SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ 312 પ્રતિમાશતક કાવ્ય-૬૪) भवति यदा तत्करणतः प्रतिनिवर्तते। तत आह-'विउद्देज्जा' इति। तस्मादकृत्यप्रतिसेवनाद् व्यावर्तेत-निवर्तेत। व्यावृत्तावपि कृतात्पापात्तदा विमुच्यते, यदाऽऽत्मनो विशोधिर्भवति, तत आह-आत्मानं विशोधयेत् पापमलस्फेटनतो निर्मलीकुर्यात् । सा च विशुद्धिरपुन:करणतायामुपसम्पद्यते, ततस्तामेवापुन:करणतामाह-अकरणतया अकरणीयतया पुनरभ्युत्तिष्ठेत् । पुनरकरणतया अभ्युत्थानेऽपि विशुद्धिः प्रायश्चित्तप्रतिपत्त्या भवति, तत आहयथार्ह-यथायोग्यं तपःकर्म, तपोग्रहणमुपलक्षणंछेदादिकंवा प्रायश्चित्तं प्रतिपद्येत। यदि पुनरात्मीयेष्वाचार्योपाध्यायेषु सत्स्वन्येषामन्तिके आलोचयति, ततः प्रायश्चित्तं तस्य चतुर्गुरु। आह-ननु पूर्वमेकाकिविहारे दोषाः प्रतिपादितास्तदनन्तरं पार्थस्थादिविहारोऽपि निषिद्धस्ततो नियमाद् गच्छे वस्तव्यमिति नियमितम् । एवं च नियमिते कथमेकाकी जातो येनोच्यते यत्रैवात्मन आचार्योपाध्यायान् पश्येत्तत्रैव गत्वा तेषामन्तिके आलोचयेदिति। अत्रोच्यतेऽशिवादिकारणे एकाकित्वभावे कारणिकमिदं सूत्रमित्यदोषः, कारणाभावे तु पञ्चाऽन्यतराभाववति वासे सशल्यस्य जीवनाशे चारित्रगात्रनाशतः शुभगतिविनाश एव। न चालोचनापरिणतोऽसम्पत्तावपि शुद्ध इत्यनेन विरोधः, सूत्रप्रामाण्ये निगृहितशक्ते: परिणामस्याप्रामाण्यात्। आह च-एवं होइ विरोहो, आलोअणपरिणओ शुद्धो अ। एगतेण पमाणं परिणामोवि न खलु अम्हं'। ति तथा-'तत्थ न कप्पइ वासो, गुणागरा जत्थ नत्थि पंच પ્રાયશ્ચિત્તને સ્વીકારે. અહીં તપના ઉપલક્ષણથી છેદવગેરે પ્રાયશ્ચિત્ત પણ ઉપલક્ષિત થાય છે. પોતાના આચાર્યવગેરે હોવા છતાં તેમને છોડી બીજાઓ પાસે પ્રાયશ્ચિત્ત લેવા જાય, તો ચતુગુરુ(પ્રાયશ્ચિત્તની ગૂઢ સંજ્ઞા) પ્રાયશ્ચિત્ત આવે. શંકાઃ- અહીં ગ્રંથમાં પૂર્વે એકાકી વિહાર કરવામાં આવતા દોષો બતાવ્યા. પછી પાર્શ્વસ્થા(શિથિલાચારી) -ઓની સાથેના વિહારનો પણ નિષેધ કર્યો. તેથી પરિશેષન્યાયથી સિદ્ધ થાય છે કે “સાધુએ નિયમથી ગચ્છમાં જ રહેવું જોઇએ.” અને જો સાધુને માથે આવું નિયંત્રણ હોય, તો સાધુને એકલા થવાનો સંભવ જ કેવી રીતે બને? અને સાધુને એકલા પડવાનો સંભવ જ ન હોય, તો “જ્યાં પોતાના આચાર્ય ઉપાધ્યાય હોય ત્યાં જાય વગેરે કહેવાનો અવકાશ જ ક્યાં છે? સમાધાન - અશિવવગેરે કારણથી એકાકી બનેલા સાધુને અપેક્ષીને હોવાથી આ સૂત્ર કારણિક (=આપવાદિક) છે. તેથી અહીં દોષ નથી. કારણ વિના પણ જો સાધુ આચાર્યવગેરે પાંચમાંથી કોઇક એકના અભાવવાળા સ્થાનમાં રહે અને સશલ્ય(=અતિચારની આલોચના કર્યા વિના) મૃત્યુ પામે, તો શલ્યને કારણે સંયમાત્મક શરીરનો નાશ થઇ ગયો હોવાથી તે સાધુને સદ્ગતિની પ્રાપ્તિ થાય નહિ. શંકા - જો “સશલ્ય મૃત્યુ પામે તો સદ્ગતિ થાય જ નહિ.” એવો એકાંત નિયમ બાંધશો, તો “જે સાધુ આલોચના કરવાના પરિણામવાળો છે. પણ આલોચના કરવા પોતાના આચાર્યવગેરે પાસે પહોંચે તે પહેલા જ મૃત્યુ પામે, અને આલોચના કરી ન શકે, તે સાધુ પણ આલોચનાની ભાવનાવાળો હોવાથી શુદ્ધ જ છે અને સદ્ગતિનો અધિકારી છે.” એ વચન સાથે વિરોધ આવશે. સમાધાનઃ- સૂત્ર પ્રમાણભૂત છે. (છતાં આ સૂત્રનું જ ખોટું આલંબન લઇ વગર કારણે એકાકી વિહારાદિ કરતો સાધુ “અમારે તો પાપની શુદ્ધિ કરવી જ છે, પણ શું થાય, આચાર્યભગવંત ઘણા દૂર છે' ઇત્યાદિ બહાના હેઠળ છતી શક્તિને છુપાવી આલોચના પ્રાયશ્ચિત્તાદિનકરે, તો તેના દેખાતા શુભપરિણામ પણ પ્રમાણભૂત બનતા નથી, એવા આશયથી કહે છે.) તેથી જે સાધુ પોતાની શક્તિ ગોપવે છે – પોતે આચાર્યવગેરે પાંચવાળા ગચ્છમાં રહી યથાશક્તિ આરાધના કરવામાં સ્વછંદમતિ વગેરે કારણે પ્રમાદ કરે છે તે સાધુના પરિણામની કિંમત નથી. એ સારા દેખાતા પરિણામ પણ પ્રમાણભૂત નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy