SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ અવંદનીયતામાં પ્રગટદોષદર્શન હેતુ 405 रोपोऽप्यनुपपन्न इति गच्छान्तरीयसाधौ अध्यारोपेणाप्यवन्द्यत्वं तादृशप्रतिमायां त्वारोपविषयत्वाद् वन्द्यत्वमेव इत्युक्तानुमाने साधना(नान पाठा.) वर्च्छिन्नसाध्यव्यापकमुद्भूतदोषवत्त्वमुपाधिरिति यत्किञ्चिदेतत्॥ ७३॥ उक्तमेव विवेचयन् वादिनो मुग्धतां दर्शयति लिङ्गे स्वप्रतिबद्धधर्मकलनाद् भाज्या भवेद् वन्द्यता, सैकान्तात् प्रतिमासु भावभगवद्भूयोगुणोद्बोधनात् । तुल्ये वस्तुनि पापकर्मरहिते भावोऽपि चारोप्यते, कूटद्रव्यतया धृतेऽत्र न पुनर्मोहस्ततः कः सताम् ॥ ७४ ॥ (दंडान्वयः→ लिङ्गे स्वप्रतिबद्धधर्मकलनाद् वन्द्यता भाज्या भवेद् । प्रतिमासु भावभगवद्भूयोगुणोद्बोधनादेकान्तात् सा । पापकर्मरहिते तुल्ये वस्तुनि भावोऽपि चारोप्यते, कूटद्रव्यतया धृतेऽत्र पुनर्न ततः सतां को मोह : ? ) અવંદનીયતામાં પ્રગટદોષદર્શન હેતુ અહીં ‘માત્ર આકારથી તુલ્ય હોય તેમાં, અથવા કેટલાક ગુણવાળી વસ્તુમાં જ અધ્યારોપ કરવો ઉચિત છે’ એમ કહ્યું. તેથી તે સિવાયની બીજી વસ્તુમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થતું ન હોવાથી આહાર્યઆરોપ પણ યોગ્ય નથી. (ઇષ્ટ=પુણ્યવગેરે અનુકૂલ વસ્તુ. ‘તે ઇષ્ટનું આ સાધન છે' એવું જ્ઞાન નમસ્કારક્રિયાવગેરેને વિષય બનાવીને થાય, ત્યારે તે ક્રિયાવગેરેમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થયું એમ કહેવાય.) તેથી ગચ્છાંતરીય સાધુ સાધુગુણનો અધ્યારોપ કરીને પણ વંદનપાત્ર ઠરતો નથી. (આહાર્યઆરોપ=જ્યાં ઇષ્ટ ધર્મ બાધિતતરીકે જ્ઞાત હોય, ત્યાં ઇચ્છાના બળપર તે ધર્મની કલ્પના કરવી. પાર્શ્વસ્થાઆદિમાં સાધુધર્મ પ્રત્યક્ષબાધિત જ્ઞાત હોય, તો પણ તેમાં તે ધર્મની કલ્પના આહાર્યઆરોપથી કરી શકાય, એવી શંકાના સમાધાનમાં કહ્યું કે એવો આહાર્યઆરોપ પણ યોગ્ય નથી, કારણ કે તેનાથી કંઇ શુભભાવરૂપ ઇષ્ટ ફળની સિદ્ધિ થવાની નથી.) ભગવદ્ગુણનો અધ્યારોપ શક્ય હોવાથી જ પ્રતિમા વંદનીય બની શકે છે. તેથી તમે દર્શાવેલો ‘ગચ્છાંતરીય પ્રતિમા અનંદનીય છે, કારણ કે ગચ્છાંતર પરિગૃહીત છે, જેમકે અન્યગચ્છનો સાધુ' એ અનુમાનનો ગચ્છાંતરપરિગૃહીતત્વરૂપ હેતુ અનેકાંતિક છે, કારણ કે ‘પ્રગટ દોષવાળાપણું’ ઉપાધિ છે. આ ઉપાધિ સાધ્યને વ્યાપક છે અને સાધનને વ્યાપક નથી. (વ્યાપક=વધુ દેશમાં વૃત્તિ. વ્યાપ્ય=અલ્પદેશમાં વૃત્તિ. સાધ્ય વ્યાપક હોય, સાધન વ્યાપ્ય હોય. ઉપાધિ સાધ્યના વ્યાપકતરીકે સિદ્ધ થાય, તો સાધ્ય સાધનને વ્યાપક નથી તેમ સિદ્ધ થાય છે, કારણ કે સાધ્યને વ્યાપક ઉપાધિ સાધનને વ્યાપક નથી. અને સાધન પોતાને અવ્યાપક સાધ્યનું અનુમાન કરાવી શકે નહિ.) તેથી ગચ્છાંતરપરિગૃહીતત્વ હેતુ હોય, તો પણ જો પ્રગટદોષથી યુક્ત ન હોય, તો અવંદનીય બને નહિ. પ્રગટદોષયુક્ત જ અન્યગચ્છીય વસ્તુ અવંદનીય છે. (સાધનાવચ્છિન્ન.. ઇત્યાદિ સંસ્કૃત લાઇનનો ગુજરાતી અર્થ આ છે. સાધન=હેતુ. અહીં અવચ્છિન્ન=વ્યાપક. તેથી હેતુના વ્યાપક એવા સાધ્યને વ્યાપક ઉદ્ભુતદોષવત્તા ઉપાધિરૂપ છે. અથવા પાઠાંતર મુજબ સાધનથી અનવચ્છિન્ન=સાધનને અવ્યાપક અને સાધ્યવ્યાપક=સાધ્યને વ્યાપક એવી ઉદ્ભુતદોષવત્તા ઉપાધિરૂપ છે.) II૭૩॥ આ જ વાતનો વિસ્તાર કરતાં અને વાદી(ઉપા. ધર્મસાગર)ના મુગ્ધપણાનું પ્રદર્શન કરતાં કહે છે— કાવ્યાર્થ ઃ- લિંગમાં સ્વપ્રતિબદ્ધ=પોતાના સંબંધી ધર્મના જ્ઞાનથી વંદ્યપણું વિકલ્પે છે. જ્યારે પ્રતિમામાં ભાવભગવાનના ઘણા ગુણોનું સ્મરણ થતું હોવાથી તેમાં(પ્રતિમામાં) એકાંતથી વંદનીયપણું છે. પાપકર્મથી રહિત તુલ્ય વસ્તુમાં ભાવનો આરોપ થઇ શકે છે, પણ કૂટદ્રવ્યમાં(અપ્રધાન દ્રવ્યમાં) ભાવનો આરોપ થઇ શકતો નથી. 0 વાધજ્ઞાનેવિ ફટ્ટાઓવ:। જી વ્યાપત્યું, સામાનધિરળ્યું, વિશિષ્ટત્વ, અનુત્તત્વ, સીમાવરણમિત્યાયોડા: अवच्छिन्नत्वस्य। अत्र व्यापकत्वमर्थः । 3 साध्यव्यापकत्वे सति साधनाव्यापकत्वं उपाधिरित्युदयनाचार्यः ।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy