________________
વિધિયતનાયુક્ત દ્રવ્યસ્તવ સર્વથા નિર્દોષ - અન્યમત
287
यतनयैव त्याजनाभिप्रायात्, प्रमादयोगेनेत्यादिलक्षणासिद्धेः। न च पुण्यजनकाध्यवसायेन योगेन वाल्पस्यापि पापस्य बन्धसम्भवः, अध्यवसायानां योगानां वा शुभाशुभैकरूपाणामेवोक्तत्वात्तृतीयराशेरागमेऽप्रसिद्धेः, एतच्चोपपादयिष्यत उपरिष्टात् भाष्यसम्मत्या । भगवत्यां सुपात्रेऽशुद्धदानेऽल्पपापबहुतरनिर्जराभिधानं च निर्जराविशेषमुपलक्षयति । स च शुद्धदानफलावधिकापकर्षात्मकः, प्रकृते च चारित्रफलावधिकापकर्षात्मको दानादिचतुष्कफलसमशीलः सोऽधिक्रियत इति कथङ्कारमशुद्धदानेन शुद्धपूजायां तुल्यत्वमुपनीयमानं तपस्विभिश्चमत्कारसारं चेतो रचयितुं प्रत्यलं, अशुद्धदानं ह्यतिथिसंविभागवतस्यातिचारभूतं, शुद्धपूजा च समग्रश्राद्धधर्मस्य तिलकीभूतोत्तरगुणरूपेति। तथा चाह वाचकचक्रवर्ती → चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तित: प्रयतः। पूजाश्च गन्धमाल्याधिवासधूपप्रदीपाद्याः'॥ [प्रशमरति ३०५] इत्यादि । अथ शुद्धदानविधिरुत्सर्गोऽशुद्धदानविधिश्चाप(ગા. ૪૫ અહીં ગ્રંથકારે પોતે જિનપૂજામાં કાયવધ છે એમ સ્વીકારીને પણ અધિકારીની જિનપૂજામાં પ્રવૃત્તિ બતાવી છે. | (સર્વ સાવધના ત્યાગી સાધુ સાક્ષાત્ કાયવધનો ઉપદેશ આપે નહિ – અન્યથા પ્રથમ મહાવ્રત દૂષિત થાય. છતાં ગ્રંથકારે જિનપૂજામાં કાયવધ છે એમ પ્રતિપાદન કરવાપૂર્વક અધિકારીએ એ જિનપૂજામાં પ્રવૃત્તિ કરવી એમ વિધાન કર્યું છે. તેથી એ વિધાન પાછળ કોઇ આશય હોવો જોઇએ. અહીં પૂર્વાપરનો વિચાર કરતા લાગે છે કે,
અહીંગૃહસ્થની પૂજામાં પ્રવૃત્તિ દર્શાવવા પાછળ ગ્રંથકારનો પૂજામાં જયણાથી હિંસાસ્વરૂપનોત્યાગ કરાવવાનો આશય હોવો જોઇએ, કારણ કે જયણાથી થતી પૂજામાં પ્રમાદયોગથી જીવવધ હિંસા' એવું હિંસાનું લક્ષણ રહેતું નથી. તેથી જિનપૂજામાં સ્વરૂપહિંસા હોવા છતાં કર્મબંધમાં કારણભૂત હિંસા નથી. (જે માત્ર સ્વરૂપથી જ નહીં, અનુબંધથી પણ હિંસારૂપ છે, એવી સંસારસંબંધી હિંસામાં પ્રવૃત્તિ કરવામાં જેઓને કશો ખટકો નથી, તેઓ જયણા-શુભભાવથી અનુબંધરહિત થતી માત્ર સ્વરૂપથી જ હિંસારૂપ રહેતી અને પરિણામે તમામ હિંસાથી મુક્ત કરતી જિનપૂજામાં હિંસા માનીને પ્રવૃત્તિ કરતાં નથી, તેઓ મહામૂઢ છે, તેઓને ખૂન માટે શસ્ત્ર વપરાય તેનો વાંધો નથી, ઓપરેશનમાટે વપરાય તે ખટકે છે. આવો અભિપ્રાય લાગે છે.) વળી (૪) પુણ્યજનક અધ્યવસાયથી અથવા પુણ્યજનક યોગથી અલ્પ પણ પાપનો બંધ સંભવતો નથી, કારણ કે અધ્યવસાયો અને યોગોના બે જ ભેદ પાડ્યા છે. (૧) શુભ અને (૨) અશુભ. અર્થાત્ દરેક અધ્યવસાય કે યોગ કાં તો શુભ જ હોય, કાં તો અશુભ જ હોય, પણ શુભાશુભરૂપ મિશ્ર ન હોય, કારણ કે આ મિશ્રરૂપ ત્રીજો વિકલ્પ આગમમાં અપ્રસિદ્ધ છે. આ અંગે વિસ્તૃતચર્ચા ભાષ્યની સંમતિપૂર્વક આગળ કરાશે. તથા (૫) શ્રી અભયદેવ સૂરિજીએ પોતાની ટીકામાં ભગવતી સૂત્રનો પાઠ દર્શાવ્યો, એમાં સુપાત્રને અશુદ્ધદાન દેવામાં અલ્પ પાપ અને બહુતરનિર્જરાબતાવી છે. અહીં અલ્પપાપ-બહુતરનિર્જરા પદનિર્જરાવિશેષનું સૂચન કરે છે. આ નિર્જરા શુદ્ધદાનથી થતી નિર્જરાકરતા અપકૃષ્ટ છે – એમ સૂચવવા “અલ્પપાપ' પદ છે. પ્રસ્તુતમાં ચારિત્રના ફળની અપેક્ષાએ હિનકક્ષાની તથા દાનવગેરે(=દાન, શીલ, તપ અને ભાવ) ચાર ધર્મના સમાનફળવાળી શુદ્ધપૂજાનો વિચાર છે. તેથી શુદ્ધપૂજાને અશુદ્ધદાનની સમાનકક્ષાએ મુકવી યોગ્ય નથી. (પૂજા શુદ્ધદાનાદિચારને સમકક્ષ છે, ચારિત્રની અપેક્ષાએ અપકૃષ્ટ છે. અશુદ્ધદાન શુદ્ધદાનથી અપકૃષ્ટ છે. આમ પૂજા અશુદ્ધદાનને સમકક્ષ નથી, પણ એનાથી ચડિયાતી છે. માટે એ બેની તુલના કરવી યોગ્ય નથી.) અશુદ્ધદાન શ્રાવકના બારમા અતિથિસંવિભાગવતમાં અતિચાર લગાડે છે, જ્યારે શુદ્ધપૂજા તો શ્રાવકના સમગ્ર ઘર્મોમાં તિલકસમાન ઉત્તરગુણ છે. તેથી જ વાચકચક્રવર્તી (પૂ. ઉમાસ્વાતિજી મહારાજ) કહે છે – “પવિત્ર (થઇને) શક્તિ મુજબ જિનમંદિર=જિનપ્રતિમાની સ્થાપના કરીને ગંધ, ફૂલમાળા, અધિવાસ, ધૂપ, પ્રદીપવગેરે પૂજા વિશેષ પ્રયત્નપૂર્વક યથાશક્તિ કરીને (શ્રાવક ચારિત્રમાટે તૈયાર થાય.”) આમ શુદ્ધપૂજી સુપાત્રમાં શુદ્ધદાનની જેમ એકાંતે શુભ છે અને નિર્જરારૂપ જ છે.