SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૭૧ ૨૫-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક ઉત્તરપક્ષ- ભૂત શબ્દનો ઉલ્લેખ અચેતનનો વ્યવચ્છેદ કરવા માટે નથી, કિંતુ જીવસામાન્યનું ગ્રહણ કરવા માટે છે. તેથી (ભેદભાવ વિના) સર્વજીવો ઉપર દયા કરવી જોઇએ એમ કહેલું થાય છે. કહ્યું છે કે“ભયાનક ભવસાગરમાં જીવસમૂહને શારીરિક માનસિક દુઃખોથી પીડાયેલો જોઇને સ્વ-પરના ભેદ વિના દ્રવ્ય-ભાવ એ બંને પ્રકારની દયા યથાશક્તિ કરે.” (શ્રા.પ્ર. ૫૮) વૈરાગ્ય- વિરાગભાવ. વૈરાગ્ય દ્વેષનો અભાવ થયા વિના થતો નથી આથી વૈરાગ્ય એટલે વિરાગભાવ અને વિગતદ્વેષતા. વિધિપૂર્વક ગુરુપૂજન- શાસ્ત્રોક્ત ન્યાય-શ્રદ્ધા-સત્કાર-ક્રમયોગ આદિ વિધિપૂર્વક. શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપે તે ગુરુ. ગુરુ એટલે સાધુ. આહાર-પાણી-વસ્ત્ર-પાત્રનું દાન કરવું, પ્રણામ કરવા વગેરે રીતે ગુરુઓનું પૂજન કરવું તે ગુરુપૂજન. અહીં શ્લોકમાં વિધિવત્ શબ્દ છે. (વ્યાકરણના નિયમ પ્રમાણે) વિયિત્ શબ્દ સિદ્ધ થાય છે. તો પણ શ્રી હરિભદ્ર સૂરિ મહારાજ એન્ડ વગેરે વ્યાકરણમાં પ્રવીણ હોવાથી વિધિવત્ એ અપશબ્દ છે એવી શંકા ન કરવી. વિશુદ્ધશીલવૃત્તિ- વિશુદ્ધ એટલે અતિચારથી રહિત. શીલવૃત્તિ એટલે હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મપરિગ્રહ એ પાપોથી વિરામ પામવારૂપ કુશલ અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરવી, અર્થાત્ અહિંસા આદિનું પાલન કરવું. જીવો ઉપર દયા વગેરે પુણ્યાનુબંધી પુણ્ય નથી, કિંતુ પુણ્યાનુબંધી પુણ્યનાં કારણ છે, તો પણ અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને (કાયુક્તની જેમ) પુણ્યાનુબંધી પુણ્ય કહેલ છે. ચોવીસમા પુણ્યાનુબંધી પુણ્યાદિવિવરણ નામના અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું. રજા ૩થ પર્શેવિંતિત છે. पुण्यानुबन्धिपुण्यप्रधानफलाष्टकम् ॥ पुण्यानुबन्धिपुण्यं स्वरूपत उपदर्शितमथ तदेव प्रधानफलतो दर्शयन्नाहअतः प्रकर्षसम्प्राप्ताद् विज्ञेयं फलमुत्तमम् । तीर्थकृत्त्वं सदौचित्य-प्रवृत्त्या मोक्षसाधकम् ॥१॥ वृत्तिः- 'अतः' एतस्मात्पुण्यानुबन्धिपुण्यात्, ‘प्रकर्षसम्प्राप्तात्' अतिप्रकृष्टतां गतात्, “विज्ञेयं' જ્ઞાતિવ્યમ, ફર્ન' વાર્થ, “ત્ત' પ્રથાન, “તીર્થ' તીર્થલારત્વ, સ્વિરૂપ તત્યાદિ- “સતા' सर्वकालमागर्भावस्थायाः, 'औचित्यप्रवृत्त्या' यथार्हप्रवर्तनेन, 'मोक्षसाधक' निर्वाणप्रापकमिति ॥१॥ ૧. ન્યાય વગેરેની વિશેષ સમજ માટે તત્ત્વાર્થાધિગમ સૂત્ર અ. ૮ સૂ. ૩૪નું ગુજરાતી વિવેચન વાંચવું.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy