SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ચારણકૃતપ્રતિમાનંદન 3છે. चारणाधिकारप्रतिबद्धश्चायं विंशतितमशते नवमोद्देशकः → कइविहा णं भंते ! चारणा पन्नत्ता ? गोयमा ! दुविहा चारणा प० तं०-विज्जाचारणा य जंघाचारणा य । से केणटेणं भंते ! एवं वुच्चइ विज्जाचारणा वि०? गोयमा! तस्सणं छटुंछट्टेणं अनिक्खित्तेणंतवोकम्मेणं विज्जाएउत्तरगुणलद्धिं खममाणस्स विज्जाचारणलद्धीनामं लद्धी समुप्पज्जइ । से तेणढेणं जाव विज्जा० । विज्जाचारणस्स णं भंते ! कहंसीहा गइ कह सीहे गइविसए प० ? गो० ! अयन्नं जंबुद्दीवे २ जाव किंचि विसेसाहिए परिक्खेवेणं देवे णं महड्डीए जाव महेसक्खे जाव इणामेव त्तिकट्ट केवलकप्पं जंबुद्दीवं तिहिं अच्छरानिवाएहिं तिक्खुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, विज्जाचारणस्स णं गो० ! तहा सीहा गति, तहा सीहे गतिविसए प० । विज्जाचारणस्स णं भंते ! तिरियं केवतियं गतिविसए प०? गो० ! से णं इओ एगेणं उप्पाएणं माणुसुत्तरे पव्वए समोसरणं करेइ, माणुसु० २ तहिं चेइयाइं वंदति, तहिं २ बितिएणं उप्पाएणं नंदीसरवरे दीवे समोसरणं करेति, नंदीस० २ तहिं चेइयाइं वंदति, तहिं० २ ततो पडिनियत्तति, २ इहमागच्छइ २ इह चेइयाइं वंदति । विज्जा० णं गो० ! तिरियं एवतिए गतिविसए प० । विज्जा० णं भंते ! उर्ल्ड केवतिए गतिविसए प० ? गो० से णं इओ एगेणं उप्पाएणं नंदणवणे समोसरणं करेइ, नंदण० २ तहिं चेइयाइंवंदति, तहिं०२ बितिएणं उप्पाएणं पंडगवणे समोसरणं ઉત્તર :- પ્રતિમાને ભાવથી વંદનરૂપ શિષ્ટાચારનું પાલન કરવાથી જન્મ પવિત્ર બને છે. (જન્મ એ સંસારનું કારણ હોવાથી અને મૃત્યુનું બીજ હોવાથી અપવિત્ર અને નિંદનીય છે. છતાં પણ જે જન્મ પામ્યા પછી સંસારનો વાસ કરનારું અને જન્મ-મરણોના ત્રાસથી બચાવતું જિનપ્રતિમાનું ભાવવંદન મળે છે, તે જન્મ પવિત્ર અને પ્રશંસનીય બને છે. માટે મનુષ્યજન્મની પવિત્રતા અને સફળતા ઇચ્છનારે અવશ્ય જિનપ્રતિમાને વંદન કરવું જોઇએ એવો કહેવાનો ભાવ છે.) દેવોએ કરેલા પ્રતિભાવંદન અંગે આગળ બતાવાશે. ચારણકૃતપ્રતિમાનંદન ચારણો પ્રતિમાને વદે છે તે અંગે ભગવતી સૂત્રના વીશમા શતકના નવમાં ઉદ્દેશકમાં આ પ્રકારનો આલાપક છે – ભદંત ! ચારણો કેટલા પ્રકારના છે? ગૌતમ! ચારણો બે પ્રકારના છે – (૧) વિદ્યાચારણ અને (૨) જંઘાચારણ. હે ભદંત! વિદ્યાચારણ કોણ કહેવાય? ગૌતમ ! સતત છઠ્ઠના પારણે છઠ્ઠના તપ યુક્ત વિદ્યાથી ઉત્તરગુણલબ્ધિયુક્ત સાધુને વિદ્યાચારણલબ્ધિનામનીલબ્ધિ ઉત્પન્ન થાય છે. આવી લબ્ધિવાળા વિદ્યાચારણ કહેવાય. ભદંત! વિદ્યાચારણની શીઘગતિ કેવી છે અને તે શીઘગતિનો વિષય કેટલો છે? ગૌતમ! આ જંબુદ્વીપની પરિધિથી કંઇક વધુ પરિધિવાળા વિસ્તારને ઇત્યાદિ. કોઇ મહર્તિકઆદિ વિશેષણયુક્ત દેવ આ ગમનને આશ્રયીને સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટીમાં (=ત્રણ ચપટી વગાડવા જેટલા કાળમાં) ત્રણ વાર અણુપરિયત્તા=પ્રદક્ષિણા દઇને આવવા જે શીવ્ર ગતિ કરે તેવી શીઘ્રગતિ અને શીઘ્રગતિનો વિષય વિદ્યાચારણને હોય છે. હે ભદંત! વિદ્યાચારણની તીરછી ગતિ કેવી હોય? હે ગૌતમ! વિદ્યાચારણ અહીંધી એક ઉત્પાતથી(એક કૂદકે) માનુષોત્તર પર્વત પર જાય. ત્યાંના ચૈત્યોને વંદન કરી બીજા ઉત્પાતથી નંદીશ્વર દ્વીપમાં જાય. ત્યાંના ચેત્યોને વંદન કરી ત્યાંથી પાછા ફરી (એક જ ઉત્પાતથી) અહીં આવી અહીંના ચૈત્યોને વંદન કરે. વિદ્યાચારણોની તીરછી ગતિ આવી છે. હે ભદંત! વિદ્યાચારણોની ઉર્ધ્વમાં કેવી ગતિ છે? હે ગૌતમ! તેઓ અહીંધી એક કૂદકે નંદનવનપર જાય, ત્યાંના ચૈત્યોને વંદન કરી બીજા કૂદકે પંડકવનમાં પહોંચે ત્યાંના ચૈત્યોને વંદન કરી (એક જ કૂદકે) અહીં આવી અહીંના ચેત્યોને વંદન કરે. આ તેમની ઉર્ધ્વગતિ છે. તે વિદ્યાચારણ આ (લબ્ધિના ઉપયોગરૂપ) સ્થાનનાં આલોચના
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy