________________
યતનાયુક્ત દ્રવ્યસ્તવ તત્ત્વથી અહિંસારૂપ
381
य होइ णियमा तयहिगदोसणिवारिणी जेण । तेण णिवित्तिपहाणा विनेया बुद्धिमंतेणं' ॥१५५॥ एषा च भवति नियमाद् यतना तदधिकदोषविनिवारिणी येनानुबन्धेन तेन निवृत्तिप्रधाना तत्त्वतो विज्ञेया बुद्धिमता सत्वेन ॥ १५५॥ ‘सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होइ विण्णेया। अत्थव्वओ महंतो सव्वो सो धम्महेउत्ति'॥ १५६॥ सा यतनेह जिनभवनादौ परिणतजलदलविशुद्धिरूपैव भवति। प्रासुकग्रहणेनार्थव्ययो यद्यपि महान् भवति, तथापि सर्वोऽसौ धर्महेतुः स्थाननियोगादिति गाथार्थः ॥ १५६॥ प्रसङ्गमाह- ‘एत्तो च्चिय णिदोसं सिप्पाइविहाणमो जिणिंदस्स । लेसेण सदोसं पिहुबहुदोसणिवारणत्तेणं' ॥१५७॥ 'वरबोहिलाभओ सो सव्वुत्तमपुण्णसंजुओ भयवं। एगंतपरहिअरओ, विसुद्धजोगो महासत्तो' ॥ १५८॥ 'जं बहुगुणं पयाणं तं णाउण तहेव देसेइ । ते रक्खंतस्स तओ जहोचियं कह भवे दोसो' ॥ १५९॥ तत्थ पहाणो अंसो बहुदोसनिवारणे हि जगगुरुणो। णागाइ रक्खणे जह कड्डणदोसेवि सुहजोगो' ॥१६०॥ ‘एवं णिवित्तिपहाणा विण्णेया तत्तओ अहिंसेयं । जयणावओ उविहिणा पूयाइगयावि एमेव' ॥१६१ ॥ आसां व्याख्या- अत एव=यतनागुणानिर्दोषं शिल्पादिविधानं जिनेन्द्रस्याद्यस्य लेशेन सदोषमपि सद् बहुदोषनिवारणत्वेनानुबन्धत इति गाथार्थः ॥१५७॥ एतदेवाह-वरबोधिलाभतः सकाशात् सः जिनेन्द्रः सर्वोत्तमपुण्यसंयुक्तो भगवानेकान्तपरहितरतस्तत्स्वभावत्वाद् विशुद्धयोगो महासत्त्व इति गाथार्थः ॥ १५८॥ यद् बहुगुणं प्रजानां प्राणिनां तज्ज्ञात्वा तथैव देशयति भगवांस्तावत्ततो(तान् रक्षत: ततो?) यथोचितमनुबन्धतः कथं भवेद्दोषः? नैवेति गाथार्थः ॥ १५९॥ एतदेव स्पष्टयति-तत्र शिल्पादिविधाने प्रधानोंऽशो बहुदोषनिवारणे हि जगद्गुरोस्ततश्च नागादिरक्षणे यथा जीवितरक्षणेनाकर्षणाद्दोषेऽपि कण्टकादे: शुभयोगो भवतीति गाथार्थः ॥१६० ॥ एवं निवृत्तिप्रधानानुबन्धमधिकृत्य विज्ञेया तत्त्वतोऽहिंसा, इयं जिनभवनादिहिंसा, यतनावतस्तु विधिना क्रियमाणा पूजादिगताप्येवमेव तत्त्वतोऽहिंसेति गाथार्थः ॥ १६१॥
વિના સંભવે જ શી રીતે?) ૧૫૪ આ જયણા અનુબંધથી અધિક દોષોમાંથી(=અધિકાધિક દોષોની પરંપરામાંથી) અવશ્ય નિવૃત્તિ કરાવનારી હોવાથી નિવૃત્તિપ્રધાન(જયણાપૂર્વકની પ્રવૃત્તિ પણ વાસ્તવમાં દોષમાંથી નિવૃત્તિરૂપ) છે. એમ બુદ્ધિમાન પુરુષોએ સમજવું. /૧૫પાજિનભવનઆદિઅંગે આ જયણા પ્રાસુક જળ અને દળવિશુદ્ધિરૂપ જ સમજવી. અર્થાત્ પ્રાસુક(=અચિત્ત-ગાળેલું) પાણીવગેરેના ઉપયોગથી જિનભવન બનાવવામાં જયણાનું પાલન છે. અલબત્ત પ્રાસુક જળ આદિના ઉપયોગમાં ખર્ચ ઘણો વધી જવાનો સંભવ છે. છતાં પણ આ ખર્ચ સુસ્થાને જ થતો હોવાથી ધર્મમાં જ કારણભૂત બને છે. l/૧૫૬/ પ્રસંગને અનુલક્ષી બીજી વાત કરે છે- જયણાગુણ હોવાના કારણે જ આદ્ય જિનેશ્વર=કષભદેવ ભગવાને બતાવેલી શિલ્પવગેરે કળા અંશે સદોષ હોવા છતાં બહુદોષનિવારક બનીને અનુબંધથી શુદ્ધ કરે છે. ૧૫૭ી શ્રેષ્ઠ બોધિલાભના કારણે જિનેશ્વર થયેલા તે પ્રભુ સર્વ શ્રેષ્ઠ પુણ્યના સ્વામી હતા, ભગવાન (‘ભગ’ પદના ઐશ્વર્ય વગેરે અર્થોથી યુક્ત) હતા, સ્વભાવથી જ એકાંતે પરકલ્યાણમાં રત હતા, વિશુદ્ધયોગોવાળા હતા અને મહાસત્ત્વવાળા હતા. // ૧૫૮ આ પરમાત્મા જ્ઞાનોપયોગદ્વારા પ્રજાને જે અને જેટલું હિતકર હોય, તે જાણી લઇ લોકોને તે અને તેટલું જ દેખાડે છે. ઉપદેશે છે. ભગવાન આમ યથોચિત જ પ્રવૃત્તિ કરતા હોવાથી તેમાં અનુબંધથી દોષનો સંભવ જ નથી. ૧૫૯ો આ જ વાત સ્પષ્ટ કરે છે- ભગવાને શિલ્પવગેરેનું જ્ઞાન લોકોને આપ્યું તેમાં ભગવાનનો મુખ્ય આશય બહુદોષનિવારણનો જ હતો. જેમકે સાપ વગેરેથી બાળકનું જીવન રક્ષવામાટે ખેંચવા જતાં કાંટા વગેરે વાગી જવાનો દોષ હોવા છતાં એ શુભયોગ જ ગણાય છે. ૧૬૦ આમ