________________
સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત
2માં
से भयवं ! किं पच्चइयं तेणानुभूयं एरिसं दूसहं घोरदारुणं महादुक्खसंनिवायसंघट्टमित्तियकालं ति ? गो०! जंभणियंतकालसमये जहाणं 'उस्सग्गाववाएहिं आगमो ठिओ, एगतो मिच्छत्तं, जिणाणमाणा अणेगंतो'त्ति एयवयणपच्चइयं । से भयवं! किं उस्सग्गाववाएहिं णं नो ठियं आगमं? एगंतं च पन्नविज्जइ ? गो० ! उस्सग्गाववाएहिं चेव पवयणं ठियं, अणेगंतं च पन्नविज्जइ, णोणं एगंत। णवरं आउक्कायपरिभोगतेउकायसमारंभं मेहुणासेवणं च। एते तओ ठाणंतरे एगतेणं ३ णिच्छयओ ३ बाढं ३ सव्वहा सव्वपयारेहिं णं आयहियट्ठीणं निसिद्धं ति। एत्थं च सुत्ताइक्कमे णं सम्मग्णविप्पणासणं उम्मग्णपयरिसणं। तओ य आणाभंग। आणाभंगाओ अणंतसंसारी। से भयवं! किं तेण सावज्जायरिएणं मेहुणं पडिसेवियं ? उदाहु अपडिसेवियं ? गो० ! णो पडिसेवियं णो अपडिसेवियं। पडिसेवियापडिसेवियं। से भयवं! केणं अटेणं एवं वुच्चइ ? गो० ! जंतीए अज्जाए तक्कालं उत्तिमंगेणं पाए फरिसिए। फरिसिज्जमाणे य णो तेण आउंटिय संवरिए। एएणं अटेणं एवं गो० ! वुच्चइ। से भयवं एदहमेत्तस्स विणं एरिसे घोर विमोक्खे बद्धपुट्ठनिकाइए कम्मबंधे ? गो०! एवमेयंण अन्नहत्ति । से भयवं! तेण तित्थयरणामकम्मगोयं आसकलियं, एगभवावसेसीकओ आसी भवोयहि, ता किमेयमणंतसंसाराहिंडयंति ? गो० ! निययपमायदोसेणं । तम्हा एयं वियाणित्ता भवविरहमिच्छमाणेणं गो० ! सुदिट्ठसमयसारेणं गच्छाहिवइणा કુક્ષિમાં આવ્યો. પોતાના પાપને છાવરવા અને પેટમાં રહેલા ગર્ભને પાડી નાખવા એ પાપી સ્ત્રીએ ગુપ્ત રીતે ખાર ચૂર્ણ વગેરેનું ખૂબ સેવન કર્યું છતાં આયુષ્યની દોરી જોરદાર હોવાથી ગર્ભ પડ્યો નહીં. પરંતુ આ બધા ઝેરી રસાયણોએ ગર્ભના શરીરમાં અનેક વ્યાધિ અને વેદનાઓ ઊભી કરી. ગર્ભમાં જ કોઢ રોગ લાગુ પડી ગયો... અંગો ગળવા માંડ્યા. કૃમિઓના ટોળાઓ શરીરને ખાવા માંડ્યા... ગર્ભવાસના નવમહિનામાં તો નારકના દુઃખોને યાદ કરાવે એવા કષ્ટો સહન કરી પુત્ર તરીકે જનમ્યો. એક તો કુલટાનો પુત્ર, એમાં વળી અનેક રોગોથી ઘેરાયેલો અને ભારે દૌભગ્યનો ઉદય. તેથી બધા લોકો તેની નિંદા-ગઈ-તિરસ્કાર-અપમાન-જુગુપ્સા કરે છે. ખોળામાં લઇ રમાડવાની વાત તો દૂર રહી, આંખેથી જોવા પણ કોઇ તૈયાર નથી. ખાન-પાન અને ભોગોથી વંચિત એ પામર જીવ, ગર્ભકાળથી જ વિચિત્ર પ્રકારના શારિરીક અને માનસિક ત્રાસ-સંતાપથી કરુણાપાત્ર બનેલો એ રાંક જીવ સાતસો વર્ષ બે મહિના અને ચાર દિવસનું આયુષ્ય ભોગવી વ્યંતર દેવ થયો. ત્યાંથી ફરીથી મનુષ્ય થયો. ફરીથી ચાંડાળનેતા બન્યો. દૂર કર્મો કરી ફરીથી સાતમી નરકની મુસાફરી કરી. ત્યાંથી કુંભારને ત્યાં બળદ તરીકે ઉત્પન્ન થયો. બિચારો આખો દિવસ ધુરાને વહન કરે અને શક્તિ બહારનું કામ કરે. સમય જતાં ધુંસરીના સતત ભારને કારણે તેની ખાંધ સડી ગઇ. પાકી ગઇ. એમાં જીવાતો ખદબદવા માંડી. “હવે આની ખાંધ ધૂંસરી માટે અયોગ્ય છે' એમ વિચારી કુંભારે તેની પીઠ પાસેથી કામ લેવાનું શરુ કર્યું. કાળક્રમે પીઠ પણ કોહવાઇ ગઇ. એમાં પણ કૃમિઓ સપરિવાર રહેવા આવી ગયા. ‘હવે સાવ નકામો થઇ ગયો છે ભારરૂપ છે' એમ વિચારી કુંભારે તેને છૂટો મૂકી દીધો. તેની સારસંભાળ છોડી દીધી. પીઠની ચામડી સડી ગઇ. કૃમિઓએ બહાર અને અંદર એના લોહી-માંસની મિજબાની ઉડાવવા માંડી. આ ત્રાસને સહન કરી ઓગણત્રીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રિબાઇ રિબાઇને મર્યો. પછી “મહાધન' નામના શેઠને ત્યાં પુત્રતરીકે જન્મ પામ્યો. પણ બિચારો જન્મથી જ અનેક રોગોથી ઘેરાયેલા શરીરવાળો હતો. વમન-વિરેચન વગેરે તથા ખાર-ક્ષાર, કડવી-તીખી-તૂરી, ત્રિફળા વગેરે દવાઓ અને ઉકાળાઓના સહારે વ્યાધિના અગ્નિને ઠારવા પ્રયત્ન કરે છે. પણ પીડાઓ ઘટવાને બદલે વધતી ગઇ. દવાઓ જ પીડાકારક બની ગઇ. શીરાવેધ વગેરે રોગોથી નિત્ય પીડિત અને
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
0 મત્ર ‘ાવાવતિ પ્રતાન્તરે I © દ્રવ્યો માવત તિ પ્રતાન્તરે સૂતિના