SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ 176 પ્રતિમાશતક કાવ્ય-૯૫) तु[आव०नि०७६२ पा.१] इत्याद्युक्तम् । सर्वाशङ्कानिराकरणाय च नयद्वयेन तत्प्रणयनंन्याय्यं, यथा 'प्रमादयोगात् प्राणव्यपरोपणं हिंसा' [७/८] इति तत्त्वार्थशास्त्रे हिंसालक्षणमभिहितम् । इत्थं विचार्यमाणे च 'क्रियाहेतुः पुष्टिशुद्धिमच्चित्तं धर्म' इति हरिभद्रोक्तलक्षणमतिव्याप्त्यादिदोषाकलङ्कितं सर्वत्रानुगतं निरवयं सङ्गच्छते। अत्रार्थे 'धर्मश्चित्तप्रभव' [३/२ पा.१] इत्यादि षोडशकं तद्वृत्तिश्चास्मत्प्रणीता 'योगदीपिका' नाम्नी अनुसरणीया। 'यावानुपाधिविगमस्तावान्धर्म' इत्यप्युभयोपाधिविगमनेनोभयनयानुगतं सर्वत्र सङ्गम्यमानं रमणीयमेव - ‘से वंता कोहंचमानंच मायं च लोभंच, एयं पासगस्स दंसणं [आचाराङ्ग १/३/४/१२१] इत्यादि सूत्रमप्यत्र प्रमाणमेव। 'द्रव्यस्तवे तदिह भक्तिविधिप्रणीते पुण्यं न धर्म इति दुर्मतीनां कुबुद्धिः। तत्त्वत्रयेऽस्तु (तत्तन्नयेऽस्तु) सुधियां ર્યો છે. વળી જ્યારે એક નયને આગળ કરીને જ ધર્મના લક્ષણનો સ્વરૂપનો વિચાર કરવાનો હોય, તો સૌ પ્રથમ વ્યવહારનયથી જ ધર્મનું સ્વરૂપ બતાવવું યોગ્ય છે, કારણ કે બાળ-મધ્યમજીવો નિશ્ચયનયમાટે અપરિણામક અને અતિપરિણામક હોવાથી તેમની આગળ પ્રથમથી જ કરવામાં આવેલી નિશ્ચયનયની વાતો તેમને માટે દોષકારી બને છે. છાશ પણ માંડ પચાવી શકનારાને પ્યાલા ભરી ભરીને ઘી પીવડાવવામાં આવે તો શું થાય? તે વિચારો. આ હેતુથી જ ‘મુઢનઇયં સુર્ય કાલિયં તું.' ઇત્યાદિ વચન કહ્યું છે. અહીં તાત્પર્ય એ જ છે કે, પ્રાયઃ પાંચમા આરાના અમેધાવી જીવો નયની વિચિત્રતાને સમજી શકે તેવા નહીં હોવાથી કાલિકશ્રુતમાં નયને મૂઢ=છૂપા રાખવાના છેનયનો વિચાર કરવાનો નથી. વળી આ બધી શંકાનું નિરાકરણ જ કરવું હોય, તો નિશ્ચય અને વ્યવહાર આ બન્ને નયથી યુક્તરૂપે જ ધર્મઆદિનું પ્રરૂપણ કરવું જોઇએ. જેમકે તત્વાર્થસૂત્રમાં પ્રમાદના યોગથી પ્રાણનું વ્યપરોપણ(=ઘાત) હિંસા છે.” હિંસાનું આ લક્ષણ કહ્યું છે. અહીં “પ્રમાદયોગથી નૈૠયિકહિંસાનું અને “પ્રાણવ્યપરોપણ' પદથી વ્યવહારિકહિંસાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે વિચારવામાં આવે, તો ‘ક્રિયામાં કારણભૂત પુષ્ટિ (પુણ્યની) અને (પાપના વિગમથી) શુદ્ધિવાળું ચિત્ત જ ધર્મ છે. આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરેલું ધર્મનું લક્ષણ જ અતિવ્યાતિઆદિ દોષોથી કલંકિત થયા વિનાનું સર્વવ્યાપ્ત અને નિર્દોષતરીકે સંગત છે. અહીં વિશેષઅર્થમાટે ધર્મશ્ચિપ્રભવઃ' ઇત્યાદિ શ્લોકસંબંધી ષોડશક પ્રકરણ અને તેના પર ઉપાધ્યાયજી મહારાજની જોગદીપિકા નામની ટીકા જોવી. અહીં કેટલાક “જેટલા પ્રમાણમાં કર્મઆદિજનિત ઉપાધિનો નાશ તેટલા પ્રમાણમાં ધર્મ એમ કહે છે. આ વાત પણ વ્યવહારનયને માન્ય ઉપાધિના વિગમમાં વ્યવહારનયથી અનુગત અને નિશ્ચયનયને માન્ય ઉપાધિના વિગમમાં નિશ્ચયનયથી અનુગત હોવાથી ઉભય અનુગત છે. તેથી સંગત હોવાથી રમણીય છે. “સે વંતા કોહં ચ માન ચ માયં ચ લોહં ચ એયં પાસગસ્સ દંસણ.” [ તે (જ્ઞાની-મુક્તતુલ્ય સાધુ) ક્રોધ, માન, માયા અને લોભ આ કષાયોનું વમન કરતો હોય છે, એવું આ પશ્યક સર્વજ્ઞ તીર્થકરનું દર્શન(=મતઉપદેશ) છે. (આ પશ્યક પોતે શસ્ત્ર =અસંયમ અને કષાયથી રહિત હોય છે.)] ઇત્યાદિ આચારાંગ સૂત્રમાં કહેલી પંક્તિ પણ અહીં પ્રમાણભૂત છે. આ સૂત્ર અને તેની ટીકા કહે છે કે શસ્ત્રાદિ અસંયમના ત્યાગમાં અને ક્રોધાદિ કષાયોના વિગમમાં ધર્મ છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ છે. “ભક્તિ અને વિધિથી કરાયેલા આ દ્રવ્યસ્તવમાં પુણ્ય છે, પણ ધર્મ નથી એ પ્રમાણે દુમતિવાળાઓની દુર્બુદ્ધિ છે. તત્ત્વત્રય(જ્ઞાનાદિ તત્ત્વત્રયના વિષયમાં અથવા તે-તે નયોથી) સમ્બુદ્ધિવાળાઓનો વિવિધ પ્રકારનો ० रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियाऽत एव हि पुष्ि त्तस्य॥ इति षोडशके ३/३॥ — — — — — — — — — — — — — –
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy