SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ 111 - પ્રતિમાશતક કાવ્ય-૯૧) आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू, तत्थ णं जा सासव्वतो विरताविरती, एस ठाणे आरंभणारंभट्ठाणे एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमगे एगंतसम्मे साहू। सूत्रकृताङ्ग २/२/३९] एवमेव समणुगम्ममाणा इमेहिं चेव दोहिं ठाणेहिं समोअरंति, तं. धम्मे चेव अधम्मे चेव, उवसंते चेव अणुवसंते चेव'। सूत्रकृताङ्ग २/२/ ४०] अत्र हि मिश्रपक्षो मिथ्यादृशामधर्मपक्ष एव, सम्यग्दृशां श्राद्धानामपि स धर्मपक्ष एवेति व्यक्त्या फलतः प्रतीयते, साधुश्राद्धमार्गयोः सर्वदुःखप्रक्षीणमार्गत्वात्, यथा च मिथ्यादृष्टेर्द्रव्यतो विरतिरपि सम्यक्त्वाभावादविरतिरेव बालशब्दव्यपदेशनिबन्धनं स्यात्तथा सम्यग्दृष्टेधर्मकर्मणि द्रव्यतोऽविरतिरपि विरतिकार्यांशिकपाण्डित्यव्यपदेशप्रतिबन्धिका न स्यात्, द्रव्यतयैव निष्फलत्वादिति सूक्ष्ममीक्षणीयमविरतिविषयाणामष्टादशानामपि स्थानानामेकतरांशस्य सत्त्वेऽपि तत्प्रतिपक्षस्य धर्मांशस्योत्कटत्वे धर्मपक्ष एव विजयतेऽन्यथाऽविरतसम्यग्दृष्टिः कस्यापि पक्षस्य स्थानी न स्यात्। ततश्च यनिष्कृष्योक्तं → तत्थ णं जे से पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ - तत्थ णं इमाईतिन्नि तेवठ्ठाइंपावादुअसयाइं भवंति त्ति मक्खायं तं- किरियावाईणं अकिरियावाईणं अण्णाणियवाईणं वेणइअवाईणं ति' [सूत्रकृताङ्ग २/२/४०] तद्विमर्शे परस्य गगनमालोकनीयं स्याद्। अत्र हि ત્રણમાં જે સર્વત વિરતિનું સ્થાન છે, એ અનારંભનું સ્થાન છે. આર્ય છે, યાવત્ સર્વદુ:ખના ક્ષયનો માર્ગ છે. એકાંતે સમ્ય છે, સાધુ છે. અને આ ત્રણમાં જે છેલ્લું સર્વતઃ વિરતાવિરતિ સ્થાન છે, તે સ્થાન આરંભ-અનારંભ સ્થાન છે. આર્ય છે, યાવત્ સર્વદુઃખના ક્ષયનો માર્ગ છે. એકાંતે સભ્ય છે. [૨/૨/૩૯] આ જ પ્રમાણે સમ્યમ્ અનુગમ્યમાન=સંક્ષેપથી વ્યાખ્યાન કરવામાં આવે તો આ ત્રણ સ્થાનો આ બે સ્થાનમાં જ સમવતાર પામે છે. તે આ પ્રમાણે- ધર્મમાં અને અધર્મમાં તથા ઉપશાંત સ્થાનમાં અને અનુશાંત સ્થાનમાં.”[૨/૨/80]. અહીં મિથ્યાત્વીઓનો મિશ્રપક્ષ અધર્મમાં અને સમ્યગ્દષ્ટિશ્રાવકોનો મિશ્રપક્ષ ધર્મમાં જ સમાવેશ પામે છે. એમ સ્પષ્ટપણે ફલત પ્રતીત થાય છે, કારણ કે સાધુમાર્ગની જેમ શ્રાવકમાર્ગને પણ સર્વદુઃખના ક્ષયનો માર્ગદર્શાવ્યો છે. આ જ પ્રમાણે જેમ મિથ્યાદૃષ્ટિ જીવોમાં સમ્યકત્વનો અભાવ હોવાથી તેઓની દ્રવ્યથી પણ દેખાતી વિરતિ વાસ્તવમાં અવિરતિ જ છે અને તેઓને બાળ જીવ તરીકેનો વ્યપદેશ કરાવવામાં જ કારણભૂત છે. તે જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવની ધર્મકાર્યોમાં દ્રવ્યથી અવિરતિ હોવા છતાં વિરતિના શુભયોગ-જયણાવગેરરૂપ કાર્ય ત્યારે દેખાતા હોવાથી એટલાઅંશે વિરતિના કાર્યરૂપ પાંડિત્ય તરીકેનો વ્યપદેશ થવામાં એ અવિરતિ પ્રતિબંધક બને નહીં, કારણ કે આ અવિરતિ માત્ર દ્રવ્યરૂપ હોવાથી જ નિષ્ફળ છે. (અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવોમાં ધર્મક્રિયા વખતે શ્રદ્ધા-જયણાદિરૂપે વ્યક્ત થતો વિરતિઅંશ ભાવથી છે, જ્યારે અવિરતિ અંશ માત્ર દ્રવ્યથી=વ્યવહારથી છે, કારણ કે તેઓનો વિરતિ પ્રત્યે ઝુકાવ છે, હાર્દિક રાગ છે. જ્યારે અવિરતિ પ્રત્યે ડંખ છે. અણગમો છે. માત્ર કેટલીક મજબૂરીઓ અને નબળાઇઓ જ તેમને અવિરતિમાં જકડી રાખે છે.) ઇત્યાદિમુદ્દાખૂબસૂક્ષ્મબુદ્ધિથી વિચારવા. એટલો ખ્યાલ રાખવો કે અવિરતિનાપ્રાણાતિપાત વગેરે અઢારસ્થાનોમાંથી કોઇ એક અંશની હાજરી હોય, તો પણ તેના વિરોધી ધર્મઅંશની જો ઉત્કટતા હોય, તો તે ધર્મઅંશ પેલા પાપસ્થાનને દબાવી પોતે જ ઉત્કૃષ્ટપણે વર્તે છે. અર્થાત્ ઉત્કટ ધર્મઅંશની હાજરીમાં રહેલા પાપાનરૂપી દોષો હણાઇ જવાથી તે ધર્મપક્ષ તરીકે માન્ય બને છે. જો આમ ન હોય, તો અવિરતસમ્યગ્દષ્ટિ જીવનો નંબર ધર્મ કે અધર્મ બેમાંથી એકમાં ન આવે. આ બધો વિચાર કરીને જ સૂત્રકાર નિષ્કર્ષ બતાવતાં કહે છે – “ઉપરોક્ત સ્થાનોમાં પ્રથમ અધર્મપક્ષસ્થાનમાં પાખંડીઓના ત્રણસો ત્રેસઠ ભેદ આવે છે. તે આ પ્રમાણે (૧) ક્રિયાવાદી (૧૮૦ ભેદ) (૨) અક્રિયાવાદી (૮૪ ભેદ) (૩) અજ્ઞાનવાદી (૬૭ ભેદ) અને (૪) વનયિક (૩૨ ભેદ.)” [૨/૨/૪૦] આ સૂત્ર પર જો બરાબર વિચાર કરવામાં આવે, તો પાર્ધચંદ્ર મતવાળાને માત્ર આકાશ જ જોવાનું બાકી રહે. અર્થાત્ તેઓ પોતાના મતની
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy