SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 38 પ્રતિમાશતક કાવ્ય-૫) 'स्वान्तम्' इत्यादि। यैर्भगवन्मूर्त्तिन नता, तेषां स्वान्तं हृदयं ध्वांतमय अन्धकारप्रचुरम् । हृदये नमनप्रयोजकालोकाभावादेव तदनमनोपपत्तेः। यैर्भगवन्मूत्तिर्न स्तुता, तेषां मुखं विषमयं, स्तुतिसूक्तपियूषाभावस्य तत्र विषसत्त्व एवोपपत्तेः । यैर्भगवन्मूर्तिर्वा अथवा न प्रेक्षिता, तेषां दृग् धूमधारामयी, जगद्गासेचनकतत्प्रेक्षणाभावस्य धूमधारावृतनेत्रत एवोपपत्तेः। ध्वांतत्वादिना दोषविशेषा एवाध्यवसीयन्ते इत्यतिशयोक्तिः। सा चोक्तदिशा काव्यलिङ्गानुप्रणिताऽवसेया। ये तु कृतधियः-पण्डिता एनाम् भगवन्मूर्ति समुपासते; तेषां जनुः जन्म पवित्रं, नित्यं मिथ्यात्वमलपरित्यागात् । कीदृशीं ? देवै:-सुरासुरव्यन्तरज्योतिष्कैः, चारणपुङ्गवै:-चारणप्रधानैःजवाचारणविद्याचारणैः, सहृदयैः-ज्ञाततत्त्वैः, आनन्दितैः-जाताऽऽनन्दैर्वन्दितां । हेतुगर्भ चेदं विशेषणम्। देवादिवन्दितत्वेन शिष्टाचारात् तत्समुपासनं जन्मपावित्र्याय इति भावः । देवैर्यथा वन्दिता तथाऽनन्तरं स्फुटीकरिष्यामः॥ આંખ ધુમાડાથી ભરેલી છે. આનંદિત થયેલા સહદય= તત્ત્વજ્ઞ દેવો અને ચારણલબ્ધિધર મુનિઓવડે વંદાયેલી આ જિનપ્રતિમાની જે ડાહ્યા માણસો ઉપાસના કરે છે, તેઓનો જન્મ પવિત્ર છે. પ્રતિભાષીઓની હાલત ભગવાનની પ્રતિમાને નમનનહિકરનારાઓનું હૃદય અજ્ઞાનરૂપી અંધકારમય છે, કારણકે જેઓમાં કલ્યાણઇચ્છુકે પ્રતિમાને નમવું જોઇએ એટલો પણ જ્ઞાનપ્રકાશ નથી, તેઓ જ જિનપ્રતિમાને નમે નહિ એમ સંભવી શકે. તથા ભગવાનની પ્રતિમાની સ્તુતિ ન કરનારાઓનું વદન ઝેરથી યુક્ત છે. જેનું મુખ પ્રતિમાની સ્તુતિરૂપ અમૃતથી ભરેલું નથી, તેઓના મુખમાં પ્રતિમાની નિંદરૂપ ઝેર જ ભારોભાર રહેલું છે તેમ સૂચિત થાય છે. પ્રતિમાની નિંદરૂપ હળાહળ ઝેરની હાજરી વિના સ્તુતિરૂપ અમૃતનો અભાવ સંભવી શકે નહિ. તથા જિનપ્રતિમાને આદરભાવથી નહિ જોનારાઓની આંખ ધુમાડાથી ભરેલી છે. જે પ્રતિમાનું દર્શન સર્વ જીવોના આંખ અને મનને અનંત તૃપ્તિ અર્પે છે, જે પ્રતિમાની મુખમુદ્રા નીરખ્યા પછી બીજાના દર્શનની ઇચ્છા જ જનમતી નથી અને આંખ અન્યત્ર ઠરતી નથી; એ પ્રતિમા પ્રત્યે આંખમા દ્વેષ જ જો ભારોભાર છલકાતો હોય, તો જ તે પ્રતિમાનું ભાવથી દર્શન થાય નહિ. કાવ્યમાં “ધ્વાંત' વગેરે પદોથી દોષવિશેષનો બોધ થાય છે, તેથી અહીં અતિશયોક્તિ અલંકાર છે અને તે પૂર્વે કહ્યા મુજબ કાવ્યલિંગ અનુપ્રણિત સમજવો. જિનપ્રતિમાની વંદનીયતા અને તેનું ફળ પ્રશ્ન - જિનપ્રતિમાને નમન આદિ નહિ કરનારાઓની બેહાલીનું વર્ણન કર્યું. પણ પ્રતિમા શા માટે વંદનીય છે તે તો બતાવો. ઉત્તરઃ- આ જિનપ્રતિમાને તત્ત્વજ્ઞ ચતુર્વિધ દેવો(=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો) તથા જંઘાચારણ અને વિદ્યાચારણરૂપ ચારણલબ્ધિધર મુનિભગવંતો અત્યંત આદર-બહુમાનપૂર્વક હર્ષથી નમ્યા છે. આ શિષ્ટપુરુષો પ્રતિમાને નમ્યા છે, તેથી પ્રતિમાને ભાવથી નમન એ શિષ્ટાચાર છે. કાવ્યમાં પ્રતિમાનું સહદયે.. વન્દિતા ઇત્યાદિ જે વિશેષણ મુક્યું છે, તેનો પણ ફલિતાર્થ એ જ છે કે, દેવવગેરે શિષ્ટપુરુષોએ પ્રતિમાને વંદન કર્યું હોવાથી પ્રતિમાને વંદન એ શિષ્ટાચાર છે; અને આ શિષ્ટાચાર હોવાથી જ પ્રતિમા વંદનીય છે, કારણ કે પ્રતિમાને વંદન નહીં કરવામાં અશિષ્ટતા આવી જાય છે. પ્રશ્ન - શિષ્ટાચાર તરીકે પ્રતિમાને વંદન કરવાથી લાભ શો થશે?
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy