SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ 2,2 પ્રતિમાશતક કાવ્ય-પ૩) सवसा अवसा दुहओ हणंति। अट्ठा हणंति, अणट्ठा हणंति, अट्ठा अणट्ठा दुहओ हणंति। हस्सा हणंति, वेरा हर्णति, रतिए हणंति, हस्सा वेरा रतिए हणंति। कुद्धा हणंति मुद्धा हणंति, लुद्धा हणंति, कुद्धा मुद्धा लुद्धा हणंति। अत्था हणंति, धम्मा हणंति, कामा हणंति, अत्था धम्मा कामा हणंति'। [प्रश्नव्या. १/३] इति प्रश्नसूत्रमपि व्याख्यातम् । क्रोधादिकारणैर्हन्तॄणां स्ववशाद्यर्थैः प्रपञ्चितानां मन्दबुद्धितयोक्तत्वेऽपि स्वाम्यधिकारे → कयरे ते जे सोयअरिआ, मच्छबंधा, साउणिया, वाहा, कुरकम्मा' इत्याधुपक्रम्य 'सण्णीय असण्णिणो पज्जत्ते अपज्जत्ते य असुभलेस्सा-परिणामा एते अन्ने य एवमादि करेंति पाणाइवायकरणं [प्रश्नव्या. १/४] इत्यतिदेशाभिधानेनाशुभलेश्यानामेव प्राणातिपातकर्तृत्वोपदेशाद्भक्तिरागोपबृंहितसम्यग्दर्शनोल्लासेन प्रशस्तलेश्याकानां देवपूजाकर्तृणां हिंसालेशस्याप्यनुपदेशात् । कथं च शृङ्गग्राहिकयाऽतिदेशेन चैतेषां हिंसकत्वानुक्तावपि तथाप्रलापकारिणां नानन्तसंसारित्वम् ? शासनोच्छेदकारिणीमनन्तानुबन्धिनीमायां विनेदृशप्रलापस्यासम्भवात्। तदुक्तं → 'जई ભગવાનની ભક્તિમાં અનિવાર્ય સંનિધિરૂપે હિંસા હોવા છતાં તે પ્રશ્નવ્યાકરણકારે બતાવેલા સ્વરૂપવાળી ધર્માર્થરૂપ નથી, અને તે ભક્તિ કરનાર મંદબુદ્ધિવાળો પણ નથી. પૂર્વપક્ષ - તો “પ્રશ્રવ્યાકરણ અંગના આ સૂત્રની વ્યાખ્યાનું શું? “સત્વથી રહિત જીવો હિંસા કરે છે. જેઓ અત્યંત મૂઢ છે, તથા ભયંકર આશયવાળા છે; તેઓ ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, શોકથી, વેદાર્થ=વેદોક્ત અનુષ્ઠાન આચરવા ધર્મ માટે, અર્થમાટે, કામ માટે, સ્વાધીનપણે, પરાધીનપણે, પ્રયોજનથી કે પ્રયોજન વિના જ ત્રસજીવોની અને સ્થાવરજીવોની હિંસા કરે છે. મંદબુદ્ધિવાળાઓ સ્વવશ હણે છે, પરવશ હણે છે, સ્વવશપરવશઉભયથી હણે છે, અર્થ માટે હણે છે. અર્થ વિના હણે છે. અર્થ અને અનર્થ ઉભયથી હણે છે. હાસ્યથી હણે છે. વૈરથી હણે છે. રતિથી હણે છે. હાસ્ય, વૈર અને રતિથી હણે છે. કુદ્ધ હણે છે. લુબ્ધ હણે છે. મુગ્ધ હણે છે. કુદ્ધ, લુબ્ધ અને મુગ્ધ હણે છે. ધર્મ માટે હણે છે. અર્થ માટે હણે છે. કામ માટે હણે છે. ધર્મ, અર્થ અને કામ માટે હણે છે. અહીં ધર્મ માટે કરાતી હિંસાને ધર્માર્થ હિંસા કહી વગોવી છે અને આ ધર્માર્થ હિંસા કરનારને મંદબુદ્ધિવાળા કહ્યા છે. ઉત્તરપલ - આસૂત્રની વ્યાખ્યા પણ પૂર્વોક્ત વચનને અનુસારે જ કરણીય છે. અલબત્ત, ક્રોધાદિકારણોથી હિંસા કરનારા અને ‘સ્વવશ'આદિ અર્થોથી સૂચવાયેલા હિંસકોને મંદબુદ્ધિવાળા કહ્યા છે. છતાં પણ એવા મંદબુદ્ધિવાળા કોણ છે?' એ પ્રશ્નના ઉત્તરરૂપે બતાવેલા સ્વામી અધિકારમાં આ પ્રમાણે કહ્યું છે – તેઓ કોણ છે? (કે જેઓ આ પ્રમાણે કૃષિવગેરે હેતુથી હિંસા કરે છે. આના ઉત્તરમાં) જેઓ (ભૂંડ વગેરેની હિંસા કરે છે, તેઓ) શૌકારિક, માછીમારો, પારધીઓ, શિકારીઓ, કૂરકર્મવાળાઓ' ઇત્યાદિ દર્શાવ્યું. તે પછી ‘સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત અને અપર્યાપ્ત અશુભલેશ્યાવાળા પૂર્વે કહેલા અને બીજાઓ આવી બધી જીવવધ ક્રિયા કરે છે.”આ અતિદેશદ્વારા અશુભલેશ્યામાં વર્તતા જીવોને જ જીવવધ કરનારા દર્શાવ્યા છે. ભક્તિના રાગથી પુષ્ટથયેલા સમ્યગ્દર્શનના તરંગથી પ્રશસ્તલેશ્યામાં હિલોળા લેતા જિનપૂજા કરનારાઓને તો હિંસાનો અંશ પણ કહ્યો નથી. વળી સ્વામિનાઅધિકારમાં શૃંગગ્રાલિકા=સ્પષ્ટનામોલ્લેખપૂર્વક કે અતિદેશથી મંદબુદ્ધિવાળા હિંસકોનો નિર્દેશ કર્યો છે. ત્યાં પણ જિનપૂજા કરનારાઓનો ઉલ્લેખ નથી. છતાં જિનપૂજા કરનારાઓ હિંસક છે તેવી બુમરાણ મચાવવામાં શું અનંતસંસાર વધી ન જાય? કારણ કે આવી ખોટી બુમરાણ શાસનનાશક 0 जइ वि य णिगिणे कीसे चरे, जड़ वि य भुंजिय मासमंतसो।जे इह मायादिमिजई, आगंता गब्भादणंतसो॥ इति पूर्णश्लोकः॥ - - - - — — — — — — — — — — — — - - - - - - - - - - - - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy