SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ 102 પ્રતિમાશતક કાવ્ય-૦૩) यद्यपि गुणैः-मूलोत्तरगुणैर्विविधम् अनेकधा प्रकर्षण हीन-रहितंगुणविप्रहीनं, वन्दते-नमस्करोत्यध्यात्मशुद्ध्या चेत:शुद्ध्येति गाथार्थः। इत्थं चोदकेनोक्ते दृष्टान्तदार्शन्तिकयोवैषम्यमुपदर्शयन्नाचार्य आह-'संता तित्थयरगुणा तित्थयरे तेसिमं तु अज्झप्पं । न य सावज्जा किरिया इयरेसु धुवा समणुमन्ना' ॥ [आव०नि० ११३२] व्याख्यासन्तः विद्यमानाः शोभना वा तीर्थकरस्य गुणास्तीर्थकरगुणा-ज्ञानादयः, क ? तीर्थकरे अर्हति भगवति । इयं च प्रतिमा तस्य भगवतः, 'तेसिमंतु मज्झप्पं तेषां नमस्कुर्वतामिदमध्यात्म-इदं चेतः, तथा न च सावद्या-सपापा क्रिया चेष्टा, तासु-प्रतिमासु। इतरेषु=पार्श्वस्थादिषु ध्रुवा अवश्यंभाविनी सावद्या क्रिया, प्रणमतस्तत्र किम् ? इत्यत आह-समणुमन्ना' समनुज्ञा सावधक्रियायुक्तपार्श्वस्थादिप्रणमनात् सावधक्रियानुमतिरिति हृदयम् । अथवा सन्तस्तीर्थकरगुणास्तीर्थकरे, तान् वयं प्रणमामः, तेषामिदमध्यात्म-इदं चेतः, ततोऽर्हद्गुणाध्यारोपेण चेष्टा प्रतिमा प्रणमनान्नमस्कर्तुर्न च सावद्या क्रिया परिस्पन्दनलक्षणा, इतरेषु पार्श्वस्थादिषु पूज्यमानेष्वशुभक्रियोपेतत्वात् तेषां नमस्कर्तु वा समनुज्ञेति गाथार्थः । पुनरप्याह चोदक:- 'जह सावज्जा किरिया नत्थिय पडिमासु एवमियरावि। तयभावे णत्थि फलं अह होइ अहेउग होइ'। [आव. नि० ११३३] व्याख्या-यथा सावद्या क्रिया सपापा क्रिया नास्त्येव न विद्यत एव प्रतिमासु, एवमितरापि-निरवद्यापि नास्त्येव । ततश्च तदभावे-निरवद्यक्रियाऽभावे नास्ति फलं पुण्यलक्षणं, अथ भवति, अहेतुकं भवति-निष्कारणंच भवति, प्रणम्यवस्तुगतक्रियाहेतुकत्वात्फलस्येत्यभि સમાધાન - તમારા દૃષ્ટાંત(પ્રતિમા) અને દાષ્ટ્રતિક(જેનેઅંગે દષ્ટાંત છે, તે) સાધુમાં ભારે ભિન્નતા છે. જુઓ- “તીર્થકરના ગુણો તીર્થકરમાં છે જ. અથવા તીર્થકરના જ્ઞાનવગેરે સુંદર ગુણો છે. અને તે ભગવાનની આ પ્રતિમા છે ! નમસ્કાર કરનારાના મનમાં આ ભાવ રમી રહ્યો હોય છે. વળી તે પ્રતિમામાં કોઇપણ પ્રકારની સાવઘ ક્રિયા નથી. જ્યારે ઇતર પાર્થસ્થ વગેરે સાધુમાં અવશ્ય સાવદ્ય ક્રિયા છે. તેથી ત્યાં પ્રણામ કરવાથી શું થાય? આવી સંભવિત આશંકાનું સમાધાન કરે છે.) તેથી તેની સમનુજ્ઞા=અનુમતિ-અનુમોદના થાય છે. તાત્પર્ય - સાવદ્ય ક્રિયાથી સભર પાર્થસ્થ વગેરે શિથિલ સંયમીઓને પ્રણામ કરવાથી તેઓની સાવદ્ય ક્રિયાને અનુમતિ મળે છે. અથવા પ્રણામ કરનારાઓનો આ તીર્થકરમાં રહેલા તીર્થકરગુણોને અમે પ્રણામ કરીએ છીએ. અધ્યાત્મભાવ છે. તેથી અરિહંતના ગુણોનો પ્રતિમામાં અધ્યારોપ હોવાથી જ પ્રણામ કરનારાઓને પ્રતિમા ઇષ્ટ છે. અર્થાત્ પ્રતિમામાં તીર્થકરોના ગુણોનો અધ્યારોપ કરી તે ગુણોને જ વંદન કરવામાં આવે છે, પ્રતિમા તે અધ્યારોપનું સાધન હોવાથી જ ઇષ્ટ છે. અને પ્રતિમામાં પરિસ્પંદન(=હલનચલન) વગેરે સાવદ્ય ક્રિયા નથી. જ્યારે પાર્શ્વસ્થ વગેરે શિથિલ સંયમીઓ તો અશુભ-સાવદ્ય ક્રિયાથી સભર છે. તેથી તેમને પૂજવાથી-તેઓને નમસ્કાર કરનારને અવશ્ય સાવદ્યની અનુજ્ઞાનો દોષ લાગે છે. [ગા. ૧૧૩૨] શિષ્ય ફરીથી શંકા કરે છે- પ્રતિમામાં જેમ સાવદ્ય ક્રિયા નથી, તેમ ઇતર=નિરવઘક્રિયા પણ નથી. આમ નિરવદ્ય ક્રિયાના અભાવમાં પ્રતિમાને નમવાથી પુણ્યાત્મક ફળ નહિ પ્રાપ્ત થાય. છતાં જો પુણ્યફળ માનશો, તો તે ફળ અહેતુક( કારણ વિના) માનવું પડશે, કારણ કે તમારા મતે પ્રણામ કરાતી વસ્તુમાં રહેલી ક્રિયારૂપ કારણ દ્વારા પ્રણામ કરનારને ફળ મળે છે. (પણ પ્રતિમા નિરવદ્ય ક્રિયાથી રહિત છે.) જો કારણ વિના પણ ફળ મળતું હોય, તો તેવી જ રીતે અકસ્માત્ જ કર્મ પણ બંધાઇ જશે. આમ મુક્ત જીવો પણ કારણના અભાવમાં પણ કર્મથી બંધાઇ જશે. આમ મોક્ષવગેરેનો અભાવ આવી જશે. [ગા. ૧૧૩૩] આ શંકાના સમાધાનમાં આચાર્ય કહે છેપ્રતિમામાં ઉભયાભાવ(સાવદ્ય અને નિરવદ્ય ક્રિયાનો અભાવ) અમને ઇષ્ટ જ છે. પણ પુણ્યરૂપ ફળ નમસ્કાર કરનારાની મનની વિશુદ્ધિથી જ મળે છે અને તેમનવિશુદ્ધિનું કારણ પ્રતિમા છે.” એકમાં રહેલી ક્રિયાથી બીજાને ફળ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy