SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ જિપ્રતિમાની સ્વતઃ જગપૂજ્યતા पेताः शाश्वतप्रतिमा एव भवन्ति नान्या इति वाच्यं, अष्टापदाद्रौ भरतकारितानामृषभादिवर्द्धमानान्तानां चतुर्विंशतेरपि जिनप्रतिमानां तथापरिवारोपेतत्वात्, ‘जीवाभिगमोक्तपरिवारयुक्ता' इति वचनात्। किञ्च देवलोकादावपि जेणेव देवच्छंदए' इत्यागमवचनाजिनप्रतिमा एव शाश्वतभावेन देवशब्दवाच्याः सन्ति, न तथाऽन्य ચિહ્નવગેરેથી યુક્ત પણ નહોત; આવા પ્રકારના વ્યતિકરને શ્રવણપથપરલાવવાછતાં જેઓ જિનપ્રતિમાને આરાધ્યરૂપે સ્વીકારવા તૈયાર નથી, તેઓને ચીકણા મોહનીયકર્મના ઉદયવાળા સમજવા - તેમની દયાજ ચિંતવવી રહી. (તારનારા લાકડાના પાટિયાને કદાગ્રહથી ડુબાડનારા માની તેને તરછોડી દરિયામાં ડૂબનારાઓમાટે તો દયાના આંસુ સારવા સિવાય બીજું શું કરી શકાય?). પૂર્વપક્ષ - આવા પ્રકારના પરિવારથી યુક્ત તો શાશ્વતી જ પ્રતિમા હોય છે, અશાશ્વતી પ્રતિમા હોતી નથી. તેથી તેઓ શી રીતે જગપૂજ્ય બને? ઉત્તરપાર-ભરત ચક્રવર્તીએ અષ્ટાપદપર્વતપરભરાવેલી રાષભદેવથી માંડી શ્રી વર્ધમાનજિનસુધીના ચોવીસજિનોની પ્રતિમાઓ પણ તેવા પ્રકારના પરિવારવાળી હતી, કારણ કે “એ પ્રતિમાઓ છવાભિગમ સૂત્રમાં કહેલા પરિવારથી યુક્ત હતી તેવું વચન છે. તેથી અશાશ્વતી પ્રતિમાઓ પણ પરિવારયુક્તરૂપે અને પૂજ્યરૂપે સિદ્ધ થાય છે. | (વાસ્તવમાં તો પરિવારયુક્ત પ્રતિમા પૂજ્ય અને પરિવારહીન પ્રતિમા અપૂજ્ય’ એવો નિયમ વાજબી નથી, કારણ કે પરિવારયુક્તતા પૂજ્યતાનું લિંગ બની શકે, પણ આવશ્યક અંગન બની શકે. અન્યથા કરોડદેવતાઆદિ કે આઠ પ્રાતિહાર્યઆદિ શોભા વિનાની પ્રતિમાને કે છાસ્થઅવસ્થામાં રહેલા જિનને અપૂજ્ય માનવાની આપત્તિ આવે.-પરિવારયુક્તત્વઆદિ લિંગના અભાવમાં પણ પૂજ્યત્યાદિ લિંગીની હાજરી હોય શકે-એન્યાયજ્ઞ સુજ્ઞ સમજી શકે છે.) વળી, દેવલોકવગેરેમાં પણ જેણેવ દેવજીંદએ” ઇત્યાદિ આગમવચનોમાં આગમને દેવ” પદના વાચ્ય તરીકે શાશ્વતી જિનપ્રતિમા જ ઇષ્ટ છે. પ્રશ્ન:- આગમકારને શાશ્વતી જિનપ્રતિમા જ દેવ' પદથી અભિપ્રેત છે, પણ અન્યતીર્થિકોને અભિમત નાગપ્રતિમા, વિષ્ણુપ્રતિભાવગેરે શબ્દથી વાચ્ય નાગઆદિપ્રતિમાઓ અભિપ્રેત નથી, એવો નિર્ણય શાથી કર્યો? સમાધાનઃ- અન્યતીર્થિકમાન્યદેવો અનિયત હોવાથી તેમની પ્રતિમા આગમસંમત દેવ' પદથી વાચ્ય ન બને. (આગમને દેવ પદથી શાશ્વતી પ્રતિમા અભિમત છે એ નિર્વિવાદ વાત છે. (૧) પરતીર્થિકોએ કલ્પેલા દેવો નિયત નથી - તેંત્રીસ કરોડ દેવમાંથી કયા દેવની પ્રતિમા હોઇ શકે? (૨) એ દેવોનું સ્વરૂપ નિયત નથી, - કોઇ દેવ રોગયુક્ત છે - કોઇ દ્વેષયુક્ત છે. કોઇક સર્જકતરીકે, કોઇક સ્થાપતરીકે, તો કોઇક વિનાશક તરીકે અભીષ્ટ છે. (૩) વળી એ દેવોની પ્રતિમાયોગ્ય મુદ્રા નિયત નથી. જિનપ્રતિમાની મુદ્રા નિયત છે – કાં તો પદ્માસનસ્થ (કયાંક અર્ધપદ્માસનસ્થ) હોય, કાં તો કાયોત્સર્ગ મુદ્રા હોય. તથા (૪) દેવોની અવસ્થા નિયત નથી. ઈશ્વર નિત્ય છે. પણ અશરીરી છે - અને જે અવતારો કય્યા છે, તેમાં કેટલાક તો પશુરૂપ છે. આમ તૈયત્યન હોવાથી તેઓની શાશ્વતકાળથી એક મુદ્રામાં રહેલી પ્રતિમા મળી ન શકે.) પ્રશ્નઃ- જેમ અન્યતીર્થિકોના દેવો નિયત નથી. તેમ તમે સ્વીકારેલા જિનો પણ નિયત આયુષ્યવાળા જ છે અને જિનો બદલાયા જ કરે છે. તેથી કયા જિનની તે શાશ્વતી પ્રતિમામાં પ્રતિષ્ઠા થઇ છે? ઉત્તરઃ- અમે શાશ્વતી પ્રતિમામાં કોઇક નિયત જિનની પ્રતિષ્ઠા થયેલી માનતા જ નથી, કારણ કે શાશ્વતી જિનપ્રતિમાઓ સ્વતઃ પ્રતિષ્ઠિત છે, તેથી સ્વતઃ દેવત્વને ધારણ કરે છે. પ્રશ્ન:- જો આમ, પ્રતિમાને સ્વત:પ્રતિષ્ઠિત અને દેવતારૂપ માનતા હો, તો એવી કલ્પના કરોને કે એ સ્વતઃ દેવતરીકે પ્રતિષ્ઠિત પ્રતિમાઓ જેની હોય છે તે દેવ. આમ તો અન્યતીર્થિકમાન્ય દેવની પણ કલ્પના થઇ શકે. સમાધાનઃ- આમ કહીને તમારે એમ કહેવું છે કે, પ્રતિમામાં(=સ્થાપનામાં) હેલું દેવત્વકે પૂજ્યત્વરૂપ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy