________________
ગુરૂપાતંત્ર્ય જ ફળવાન
( 177
विविधोपदेशः सङ्क्लेशकृद् यदि जडस्य किमत्र चित्रम्॥१॥ 'अधर्मः पूजेति प्रलपति स लुम्पाकमुखरः। श्रयन् मिश्रं पक्षं तमनुहरते पाशकुमतिः। विधिभ्रान्तः पुण्यं वदति तपगच्छोत्तमबुधाः सुधासारां वाणीमभिदधति धर्मो ह्ययम्॥२॥ इति ॥ ९५॥ गम्भीरेऽत्र विचारे गुरूपारतन्त्र्येणैव फलवत्तां दर्शयन्नुपदेशसर्वस्वमाह
इत्येवं नयभङ्गहेतुगहने मार्गे मनीषोन्मिषे- ।
न्मुग्धानां करुणां विना न सुगुरोरुद्यच्छतां स्वेच्छया। तस्मात्सदुरुपादपद्ममधुपः स्वं संविदानो बलं
सेवां तीर्थकृतां करोतु सुकृती द्रव्येण भावेन वा ॥ ९६॥ (दंडान्वयः→ इत्येवं नयभङ्गहेतुगहने मार्गे स्वेच्छया उद्यच्छतां मुग्धानां मनीषा सुगुरोः करुणां विना नोन्मिषेत्। तस्मात् सद्गुरुपादपद्ममधुपः स्वं बलं संविदानः सुकृती द्रव्येण भावेन वा तीर्थकृतां सेवां करोतु ॥)
_ 'इत्येवं'इति। इत्येवं अमुना प्रकारेण नया:-नैगमादयो भङ्गा:-संयोगाः, हेतवः उत्कृष्टाद्यपेक्षया दशपञ्चायेकावयववाक्यानि तैर्गहने गम्भीरे मार्गे, स्वेच्छया स्वोत्प्रेक्षितेनोद्यच्छता उद्यमं कुर्वतां मुग्धानां मनीषा बुद्धिः, सुगुरोः करुणां विना नोन्मिषेत्-न निराकाङ्क्षतया विश्राम्येत्, तस्मात्सद्गुरुपादपद्ये मधुपः सन् गुर्वाज्ञामात्रवर्ती सन्नित्यर्थः ।स्वं बलं योग्यतारूपं संविदानो जानन्, परस्मैपदिनः प्रत्ययस्य रूपमिदं 'पराभिसन्धिमसंविदानस्ये'[अन्ययोग द्वात्रिं. २० पू.] त्यत्रेवेति बोध्यम् । द्रव्येण गृही, भावेन वा साधुस्तीर्थकृतां सेवां करोतु । यथाधिकारं भगवद्भक्तेरेव परमधर्मत्वात् ॥ ९६॥ एतत्सर्वं प्रतिमाविषये भ्रान्तदूषणं पुर इव परिस्फुरन्तं ઉપદેશ જડપુરુષને સંક્લેશ પેદા કરનારો બને તેમાં આશ્ચર્ય શું છે? અર્થાત્ કોઇ આશ્ચર્ય નથી.” I૧.
‘વાચાલ પ્રતિમાલપક “પૂજા અધર્મ છે એવો પ્રલાપ કરે છે. મિશ્રપક્ષનો આશ્રય કરતો પાર્શ્વકુમત તેને જ અનુસરે છે. વિવિભ્રાંતમત પૂજાને પુણ્ય કહે છે. તપાગચ્છના શ્રેષ્ઠ પંડિતો અમૃતતુલ્યવાણીથી કહે છે કે પૂજા ધર્મરૂપ જ છે' રાપો આ ગંભીર વિચારમાં ગુરૂપાતંત્ર્ય જ ફળવાન છે તેમ દર્શાવતા ઉપદેશનો સાર બતાવે છે–
ગુરૂપાતંત્ર્ય જ ફળવાન કાવ્યર્થ - આ પ્રમાણે નૈગમઆદિ નયો, સાંયોગિક ભાંગાઓ અને હેતુઓથી ગહનઃગંભીર બનેલા માર્ગમાં સ્વેચ્છાથી(પોતે કલ્પેલી માન્યતાથી) ઉદ્યમ કરતા મુગ્ધોની બુદ્ધિનો ઉન્મેષ સુગુરુની કરુણા વિના થતો નથી. (=બુદ્ધિ નિરાકાંક્ષપણે વિશ્રાંત પામતી નથી. વાક્યગત સાકાંક્ષપદોનો યોગ્ય અન્વયથવાથી એવો શાબ્દબોધ થવો કે પછી કોઇ શંકાર નહીં, તો બુદ્ધિ નિરાકાંક્ષબની ગણાય.) તેથી સદ્ગુરુવરના ચરણકમળના ભ્રમર બની (કેવળ અથવા બધી ગુર્વાજ્ઞાને આધીન રહી) તથા યોગ્યતારૂપ પોતાના બળને સમજી દ્રવ્યથી ગૃહસ્થ અથવા ભાવથી (સાધુ થઇને) સુજ્ઞપુરુષે તીર્થકરોની સેવા કરવી જોઇએ.
હેતુવાક્ય=ઉત્કૃષ્ટઆદિબુદ્ધિવાળા જીવોની અપેક્ષાએ એક, પાંચ કે દશ અવયવવાળા વાક્યો. (સ+વિદ્, ધાતુ પરસ્મપદી હોવાથી તેને આત્મપદી “આનશ” પ્રત્યય કેમ લાગ્યો? એવી આશંકાના સમાધાનમાં કહે છે) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે અન્યયોગવ્યવચ્છેદમાં પરાભિસન્ધિસંવિદાનસ્ય” શબ્દપ્રયોગ કર્યો છે. ત્યાં “સ્યાદ્વાદમંજરી' ટીકાકારે એવો ખુલાસો આપ્યો છે, કે “સ+વિદ્ ધાતુને “આન પ્રત્યય નથી લાગ્યો, પણ શીલ(=સ્વભાવ) અર્થમાં ‘શાન" પ્રત્યય લાગ્યો છે. તેમ અહીં પણ સમજવું.