SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( AT પ્રતિમાશતક કાવ્ય-૯) णाइभुज्जो एवं पकरणताए त्ति कट्ट ममं वंदइ नमसइ २ उत्तरपुरच्छिमं दिसीभागं अवक्कमइ २ वामेणं पादेणं तिक्खुत्तो भूमिं दलेइ २ चमरं असुरिंदं असुररायं एवं वयासी-मुक्कोसि णं भो चमरा ! असुरिंदा असुरराया ! समणस्स भगवओ महावीरस्स पभावेणं । न हि ते दाणिं ममाओ भयमत्थि त्ति कटु जामेव दिसिं पाउब्भुऐ तामेव લિવિં પરિણ//[માવતી રૂ/ર/૧૪૬] अत्र लुम्पकः → 'अरहते वा अरहंतचेइआणि वा' इति पदद्वयस्यैक एवार्थः, 'समणं वा माहणं वा' इति पदद्वयस्येव; अन्यथा तं महादुक्खं खलु०'इत्यादौ अर्हतां भगवतामनगाराणां चात्याशातनया महादुःखमित्यत्राऽऽशातनाद्वयस्यैवोपन्यासादुपक्रमोपसंहारविरोधापत्तेरित्याह । तत्तुच्छम् । उक्तपदद्वयस्योपक्रमे एकार्थत्वे, ઉપક્રમમાં “અરહંત પદના પર્યાયવાચી પદ તરીકે “અરહંતચેઇયાણિ’ પદ છે તેમ માનશો, તો તમારે બળાત્કાર ઉપસંહારમાં પણ “અરહંત' પદના પર્યાયવાચી તરીકે “અરહંતચેઇયાણિ પદ માનવાનો પ્રસંગ છે. પણ સૂત્રમાં ઉપસંહારમાં તે પદ મુક્યું નથી. તેથી સૂત્રમાં શૈલીભંગ દોષની આપત્તિ આવે. પૂર્વપક્ષ - તમારાપક્ષે ન્યૂનતાદોષ છે, અમારાપક્ષે શૈલીભંગદોષ છે. તો આ સૂત્રને નિર્દોષ સિદ્ધ કરવા અને આ બન્ને દોષ ન આવે તેમ કરવા તમે કયો માર્ગ શોધશો? સમાધાન - સાંભળો ત્યારે સાવધાન થઇને ! ભગવતી સૂત્રના આ પાઠમાં ઉપક્રમ “શરણીય કોણ બને?” તે દર્શાવવાઅંગે છે. તેથી તેમાં અરિહંતઆદિ ત્રણ સમાનતયા શરણીય છે તેવી વિવેક્ષા છે. પછી સૂત્રકારે શક્રના વિચારનો જે ઉપસંહાર ગુંથ્યો છે, તેમાં પોતાની ચેષ્ટાથી પ્રસ્તુતમાં કોની કોની મહાઆશાતના સંભવે છે?” તે દર્શાવતું વિધાન છે. આ વિધાનમાં અરિહંતના ચૈત્યની આશાતના ન બતાવી તેનું કારણ માત્ર એટલું જ છે, કે અરિહંતચેત્યની આશાતના અરિહંતની આશાતનામાં જ સમાવેશ પામે છે, કારણ કે સૂત્રોમાં બતાવેલી તેંત્રીશ આશાતનાઓમાં ચૈત્યની આશાતના અલગ બતાવી નથી. આમ ઉપક્રમ અને ઉપસંહારના વિષય અલગ હોવાથી સંખ્યાબેદમાં દોષ નથી. અડિંતના ચારે નિક્ષેપાની શરણીયતા શંકા - “અરિહંત'પદથી ભાવઅરિહંત લેવાના છે અને ‘અનગાર'પદથી ભાવસાધુ સમજવાના છે. હવે તમારા હિસાબે ‘અરિહંતત્ય'પદથી અરિહંતની સ્થાપનારૂપ પ્રતિમાલેવાની છે. તો શું ભાવઅરિહંત અને ભાવસાધુની વચ્ચે સ્થાપના નિક્ષેપાના અરિહંતને લેવા યોગ્ય છે? કારણ કે તેમ કરવામાં ભાવ અને સ્થાપનાનું મૂલ્ય સમાન થઇ જશે. સમાધાન - અરર! ખરેખર! સિદ્ધાંતનું અજ્ઞાન ભયંકર દોષ છે. કારણ કે આ અજ્ઞાન શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ બોલાવે છે. અરિહંત પદથી ‘ભાવઅરિહંત લેવાના' એવો અર્થ અજ્ઞાનતાથી ઉદ્ધવ્યો છે. જો માત્ર ભાવઅરિહંત જ શરણીય હોત, તો અમરેન્દ્ર ભગવાન મહાવીરસ્વામીનું જે શરણ લીધું, તે સંગત ન થાત; કારણ કે તે શરણકાળે ભગવાન છદ્મસ્થઅવસ્થામાં હતા, તેથી દ્રવ્યઅરિહંતરૂપ હતા, ભાવઅરિહંતપણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી આવે. પ્રતિમાલપક - દ્રવ્યઅરિહંતમાં ‘ભાવઅરિહંત'ની યોગ્યતા છે. તેથી દ્રવ્ય અરિહંત પણ શરણીય છે. સમાધાન - આમ જો દ્રવ્ય અરિહંત શરણીય હોય, તો સ્થાપનાના અરિહંત પણ શરણીય છે, કારણ કે તેમાં ભાવઅરિહંતના ગુણોની સ્થાપના છે અને સ્થાપના ભાવનું સ્મરણ કરાવે છે. આમ સ્થાપના પણ દ્રવ્યતુલ્ય હોઇ શરણીય છે. (ટૂંકમાં “અરિહંત પદથી દ્રવ્ય-ભાવ અરિહંતનું ગ્રહણ કરવું, અને અરિહંતચેત્ય જિન પ્રતિમાથી સ્થાપનાઅરિહંત સમજવાના.)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy