SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિાહ્મીલિપિની અનાકાર સ્થાપનારૂપે પૂજ્યતા 27 अयं भाव:- णमो बंभीए लिवीए' [श. १, सू. २] इति पदं यद् व्याख्याप्रज्ञप्तेरादौ उपन्यस्तं, तत्र ब्राह्मीलिपि:=अक्षरविन्यासः, सा यदि श्रुतज्ञानस्यानाकारस्थापना, तदा तद्वन्द्यत्वे साकारस्थापनाया भगवत्प्रतिमायाः स्पष्टमेव साधूनां वन्द्यत्वं तुल्यन्यायादिति तत्प्रद्वेषे प्रज्ञप्तिप्रद्वेष एव, यत्तु प्रतिमाप्रद्वेषधूमान्धकारितहृदयेन धर्मशृगालकेन प्रलपितं ब्राह्मी लिपिरिति प्रस्थकदृष्टान्तप्रसिद्धनैगमनयभेदेन तदादिप्रणेता नाभेयदेव एवेति, तस्यैवायं नमस्कार इति तन्महामोहविलसितं, ऋषभनमस्कारस्य नमोऽर्हद्भ्य' इत्यत एव प्रसिद्धः, प्रतिव्यक्ति ऋषभादिनमस्कारस्य चाविविक्षितत्वादन्यथा चतुर्विंशतिनामोपन्यासप्रसङ्गात्, श्रुतदेवतानमस्कारानन्तरमृषभनमस्कारोपन्यासानौचित्याच्छुद्धनैगमनयेन ब्राह्मया लिपेः कर्तुर्लेखकस्य नमस्कारप्राप्तेश्चेति न किञ्चिदेतत्। एतेन 'अ' कारप्रश्लेषादलिप्यै-लेपरहितायै ब्राह्मयै जिनवाण्यै नम इत्यादि तत्कल्पनापि परास्ता, ધર્મોની (નહિ રહેલા ગુણક્રિયાદિ રૂપ ધર્મોની) સંભાવનાનું ‘ઇવ' વગેરે પદોથી જ્યારે દ્યોતન કરવામાં આવે છે, ત્યારે ઉભેલા અલંકાર બને છે.” બ્રાહ્મીલિપિની અનાકાર સ્થાપનારૂપે પૂજ્યતા કાવ્યનો ભાવ આ પ્રમાણે છે – ભગવતી સૂત્રના આરંભમાં જ “નમો ગંભીએ લિવીએ એવું પદ છે. બ્રાહ્મી લિપિ અક્ષરરચનારૂપ છે અને અક્ષરરચના શ્રુતજ્ઞાનની અનાકાર સ્થાપનારૂપ છે. આમ જો શ્રુતજ્ઞાનની અનાકાર સ્થાપનારૂપ બ્રાહ્મી લિપિ પૂજનીય બની શકે, તો અરિહંતની સાકારસ્થાપનારૂપ પ્રતિમા શા માટે સાધુઓને વંદનીય નબને? કેમકે બંને પક્ષે ન્યાય તુલ્ય છે. બન્ને(બ્રાહ્મીલિપિ અને જિનપ્રતિમા) સ્થાપનારૂપ જ છે. તેથી પૂજનીય બને તો બન્ને સમાનરૂપે જ પૂજનીય બને. છતાં જો સ્થાપનારૂપ હોવાથી પ્રતિમાપર દ્વેષ રાખશો, તો જેના આરંભમાં જ શ્રુતજ્ઞાનની સ્થાપનારૂપ બ્રાહ્મીલિપિને નમસ્કાર છે, એ ભગવતી સૂત્રપર પણ દ્વેષ આવવાનો જ, કારણ કે એ તમારી માન્યતાથી વિરુદ્ધ સ્થાપનાને નમસ્કાર્યતરીકે સિદ્ધ કરે છે. (પિતાએ સ્થાપેલા આચારનો તિરસ્કાર કરનાર પુત્ર વાસ્તવમાં પિતાનો જ તિરસ્કાર કરે છે.) પ્રતિમાલપક (ધર્મશગાલ?) - અહીંનૈગમનયને માન્ય પ્રસ્થકદષ્ટાંતથી બ્રાહ્મીલિપિ'પદથી તે લિપિના પ્રથમ પ્રણેતા ઋષભદેવ ભગવાન લેવાના છે. તેથી “નમો ગંભીએ લિવીએ પદથી વાસ્તવમાં બ્રાહ્મીલિપિના પ્રણેતા ઋષભદેવ ભગવાનને નમસ્કાર છે. ઉત્તરઃ- તમારા આવચનમાં મહામોહનલીલાવર્તાઇ રહી છે. તેથી જ આવચનમાં પ્રતિમા પ્રત્યે ભારોભાર વૈષવર્તાઇ રહ્યો છે. “નમો બંભીએ લિવીએ આ સૂત્રથી ઋષભદેવને નમસ્કાર કરવાનું કોઇ પ્રયોજન નથી. કારણ કે આ સૂત્રની પહેલાં જ ‘નમો અ :”આ સૂત્રથી બધાઅરિહંતોને નમસ્કાર કર્યા છે અને તેમાંઋષભદેવ અરિહંતનો પણ સમાવેશ થઇ જાય છે. પ્રતિમાલપક - અનમો અભ્યઃ સૂત્રથી બધા તીર્થકરોને સામાન્યરૂપે નમસ્કાર છે. આ ચોવીશીમાં પ્રથમ તીર્થપતિ “ઋષભદેવને વિશેષથી નમસ્કાર કરવામાટે “નમો ગંભીએ લિવીએ એમ કહ્યું છે. ઉત્તરઃ- જો એમ જ હોય, તો મહાવીરસ્વામી ભગવાન આસન્ન ઉપકારી છે. તેથી તેમને પણ વિશેષથી નમસ્કાર થવો જોઇએ અને એ પ્રમાણે આ અવસર્પિણીના બધા તીર્થકરોને વિશેષથી નમસ્કાર થવો જોઇએ. તેથી તમારી આ દલીલ વજુદ વિનાની છે. (પ્રતિમાલપક - સૂત્રકર્તાને જે તીર્થકરઆદિને નમસ્કાર કરવાનો ભાવ થાય તે તીર્થકરને નમસ્કાર કરે. તેમાં બીજા તીર્થકરોને કેમ વિશેષથી નમસ્કાર ન કર્યો?” તે શંકા કરવી અસ્થાને છે. વળી બ્રાહ્મીલિપિના પ્રથમ પ્રણેતા ઋષભદેવ હતા. તેથી
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy