयात्सर्वसत्त्वानां, हित एव प्रवर्तते ॥२॥ वृत्तिः- 'उच्यते' अनन्तरोदिताक्षेपस्य समाधिरभिधीयते, कल्पशब्दः करणार्थो, यदाह- "सामर्थ्य वर्णनायां च, च्छेदने करणे तथा । औपम्ये चाधिवासे च, कल्पशब्दं विदुर्बुधाः ॥१॥" करणं च क्रिया समाचार इत्यर्थः, ततश्च 'कल्प एव' जीतमेव वक्ष्यमाणो दानादिना सर्वसत्त्वहितवर्तनलक्षणः, 'अस्य' जगद्गुरोः, न पुनः फलविशेष प्रति प्रत्याशा, किंरूपोऽसौ कल्प इत्याह- तीर्थकृतस्तीर्थंकरस्य सम्बन्धि तीर्थकरत्वनिबन्धनं यन्नामाख्यं कर्मादृष्टं तत्तथा तस्य 'तीर्थकृन्नामकर्मणः', 'उदयात्' विपाकात्, 'सर्वसत्त्वानां' सकलशरीरिणाम्, इह च हितशब्दयोगेऽपि न चतुर्थी, सम्बन्धस्यैव विवक्षितत्वात्, “हिते एव' अनुकूलविधावेव, इह यदिति शेषो श्यः, तेन यदेतत् प्रवर्तते व्याप्रियते भगवानिति, ततश्चास्य दानात् कल्पपरिपालनं विना नान्यत्फलमस्तीति भावनेति ॥२॥ અહીં ઉત્તર કહે છે – શ્લોકાર્થ– હમણાં કહેલા આક્ષેપનું સમાધાન કહેવાય છે-તીર્થંકરનો આ કલ્પ જ છે કે દાન આદિથી ૧. અહીં સિદ્ધહેમ વ્યાકરણ ૫-૩-૧ થી ભવિષ્યકાળનો અર્થ થાય છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy