SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૨) ___ द्रव्यनिक्षेपाराध्यता च सूत्रयुक्त्या स्फुटैव प्रतीयते । तथा हि-श्री आदिनाथवारके साधूनामावश्यकक्रियां कुर्वतां चतुर्विंशतिस्तवाराधने त्रयोविंशतिर्द्रव्यजिना एवाराध्यतामास्कन्देयुरिति। न च, ऋषभाजितादिकाले एकस्तवद्विस्तवादिप्रक्रियापि कर्तुं शक्याशाश्वताध्ययनपाठस्य लेशेनापि परावृत्त्या कृतान्तकोपस्य वज्रलेपत्वात्। न च नामोत्कीर्तनमात्रं, तात्पर्यादविरोधार्थोपयोगरहितस्योत्कीर्तनस्य राजविष्टिसमत्वेन योगिकुलजन्मबाधकદેવલોક પ્રાપ્ત થાય તેવી) ક્રિયા આરાધે છે.” આ સૂત્રપાઠથી સ્થાપનાનિક્ષેપો આરાધ્ય છે તેમ સિદ્ધ થાય છે. આ સૂત્રમાં સ્તવ=સ્તવન અને સ્તુતિએટલે પ્રસિદ્ધ ત્રણસ્તુતિ સમજવાની છે. આ ત્રણસ્તુતિમાં બીજી સ્તુતિ ચૈત્યવંદનના અવસરે સ્થાપના નિક્ષેપાના ભગવાન આગળ કરવામાં આવે છે. અને સ્થાપના આગળની આ સ્તુતિથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિલાભદ્વારા સ્વર્ગના નિર્મળ સુખની અને મોક્ષની પ્રાપ્તિ થાય ઇત્યાદિ વાત હવે પછી સ્પષ્ટ કરીશું. દ્રવ્ય નિક્ષેપાની આરાધ્યતા દ્રવ્યનિક્ષેપોઆરાધ્ય છે આવાત સૂત્રની યુક્તિથી સ્પષ્ટ સમજી શકાય છે. તે આ પ્રમાણે- શ્રી આદિનાથ ભગવાનના કાળમાં સાધુઓ પ્રતિક્રમણવગેરે આવશ્યક ક્રિયાઓ કરે, ત્યારે તેમાં લોગસ્સ સૂત્ર પણ બોલે. આ સૂત્ર બોલતી વખતે એમાં આવતા ચોવીશ જિનોના નામને વંદન કરે. અર્થાત્ એ ચોવીશે જિનને આરાધ્યતરીકે સ્વીકારે. તેમાં ત્રકષભદેવ તો સાક્ષાત્ વિહરમાન હોવાથી ભાવજિનતરીકે સ્વીકૃત બને. પણ તે કાળે બાકીના ત્રેવીશ જિનવરો હજી ભાવજિન થયા ન હોવાથી પણ ભાવજિનની યોગ્યતા હોવાથી માત્ર દ્રવ્યજિનરૂપે જ છે. અને છતાં તે બધા પણ પ્રથમ જિનના કાળમાં આરાધ્યતરીકે માન્ય બને છે. તેથી સિદ્ધ થાય છે કે દ્રવ્યજિનો પણ પૂજનીય છે. શંકા - ઋષભદેવના કાળમાં એક ઋષભદેવ જ ભાવજિન હતા. તેથી તે કાળે માત્ર ઋષભદેવની જ સ્તુતિ કરાતી હતી. અજિતનાથ ભગવાનના કાળમાં ઋષભદેવ ભાવજિન થઇ ગયા અને અજિતનાથ ભાવજિન તરીકે વિચરતા હોય છે. તેથી ઋષભદેવ અને અજિતનાથ એમ બે ભગવાનની જ સ્તુતિ થતી હતી. આ પ્રમાણે ઉત્તરોત્તર જિનના કાળે સમજવામાં શું વાંધો છે? સમાધાન - આ વાત બરાબર નથી. “લોગ સૂત્ર એ શાશ્વત અધ્યયન હોવાથી પ્રથમ જિનકાળે જે લોગસ્સ સૂત્ર હતું, તે જ લોગસ્સ સૂત્ર દરેક જિનેશ્વરના કાળે હતું. તેથી પ્રથમ જિનના કાળે લોગસ્સ સૂત્રમાં માત્ર પ્રથમ જિનની જ સ્તુતિ હતી અને પછી જેમ જેમ જિનેશ્વરો થતા ગયા તેમ તેમ તેઓના નામ ઉમેરાતા ગયા. આ વાત તદ્દન અમાન્ય છે કારણકે તેમ માનવામાં એવું માનવું પડશે કે તે-તે જિનેશ્વરો થવા સાથે લોગસ્સ સૂત્રના પાઠમાં ફેરફાર થતો ગયો. પણ શાશ્વતસૂત્રના પાઠમાં અંશમાત્ર પણ ફેરફાર કરવામાં કૃતાંતકસિદ્ધાંતનો કોપ=વિરાધના વજલેપ છે=અવશ્ય છે. અર્થાત્ સિદ્ધાંતવિરુદ્ધ થવાથી અનંતસંસાર વૃદ્ધિની સંભાવના છે. અવિરુદ્ધ અર્થોપયોગ વિનાની ક્રિયા વેકરૂપ શંકા - ઋષભઆદિ જિનકાળે લોગસ્સ સૂત્રનો પાઠ અખંડિત રાખવા બાકીના જિનોનો પણ નામોચ્ચાર 0 લોગસ્સ સૂત્ર-ચતુર્વિશતિજિનસ્તવરૂપ. ભરત અને ઐરવતક્ષેત્રમાં કર્મકાળે શાશ્વત છે. અર્થાત્ ભરત અને ઐરવત ક્ષેત્રમાં જેટલો કાળ ધર્મનો છે – જેટલા કાળમાં ધર્મની આરાધના શક્ય છે, તેટલા કાળમાં લોગસ્સ સૂત્ર સતત રહે. વચ્ચે લોપ પામે નહિ. તથા અવસર્પિણી કાળ કે ઉત્સર્પિણી કાળ બદલાય ત્યારે ચોવીશ જિનો પણ બદલાય છે. તેથી બીજી જિનચોવીશી શરુ થાય ત્યારે લોગસ્સ સૂત્રનાં જિનેશ્વરોના નામ બદલાઇ જાય અને નવી ચોવીશીના જિનોના નામ આવે. પરંતુ ચતુર્વિશતિજિન સ્તવરૂપે તો દરેક ચોવીશી વખતે ચહે જ.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy