________________
અષ્ટક પ્રકરણ
૨૭૨
૨પ-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક
પચીસમું પુણ્યાનુબંધી પુણ્ય પ્રધાન ફલ અષ્ટક (આ અષ્ટકમાં પુણ્યાનુબંધી પુણ્યનું સર્વોત્તમફળ તીર્થંકર પદવી છે એમ જણાવીને ગર્ભાવસ્થાથી જ તીર્થકરોની સઘળી પ્રવૃત્તિ ઉચિત જ હોય છે એ વિષયને અનુલક્ષીને ભગવાન મહાવીરે ગર્ભાવસ્થામાં કરેલા અભિગ્રહ વિષે વિવિધ વિચારણા કરી છે.)
વરૂપથી પુણ્યાનુબંધી પુણ્ય જણાવ્યું. હવે મુખ્યફળને આશ્રયીને પુણ્યાનુબંધી પુણ્યને જ જણાવતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– અતિશય પ્રકર્ષને પામેલા પુણ્યાનુબંધી પુણ્યથી તીર્થંકર પદ ઉત્તમફળ જાણવું. તીર્થંકરપદ સદા ઉચિત પ્રવૃત્તિથી મોક્ષનું સાધક છે. (૧)
ટીકાઈ— સદા=ગર્ભાવસ્થાથી આરંભી સર્વકાળ સુધી. ઉચિત પ્રવૃત્તિથી= યોગ્ય હોય તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી. મોક્ષનું સાધક છે=મોક્ષને પમાડનારું છે. (૧) औचित्यप्रवृत्तिमेवाप्तस्य सार्वदिकी दर्शयितुमाहसदौचित्यप्रवृत्तिश्च, गर्भादारभ्य तस्य यत् । तत्राप्यभिग्रहो न्याय्यः, श्रूयते हि जगद्गुरोः ॥२॥
વૃત્તિઃ– “લા' સર્વનામુ, “વિત્યાવૃત્તિઃ તાવન”, “રશઃ પુનર્થિ : Mदारभ्य' गर्भावस्थामवधीकृत्य, 'तस्य' इति यः प्रकृष्टपुण्यानुबन्धिपुण्यफलभूतस्तीर्थङ्करस्तस्य, भवतीति शेषः, कुत एतदेवं सिद्धमित्याह- 'यत्' यस्मात्कारणात्, 'तत्रापि' गर्भेऽपि, आस्तां प्रव्रज्याप्रतिपत्तौ, મર' પ્રતિજ્ઞવિશેષ વશ્યમાનસ્વરૂપ: બચાવ્યો' ચાયતનપેતા, “સૂયતે' સાતિ, “
હિરો वाक्यालङ्कारे, 'जगद्गुरोः' त्रिलोकगौरवार्हस्य महावीरस्येति भावना ॥२॥
- આતની પ્રવૃત્તિ દરેક સ્થળે, દરેક કાળે અને દરેક અવસ્થામાં ઉચિત જ હોય એમ જણાવવા માટે કહે છે–
• શ્લોકાર્થ– તીર્થંકરની પ્રવૃત્તિ ગર્ભાવસ્થાથી આરંભીને સદા ઉચિત હોય છે. કારણ કે જગદ્ગુરુનો ગર્ભમાં પણ કરેલો અભિગ્રહ ન્યાયયુક્ત સંભળાય છે. (૨)
ટીકાર્થ– તીર્થંકરની– પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના ફલસ્વરૂપ તીર્થંકરની, અર્થાત્ તીર્થંકરપદ પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે.
જગદગુરુનો- ત્રણ લોકમાં ગૌરવને યોગ્ય એવા મહાવીર પ્રભુનો.
ગર્ભમાં પણ કરેલો- પ્રવજ્યાના સ્વીકાર અંગે કરેલો અભિગ્રહ તો ન્યાયયુક્ત હતો જ, કિંતુ ગર્ભમાં પણ કરેલો અભિગ્રહ ન્યાયયુક્ત હતો.