SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ( 106 પ્રતિમાશતક કાવ્ય-૭૪) 'लिङ्ग'इति। लिङ्गे स्वप्रतिबद्धः-स्वसम्बन्धी यो धर्मः सन् असन् वा, तत्कलनात्-तत्स्मरणादेकसम्बन्धिज्ञानेऽपरसम्बन्धिस्मृतिन्यायाद् वन्द्यता भाज्या भजनीया भवेत्। लिङ्गात्स्वप्रतिबद्धसद्धर्मोपस्थितौ च तदालम्बनतया तस्य वन्द्यताऽसद्धर्मोपस्थितौ च तदालम्बनतया निन्द्यतेत्यर्थः। प्रतिमासु सा वन्द्यतैकान्तात्, कस्मात् ? भावभगवत्सम्बन्धिनो ये भूयांसो गुणास्तेषामुद्बोधनात् । एकेन्द्रियदलनिष्पन्नत्वादेश्च वन्द्यगतस्य भगवत्कायगतौदारिकवर्गणानिष्पन्नत्वादेरिवानुद्भूतदोषस्याप्रयोजकत्वाद्। गच्छान्तरीयसाधुवत् तादृशप्रतिमाया अवन्द्यत्वमित्यप्ययुक्तं, तत्राध्यारोपविषयसद्भावात् । तदाह-तुल्ये वस्तुन्युभयाभावे आकारसाम्यवति पापकर्मरहिते-सावद्यचेष्टारहिते भावोऽपि च-गुणोऽपि त्वारोप्यतेऽत्र वस्तुनि, कूटद्रव्यतया धृते च नारोप्यतेऽङ्गारमर्दक इव भावाचार्यगुणः । तत: कः सतां शिष्टानां मोहो यदुत स्वगच्छीयैव प्रतिमा वन्द्यते नान्या साधुवदिति, द्रव्ये हि कतिपयगुणवत्यपि सम्पूर्णगुणवदध्यारोपो युक्तः प्रतिमायां त्वाकारसाम्येनेत्यागोपालाङ्गनाप्रतीतत्वात् ॥ ७४॥ તેથી આ બાબતમાં સર્જનોને મોહ–અજ્ઞાન ક્યાંથી હોય? વંદનીયતામાં અપ્રગટદોષો અબાધક સાધુના લિંગના દર્શનવખતે લિંગના જ્ઞાનની સાથે લિંગની સાથે જોડાયેલા સદ્ધર્મનું સ્મરણ થાય, તો તે સદ્ધર્મના આલંબનથી તે સાધુ અને તે લિંગ વંદનીય બને છે. જો એ લિંગના દર્શન વખતે તે લિંગને ધારણ કરનારામાં રહેલા અસદ્ધર્મોનું સ્મરણ થાય, તો તે લિંગ વંદનીય બની શકતું નથી. પરંતુ નિંદનીય બને છે.) લિંગના દર્શન વખતે તેની સાથે સંકળાયેલા ધર્મોનું સ્મરણ “એક સંબંધીના જ્ઞાનમાં બીજા સંબંધીનું સ્મરણ થાય છે.” (અથવા એક સંબંધી જ્ઞાન બીજા સંબંધીનું સ્મરણ કરાવે છે.) આ ન્યાયથી થાય છે. પ્રતિમામાં તો ભગવાનમાં રહેલા ઘણા ગુણોનું સ્મરણ થાય છે. તેથી પ્રતિમા એકાંતે વંદનીય છે. શંકા - “પૃથ્વીકાયરૂપ એકેન્દ્રિય જીવોના શરીરથી બનેલી(=પથ્થરમાંથી બનેલી) આ પ્રતિમા છે આવું સ્મરણ આકારરૂપે પંચેન્દ્રિય પરમાત્માના ગુણોના સ્મરણમાં બાધક બનશે. સમાધાન - ભાવભગવાનનું શરીર પણ આપણા જેવું જ છે, કારણ કે એ પણ દારિક વર્ગણામાંથી જ બનેલું છે. છતાં સાક્ષાત્ પરમાત્માના દર્શનવખતે ઔદારિક શરીરનું સ્મરણ થતું નથી અને ભાવોલ્લાસ પ્રગટે જ છે, કારણ કે પ્રગટ વિશિષ્ટ ગુણો આગળ આ ક્ષુલ્લક દોષ ઢંકાઇ જાય છે અને ભાવોલ્લાસને અટકાવવામાં સમર્થ બની શક્તો નથી. બસ, તે જ પ્રમાણે પ્રતિમામાં પરમાત્માના વિશિષ્ટગુણોનો જ પ્રગટ ભાસ થતો હોવાથી, “પ્રતિમા એકેન્દ્રિયોના શરીરમાંથી બનેલી છે એવું જ્ઞાન ઢંકાઇ જાય છે. અર્થાત્ “એકેન્દ્રિયના શરીરમાંથી સર્જન’ એ પ્રતિમાનો અપ્રગટદોષ છે અને પરમાત્માના ગુણોના સ્મરણમાં બાધક બનતો નથી. તેથી બીજા ગચ્છના સાધુની જેમ બીજા ગચ્છની પ્રતિમા અવંદનીય છે. એમ કહેવું બરાબર નથી, કારણ કે પ્રતિમામાં અધ્યારોપને અવકાશ છે. પ્રતિમામાં સાવદ્ય અને નિરવદ્ય ક્રિયાનો અભાવ હોવાથી પ્રતિમા પોતે પાપકર્મથી રહિત છે. વળી પરમાત્માના આકાર સાથે સામ્ય ધરાવે છે. તેથી નિરવદ્ય ક્રિયાવાળા પરમાત્માના ગુણોનો અધ્યારોપ તેમાં થઇ શકે છે પરંતુ કૂટ દ્રવ્ય(=ખોટા દ્રવ્ય) તરીકે જણાયેલામાં આ રીતે ગુણોનો આરોપથઇ શકતો નથી, જેમકે (અભવ્ય તરીકે જણાયેલા) અંગારમર્દકમાં ભાવાચાર્યના ગુણોનો આરોપ શક્ય નથી. કારણ કે તેઓ શુભની વિરુદ્ધ અશુભભાવરૂપ છે. તેઓનો આ અશુભ ભાવ તેઓમાં શુભ ભાવનો આરોપ કરવામાં બાધક બને છે. આબાળગોપાલ બધાને આટલો ખ્યાલ છે કે, કેટલાક ગુણ ધરાવતા દ્રવ્યમાં જ સંપૂર્ણ ગુણવાન ભાવનો આરોપ કરાય છે અને પ્રતિમામાં આકારની સમાનતાથી જ ભાવનો આરોપ કરાય છે. રાજાનું ચિત્ર “આ રાજા છે..' એમ કહેવાય છે, પણ રસ્તામાં હાલતા ચાલતા માણસ માટે “આ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy