SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વનિક્ષેપાની આરાધ્યતા 17 स्यापि यथौचित्येनाराध्यत्वमविरुद्धं, अत एवाप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवानिति शास्त्रीया मर्यादा। किञ्च-नामनिक्षेपस्याराध्यत्वं तावत् 'चउवीसत्थएणं भंते ! जीवे किं जणई ? चउवीसत्थएणं दसणविसोहिं जणइत्ति[उत्तरा. २९/११] सम्यक्त्वपराक्रमाध्ययनोपदर्शितचतुर्विंशतिस्तवाराध्यतयैव सिद्धं, तत्रोत्कीर्तनस्यार्थाधिकारत्वात्तेन च दर्शनाराधनस्योक्तत्वात्, 'महाफलं खलु तहारूवाणं अरहताणं भगवंताणं णामगोत्तस्सवि सवणयाए' इत्यादिना भगवत्यादौ [२/१/९० टी.] महापुरुषनामश्रवणस्य महाफलत्वोक्तेश्च । स्थापनानिक्षेपस्याराध्यता च थयथुइमंगलेणं भंते ! जीवे किं जणई ? थयथुइमंगलेणं नाणदसणचरित्तबोहिलाभं जणइ, नाणदसणचरित्तबोहिलाभसंपण्णे णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तिअं आराहणं आराहेइ' [उत्तरा. २९/१६] इति वचनेनैव सिद्धा, अत्र स्तवः स्तवनं, स्तुतिः स्तुतित्रयं प्रसिद्धं, तत्र द्वितीया स्तुति: स्थापनार्हतः पुरतः क्रियते, चैत्यवन्दनावसरतया च ज्ञानदर्शनचारित्रबोधिलाभतो निर्मलस्वर्गापवर्गसुखलाभ इति विशेषाक्षराण्यपि स्फुटीभविष्यन्त्यनुपदमेव। સર્વનિક્ષેપાની આરાધ્યતા વળી ઉત્તરાદથથન સૂત્રમાં કહ્યું છે – “જિનેશ્વરોએ જોયેલા (અને પછી કહેલા) ચાર પ્રકારના ભાવોપરા એ ભાવો એ જ પ્રમાણે છે (જે પ્રમાણે જિનેશ્વરે કહ્યા છે, એમાં લવલેશ ફેરફાર નથી.” એવી શ્રદ્ધા જે સ્વયં કરે છે, તે નિસર્ગચિ સમજવો.” (સ્વયં=પરોપદેશની અપેક્ષા વિના.) અહીં “ચાર ભાવ=નામવગેરે ચાર નિક્ષેપ” એ પ્રમાણે વ્યાખ્યા કરવામાં આવી છે. તેથી ચારેય નિક્ષેપા ઔચિત્યને અનુસાર આરાધ્ય સિદ્ધ થાય છે. અર્થાત્ જે કાળે જે નિક્ષેપો આરાધ્ય હોય, તે કાળે તે નિપાને આરાધવો એ જ સમ્યત્ત્વ છે. અત એવ શાસ્ત્રકારો દ્રવ્ય'આદિ પદોના જુદા જુદા નિક્ષેપાઓ દર્શાવી પછી પ્રસ્તુતમાં કયા નિક્ષેપાથી ‘દ્રવ્ય' આદિનો વિચાર છે, તે દર્શાવે છે. કારણ કે નિક્ષેપ કરવાનું શાસ્ત્રીયમર્યાદારૂપ પ્રયોજન એ છે કે “પ્રસ્તુત અર્થનું વિવેચન કરવું અને અપ્રસ્તુત અર્થને દૂર કરવો.” નામ નિક્ષેપાની આરાધ્યતા હવે ક્રમશઃ દરેક નિપાની આરાધ્યતા બતાવે છે. સૌ પ્રથમ નામનિક્ષેપાની આરાધ્યતા દર્શાવે છે. ઉત્તરાયયનના “સમ્યક્ત્વપરાક્રમ' નામના અધ્યયનમાં કહ્યું છે કે – “હે ભદંત ! ચતુર્વિશતિસ્તવ(=લોગસ્સ સૂત્ર) બોલવાદ્વારા જીવ શું મેળવે છે? ગૌતમ! જીવ ચતુર્વિશતિસ્તવ બોલવાદ્વારા દર્શનવિશોધિ(=સમ્યગ્દર્શન વિશુદ્ધ) કરે છે. આ સૂત્રથી જ સિદ્ધ થાય છે કે નામનિક્ષેપો આરાધ્ય છે. કારણકે લોગસ્સસૂત્રમાં અર્વાધિકાર તરીકે ચોવીશ જિનનો નામોચ્ચાર બતાવ્યો છે. અર્થાત્ લોગસ્સસૂત્રમાં ચોવીશ જિનેશ્વરના નામોચ્ચાર પ્રધાનરૂપે છે. અને આ નામોચ્ચારના ફળરૂપે સમ્યગ્દર્શનની શુદ્ધિ બતાવી-આરાધના બતાવી. તથા “ભગવતી સૂત્ર વગેરેમાં પણ કહ્યું છે કે – તેવા પ્રકારના અરિહંત ભગવંતોના નામગોત્રનું પણ શ્રવણ મહાફળવાળું છે' આમ નામશ્રવણને પણ મહાફળવાળું બતાવી નામનિક્ષેપાની આરાધ્યતા સિદ્ધ કરી. સ્થાપના નિક્ષેપાની આરાધ્યતા ઉત્તરાધ્યયનમાં આવો પાઠ છે - “હે ભદંત ! સ્તવ અને સ્તુતિમંગલ દ્વારા જીવ શું મેળવે છે? ગૌતમ! સ્તવસ્તુતિમંગલદ્વારા જીવજ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભપ્રાપ્ત કરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભથી યુક્ત જીવ અંતક્રિયા(=સર્વસંવર=મોક્ષપ્રાપક ક્રિયા) કરે છે. અથવા વૈમાનિકદેવલોકમાં ઉપપાતને યોગ્ય(=વૈમાનિક
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy