SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ યાગીય ધર્માર્થકવધ અધર્મરૂપ 263 वि य णिगिणे सूत्रकृताङ्ग १/२/१/९ पा. १] इत्यादि। किञ्च येऽर्थाय कामाय धर्माय घ्नन्ति ते मन्दबुद्धय' इति पराभिमत उद्देश्यविधेयभावोऽप्ययुक्तः, अर्थाय घ्नतामानन्दादीनामपि मन्दबुद्धित्वप्रसङ्गात्। किन्तु ये मन्दबुद्धय उक्तकारणैनन्ति, ते प्राणातिपातफलं दुरन्तं प्राप्नुवन्तीति मन्दबुद्धित्वमुद्दिश्यतावच्छेदककोटौ प्रविश्यैव प्रयोगो युक्त इति विवेके न चाशङ्का न चोत्तरमिति श्रद्धेयम्॥५३॥ यो धर्माङ्गतये' त्याद्युक्तमेवोपपादयति यागीयो वध एव धर्मजनकः प्रोक्तः परैः स्वागमे, नास्मिन्नौघनिषेधदर्शितफलं कार्यान्तरार्थाश्रिते। दाहें क्वापि यथा सुवैद्यकबुधैरुत्सर्गतो वारिते, धर्मत्वेन धृतोऽप्यधर्मफलको धर्मार्थकोऽयं वधः॥५४॥ અનંતાનુબંધી માયા વિના સંભવે નહિ. આવી માયા કરનારાઓ અનંતવાર ગર્ભઆદિમાં=સંસારમાં જન્મ પામે છે, એમ સૂત્રકૂતાંગમાં “જઇ વિય ણિગિણે' ઇત્યાદિ સૂત્રથી કહ્યું છે. વળી પ્રતિમાલપકે એમ કહ્યું કે “જેઓ અર્થ, કામ અને ધર્મ માટે હિંસા કરે છે, તેઓ મંદબુદ્ધિવાળા છે.” અહીં હિંસા કરનારાઓ ઉદ્દેશ્ય છે અને તેઓમાં મંદબુદ્ધિ વિધેય છે. પણ આવો ઉદ્દેશ્ય-વિધેયભાવ બરાબર નથી કારણ કે અહીં તમામ હિંસા કરનારાઓ મંદબુદ્ધિવાળા તરીકે સિદ્ધ થાય છે. પ્રતિમાલપક - એમ સિદ્ધ થાય તેમાં શો વાંધો છે? ઉત્તર૫ણ - મોટો વાંધો છે કારણ કે એમ કહેવાથી તો આનંદ વગેરે સમન્વી અને દેશવિરતિધરોને પણ મંદબુદ્ધિવાળા કહેવા પડે. કારણ કે તેઓ પણ અર્થ(=ધનાદિ) માટે આરંભઆદિમાં પ્રવૃત્ત હોવાથી હિંસા કરે છે. (પ્રશ્ન - તેઓને પણ મંદબુદ્ધિવાળા માનવામાં શો વાંધો છે? ઉત્તર : - તેઓને મંદબુદ્ધિવાળા માનવામાં તેઓ પણ પ્રાણાતિપાતના દુરંતફળને પ્રાપ્ત કરે છે તેમ માનવું પડે – પણ વાસ્તવમાં તેમ નથી, કારણ કે સમ્યક્ત દેશવિરતિની હાજરીમાં તેઓ સદ્ધતિનું જ આયુષ્ય બાંધે અને પરંપરાએ સિદ્ધ થાય છે, આમ તેઓ ભાવિભદ્ર હોય છે.) તેથી પ્રસ્તુતમાં મંદબુદ્ધિને ઉદ્દેશ્યતાઅવચ્છેદક બનાવવાનું છે. “મંદબુદ્ધિવાળા' પદને ઉદ્દેશ્યરૂપે લેવાનું છે, તેથી “જે મંદબુદ્ધિવાળા સૂત્રમાં કહેલા કારણોથી હિંસા કરે છે, તેઓ પ્રાણાતિપાતનું દુરંત ફળ પ્રાપ્ત કરે છે.” તેવો પ્રયોગ કરવો જોઇએ. આમ કરવાથી સમ્યત્વી આનંદવગેરે ઉદ્દેશ્ય બનતા નથી. તેઓની હિંસા દુરંતફળા બનતી નથી અને તેઓ મંદબુદ્ધિવાળા સિદ્ધ થતાં નથી. તમામ મંદબુદ્ધિવાળાઓની ધર્માદિતમામહેતુક હિંસાદુરંતફળવાળી બને છે. આમ વિધાન કરવાથી કોઇ આશંકા રહેતી નથી અને તેથી કોઇ ઉત્તરની અપેક્ષા પણ રહેતી નથી. સમ્યક્વીઓની જિનપૂજાદુરંતફળવાળી હિંસારૂપ થતી નથી. (સમ્યકત્વીઓની પૂજા-ઉપદેશઆદિ પ્રવૃત્તિઓમાં અનિવાર્યરૂપે એકેન્દ્રિય જીવોની વિરાધના થતી હોવા છતાં, એ વખતે તેઓનો હિંસાનો કે હિંસાદ્વારા કાર્ય સિદ્ધ કરવાનો કોઇ આશય હોતો નથી, પણ શુભાશયથી જ ધર્મસિદ્ધિનો આશય હોય છે. જ્યારે મંદબુદ્ધિવાળાઓ તો હિંસાદ્વારા જ ધર્મકાર્ય સિદ્ધ કરવા પ્રવૃત્ત થાય છે. એ જ રીતે સમ્યક્વીઓ અર્થપ્રયોજનથી પ્રવૃત્ત થાય છે ત્યારે પણ હિંસાને આવકારદાયક ગણતા નથી, પણ ઓછામાં ઓછો આરંભ થાય એવી જયણાવાળા હોય છે અને થતી હિંસાને પણ અનુમોદનીય માનતા નથી. મંદબુદ્ધિવાળાઓ અર્થાદિ માટે પ્રવૃત્ત થાય છે ત્યારે હિંસાઅંગે નિષ્ફર પરિણામવાળા હોય છે. માટે જયણાવાળા નથી હોતા. તેથી તેઓની હિંસા દુરંતફળવાળી બને છે.) ૫૩. યાગીય ઘમર્થકવઘ અધર્મરૂપ પ૩માં કાવ્યમાં જો ધર્માગતયા ઇત્યાદિ જે કહ્યું, તેને યુક્તિસંગત ઠેરવતા કવિ કહે છે– કાવ્યર્થ -પરદર્શનકારોએ પોતાના આગમમાં યજ્ઞમાં કરાતી હિંસાને જ ધર્મજનક ગણાવી છે. જેમ સારા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy