SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (276 પ્રતિમાશતક કાવ્ય-૬૦) (दंडान्वयः→ पूजायां खलु भावकारणतया हिंसा न बन्धावहा, इत्थं व्यवहारपद्धति: गौणी। निश्चये इयं हिंसा वृथा। केवलमेक एव भावः फलदः। अविरत्यंशजो बन्धस्तु अन्यः। तत इह कूपनिदर्शनं कस्यचिदाશક્રીપII) 'पूजायाम्'इति । पूजायां खलु' इति निश्चये। भावस्य द्रव्यस्तवकरणाध्यवसायरूपस्य कारणतया हिंसा बन्धावहा न भवति। एषा पद्धतिर्हि (ज्ञापयति पाठा.) स्नानादिसामग्री द्रव्यस्तवेऽधिकारिणं(णां ?) न च स हिंसाकर्मणा बध्यते, दुर्गतनार्या देवलोकगमनानुपपत्तेः, बन्धावहा चेत् ? पुण्यबन्धावहैव, उक्तभावेन प्रशस्तीकरणात् प्रशस्तरागवत् । पुष्पादिसङ्घट्टनादिरूपोऽसंयमस्तत्र हेतुरुक्त इति चेत् ? सोऽपि पर्युदासेन संयमयोगविरुद्धयोगरूप एव स्यात्, तस्यापि च भावेन प्रशस्तीकरणे किं हीयते ? उत्तरकालिक एव भावोऽप्रशस्तं प्रशस्तीकर्तुं समर्थो न पौर्वकालिक इति चेत् ? न, दुर्गतनारीदृष्टान्तेन विहितोत्तरत्वात्, कश्चायं मन्त्रो यः पूर्वापरभावेन કાવ્યર્થ - ભાવનું કારણ હોવાથી પૂજામાં રહેલી હિંસા કર્મબંધ કરનારી નથી. વ્યવહારનયની આવા પ્રકારની વિચારસરણી ગૌણ છે અને નિશ્ચયનયમતે તો હિંસા વૃથા(બંધમાં અહેતુ) છે કારણ કે એકમાત્ર ભાવ જ ફળદાયક છે. અને ત્યારે થતો અન્ય બંધ અવિરતિને કારણે હોય છે. તેથી અહીં “કૂવાનું દૃષ્ટાંત કેટલાકને આશંકા જન્માવે છે. વ્યવહારથી પૂજાનું ફળ પૂજામાં રહેલી હિંસા દ્રવ્યસ્તવમાં કારણભૂત અથવા દ્રવ્યસ્તવ કરતી વખતના અધ્યવસાયરૂપ ભાવનું કારણ બનતી હોવાથી કર્મબંધજનક નથી. દ્રવ્યસ્તવમાં અધિકારીને સ્નાનાદિસામગ્રી પદ્ધતિરૂપ છે, (અથવા બંધાવહાન બનતી આ હિંસા સૂચવે છે કે, દ્રવ્યસ્તવના અધિકારીમાટે સ્નાનાદિ સામગ્રી (આવશ્યક) છે અને તે(=દ્રવ્યસ્તવ કરનારા) હિંસાકર્મથી બંધાતા નથી, કારણ કે અન્યથા દુર્ગતનારી દ્રવ્યસ્તવના ભાવથી દેવલોકમાં ગઇ – તે સંગત નઠરે. છતાં જો દ્રવ્યસ્તવીય હિંસાને કર્મબંધમાં કારણતરીકે સ્વીકારવી જ હોય, તો તેને શુભકર્મબંધના કારણતરીકે જ સ્વીકારવી જોઇએ; કારણ કે પૂર્વોક્તભાવથી એ દ્રવ્યસ્તવીય હિંસા પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત કરાયેલી છે. જેમ સ્વરૂપથી અપ્રશસ્ત રાગ પ્રશસ્ત વિષયક બનવાથી પ્રશસ્ત બને છે, તેમ સ્વરૂપથી અપ્રશસ્ત હિંસાક્રિયા દ્રવ્યસ્તવીય શુભભાવરૂપ પ્રશસ્ત ભાવની સંબંધિની થવાથી પ્રશસ્ત બને છે એવું તાત્પર્ય છે.) શંકા - આગમમાં પૂજાવગેરેમાં પુષ્પાદિસંઘટ્ટનાત્મક અસંયમને બંધમાં કારણ તરીકે બતાવ્યો છે. તેથી તે અપ્રશસ્ત જ છે. સમાધાન - અહીં અસંયમસ્થળે “અ'(=નિષેધ) પ્રસજ્યનિષેધસૂચક નથી(=માત્ર સંયમાભાવસૂચક નથી), પરંતુ પથુદાસનિષેધરૂપ છે. અર્થાત્ સંયમયોગથી વિરુદ્ધ યોગનો સૂચક છે. અર્થાત્ પૂજામાં પુષ્પાદિના સંઘટ્ટાવગેરે હોવાથી તે સંયમીઓના યોગરૂપ નથી, પરંતુ અસંયતોના યોગરૂપ હોવાથી કર્મબંધમાં કારણ છે, પરંતુ પ્રશસ્તભાવથી પ્રશસ્ત કરાયો હોવાથી પુણ્યબંધરૂપ શુભબંધમાં કારણ છે, એવું તાત્પર્ય સમજવાનું છે' એમ ફલિત થાય છે. અસંયતયોગ શુભભાવથી પ્રશસ્ત કરાય તેમાં વાંધો ક્યાં છે? અર્થાત્ ગૃહસ્થોના અસંયમયોગો પણ જો શુભ અધ્યવસાયરૂપ કસ્તુરીથી સુવાસિત હોય, તો પ્રશસ્ત બની શકે છે. પૂર્વપ - ક્રિયાના ઉત્તરકાલે પ્રગટેલા શુભભાવો અપ્રશસ્તને પ્રશસ્ત બનાવી શકે. પણ પૂર્વકાલે રહેલા શુભભાવો શી રીતે પ્રશસ્ત બનાવી શકે? (અનુમોદના કે પશ્ચાત્તાપ ક્રિયાની ઉત્તરે હોય છે – અને તેના કારણે ક્રિયા શુભતા કે અશુભતામાં પરિણામ પામી શકે.)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy