SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ 286. પ્રતિમાશતક કાવ્ય-૬૦] देहशौचविलेपनजिनार्चनप्रभृतीनि च, इह च प्राकृते औकारश्रुतेरभावाद् ‘हाणाओ' इत्येवं पठ्यत इति। एत्तो ति। इत:=पुनर्यतनाविहितस्नानादेर्विशुद्धभावः-शुभाध्यवसायोऽनुभवसिद्ध एव-स्वसंवेदनप्रतिष्ठित एव, बुधानां बुद्धिमतामनेन च शुभभावहेतुत्वादित्यस्य पूर्वोक्तहेतोरसिद्धताशङ्का परिहता। इति गाथार्थः॥ ___ अत्राभयदेवसूरिव्याख्याने धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितदोषस्याल्पस्य यदिष्टत्वमुक्तं, तद् ग्रन्थकर्तुः क स्वरससिद्धम् ? षोडशके यतनातो न च हिंसा'इत्याद्येवाभिधानात्, यतनाभावशुद्धिमत: पूजायां कायवधासम्भवस्यैव दर्शितत्वात्। पूजापञ्चाशकेऽपि 'कायवधात् कथं पूजा परिशुद्धा?' इति प्रश्नोत्तरे 'भण्णइ जिणपूयाए कायवहो जइवि होइ उ कहिंचि। तहवि तई परिसुद्धा गिहीण कूवाहरणजोगा'।[४/४२] इत्यत्र कथञ्चित् केनचित्प्रकारेण । यतनाविशेषेण प्रवर्त्तमानस्य सर्वथापि न भवतीति प्रदर्शनार्थं कथञ्चिद्ग्रहणमिति तपस्विना स्वयमेव व्याख्यानात्, 'देहादिणिमित्तंपि हु जे कायवहम्मि तह पयट्टति। जिणपूयाकायवहम्मि तेसिमपवत्तणं मोहो'। [४/४५] इति ग्रन्थेनाग्रे ग्रन्थकृतैवाधिकारिणो जिनपूजाकायवधमुपेत्य प्रवृत्तेर्दर्शितत्वात् तत्र हिंसास्वरूपस्य પાણી ગાળવું વગેરે જયણાને કારણે સ્નાનવગેરેથી થતો વિશુદ્ધભાવ પ્રાજ્ઞોને અનુભવસિદ્ધ છે.” [ગ ૧૧] ભૂમિપ્રેક્ષણ=જીવોની રક્ષામાટે સ્નાનની જગ્યાનું આંખથી નિરીક્ષણ કરવું. પૂતરક(=પોરા)વગેરેના પરિહારમાટે (=રક્ષામાટે) પાણી ગાળવું. આદિપદથી માખીનું રક્ષણવગેરે પ્રવૃત્તિસમુદાયનું ગ્રહણ કરવું. યતના=પ્રયત્નવિશેષ (‘તુ'પદ “પુનઃ'ના અર્થમાં છે, તેથી અર્થ એ થયો - યતનાથી થતા સ્નાનવગેરે ગુણકર છે અને ભૂમિનિરીક્ષણ, પાણીગાલન વગેરે યતના છે. ક્યાં? અધિકૃત સ્નાન વગેરેમાં - સ્નાનવિલેપન-પૂજાવગેરેમાં. (‘પ્રાકૃતમાં “ઓ'કાર નથી. તેથી ‘હાણાઓ” એવું વચન છે.) જયણાથી થતા સ્નાનાદિથી પ્રગટતો વિશુદ્ધ ભાવ બુદ્ધિશાળીઓને સ્વસંવેદનસિદ્ધ છે. આમ કહેવાથી અમે કરેલા પૂર્વના અનુમાનમાં દશવિલા કારણ કે શુભભાવનું કારણ છે એવા હેતુ અંગે અસિદ્ધિદોષની આશંકા દૂર થાય છે. [ગા. ૧૧નો અર્થ વિધિયતનાયુક્ત દ્રવ્યસ્તવ સર્વથા નિર્દોષ - અન્યમત શ્રી પંચાશક ગ્રંથની ઉપરોક્ત વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. આ અભિપ્રાયને માન્ય ન રાખતા બીજા કેટલાકોનો મત (પૂર્વે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષદ્વારા આ મતની ચર્ચા કરી છે.) પણ ઉપાધ્યાયજી મહારાજ દર્શાવે છે – શ્રી અભયદેવસૂરિએ પોતાના વ્યાખ્યાનમાં ઘમહતુક પ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ દોષ સ્વીકાર્યો છે. તે બરાબર નથી. (૧) પંચાશક ગ્રંથકાર યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને આ વાત માન્ય નથી. સ્વરચિત ષોડશક ગ્રંથમાં એમણે જ “યતના હોવાથી હિંસા નથી' ઇત્યાદિ કહ્યું છે અને ભાવશુદ્ધિવાળાએ યતનાથી કરેલી પૂજામાં કાયવધનો અભાવ જ બતાવ્યો છે. અર્થાત્ આરંભજનિત અલ્પ પણ પાપકે દોષનો સ્વીકાર કર્યો નથી. (૨) પૂજા પંચાશકમાં “કાયનો વધ હોવાથી પૂજાને શુદ્ધ કેવી રીતે કહી શકાય?” એવા ઉદ્ધવેલા પ્રશ્નના ઉત્તરમાં ‘ઉત્તર અપાય છે. જો કે જિનપૂજામાં કથંચિત કાયવધ છે, તો પણ કૂવાના દષ્ટાંતના યોગથી ગૃહસ્થને તે (પૂજા) પરિશુદ્ધ છે.” [ગા૪૨] આ ગાથા છે. આ ગાથાની ટીકામાં (‘તપસ્વિના પદથી સૂચિત) શ્રી અભયદેવસૂરિજીએ પોતે પણ યતનાવિશેષમાં પ્રવૃત્ત થયેલાને સર્વથા પણ હિંસા થતી નથી, તે દર્શાવવા જ “કથંચિત્' પદ છે, એમ કહ્યું છે. અર્થાત્ કોઇક પ્રકારની હિંસા હોય તો પણ તે સર્વથા હિંસા નથી, એટલે કે હિંસાજનિત પાપમાં હેતુ નથી એવું તાત્પર્ય બતાવ્યું છે. (૩) વળી “જેઓ દેહવગેરેના નિમિત્તે પણ તેવા પ્રકારના (ખેતી વગેરે) કાયવધમાં પ્રવૃત્ત થાય છે. તેઓ જિનપૂજારૂપ કાયવધમાં પ્રવૃત્ત થતા નથી એ તેઓનો મૂઢભાવ છે.”
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy