SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા અને દ્રવ્યલિંગીમાં તફાવત मुग्धान् जनान् मोहयति=विपर्यासयति 'प्रमाणपाठिभिरस्मद्गुरुभिर्यदुक्तं तत् सत्यम्' इति । यः कीदृश: ? आग्रही= अभिनिवेशमिथ्यात्ववान् । तेन कि मावश्यकमेव= आवश्यकनिर्युक्त्याख्यं शास्त्रमेव न ददृशे = न दृष्टम् ? कीदृशं तत् ? लिङ्गे च दोषगुणयोः सत्त्वात्, तथा प्रतिमासु तयोरसत्त्वाद् वैषम्यनिर्णायकं =वैसदृश्यनिर्णयकारि। लिङ्गे इत्यत्र व्यञ्जकत्वाख्यविषयत्वे सप्तमी । अत्रायमाक्षेपसमाधानग्रन्थ आवश्यके 401 →>> एवमुद्यतेतरविहारगते विधौ प्रतिपादिते सत्याह चोदकः किं नोऽनेन पर्यायाद्यन्वेषणेन ? सर्वथा भावशुद्ध्या कर्मापनयनाय जिनप्रणीतलिङ्गनमनमेव युक्तं, तद्गतगुणविचारस्य निष्फलत्वात्, न हि तद्गतगुणप्रभवा नमस्कर्तुर्निजराऽपि त्वात्मीयाध्यात्मशुद्धिप्रभवा । तथाहि - 'तित्थयरगुणा पडिमासु नत्थि निस्संसयं वियाणंतो । तित्थयरेत्ति णमंतो सो पावइ णिज्जरं विडलं' ।। [आव० नि० ११३०] व्याख्या- तीर्थकरस्य गुणा=ज्ञानादयस्तीर्थकरगुणास्ते प्रतिमासु=बिम्बलक्षणासु 'नत्थि' न सन्ति, निस्संशयं = संशयरहितं विजानन्=अवबुध्यमानस्तथापि 'तीर्थकरोऽयमित्येवं भावशुद्ध्या नमन्= प्रणमन् स= प्रणामकर्त्ता प्राप्नोति = आसादयति निर्जरां कर्मक्षयलक्षणां विपुलां = विस्तीर्णामिति गाथार्थः ॥ एष दृष्टान्तोऽयमर्थोपनय: - 'लिंगं जिणपन्नत्तं एवं नमंतस्स णिज्जरा विउला । जइवि गुणविप्पहीणं वंदइ अज्झप्पसोहीए '|| [आव० नि० ११३१] व्याख्या-लिङ्ग्यते साधुरनेनेति लिङ्गं= રનોહરાતિધર્ળતક્ષĪનિનઃ-મહીન્દ્રઃ પ્રજ્ઞપ્ત-પ્રીત, વં-યથા પ્રતિમા કૃતિ નમવંત:=પ્રમતોનિનશવિપુત્તા, (અન્ય ગચ્છના આશ્રયમાં છે.) જે જે વસ્તુ અન્યગચ્છના આશ્રયમાં હોય, તે તે વસ્તુ અવંદનીય છે. જેમ કે અન્યગચ્છનો સાધુ.’ તેથી ‘અન્યગચ્છની પ્રતિમા વંદનીય નથી એમ સિદ્ધ થાય છે.’ આ વચનો સાંભળી મુગ્ધ માનવ ભરમાઇ જાય છે કે ‘અહો ! પ્રમાણનો પાઠ કહેવાવાળા અમારા ગુરુદેવે જે કહ્યું, તે સાચું છે.’ પણ આ વચન બોલનારો વાસ્તવમાં આભિનિવેશિક મિથ્યાત્વથી ઘેરાયેલો છે. નહિતર પ્રતિમા અને લિંગમાં રહેલા તફાવતને સ્પષ્ટ દેખાડતાં આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાંથી જ્ઞાન મેળવ્યા વિના આમ બોલત નહિ. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે → ‘લિંગમાં દોષ અને ગુણ બન્ને છે. જ્યારે પ્રતિમામાં તે બન્નેનો અભાવ છે. લિંગ અને પ્રતિમા વચ્ચે આટલો ભેદ છે,’ અહીં કાવ્યમાં-‘લિંગ’ અને ‘પ્રતિમા’ શબ્દને વ્યંજકત્વ નામની વિષયતાને કારણે સાતમી વિભક્તિ લાગી છે. અહીં આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં પ્રશ્નોત્તરકર્ણિકા આ પ્રમાણે છે → આ પ્રમાણે ઉઘતવિહારી=સંવિગ્ન સંયમી અને અનુવૃતવિહારી=શિથિલસંયમી આ બે અંગેની વિધિ બતાવ્યા પછી શિષ્ય શંકા કરે છે.’ શંકા ઃ- આ પ્રમાણે પર્યાયની શોધ ચલાવવાથી સર્યું. સર્વથા ભાવશુદ્ધિદ્વારા કર્મને દૂર કરવા ભગવાને બતાવેલા સંયમલિંગને અર્થાત્ સંયમીના બાહ્યવેશ વગેરેને નમન કરવું જ સારું છે. એ લિંગ ધારણ કરનારામાં વેશને વફાદાર ગુણ છે કે નહિ એવો વિચાર કરવો વ્યર્થ છે. એ વેશધારી સાધુમાં ગમે તેટલા ગુણ હોય, પણ તેટલામાત્રથી કંઇ નમસ્કાર કરનારને નિર્જરા થતી નથી. નમસ્કાર કરનારને તો પોતાના જ શુદ્ધ ભાવોથી કર્મનિર્જરા છે. દૃષ્ટાંત તરીકે જુઓ ‘ભાવ તીર્થંકરમાં રહેલા જ્ઞાનવગેરે ગુણો તેમની પ્રતિમામાં નથી, એ સંશય વિનાની વાત છે. છતાં પણ ‘આ તીર્થંકર છે’ એવું સંવેદન કરવાપૂર્વક એ પ્રતિમાને ભાવશુદ્ધિથી પ્રણામ કરનારો વિપુલ કર્મક્ષયરૂપ નિર્જરાનો લાભ મેળવે જ છે. ’ [ગા ૧૧૩૦] આ દૃષ્ટાંત બતાવ્યું. હવે તે દષ્ટાંતને પ્રસ્તુતમાં ઘટાવતાં કહે છે ‘આમ જેમ પ્રતિમાને નમસ્કાર કરનારાને નિર્જરા થાય છે. તેમ વિવિધ મૂલોત્તર ગુણોથી અત્યંત રહિત સાધુના જિનપ્રણીત લિંગને અધ્યાત્મશુદ્ધિથી વંદન કરનારો પણ વિપુલ નિર્જરા કરે છે' લિંગ=જેનાથી સાધુ ઓળખાય તે. ઓઘો ધારણ કરવો વગેરે લિંગ છે. અધ્યાત્મ શુદ્ધિથી=મનની શુદ્ધિથી. [ગા ૧૧૩૧] આ પ્રમાણે શિષ્યે શંકા કરી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy