SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમતનિરાસ 19) संसारिदेवत्वं च देवगतिनामकर्मोदयवत्त्वं, संसारिषु संसारगामिनामितरेषु चेतरेषां भक्तिः स्वरससिद्धेति योगतन्त्रप्रसिद्धम् । तदुक्तं योगदृष्टिसमुच्चये→ 'संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनः तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ [गा. १११] इति । स्वाहास्वधान्यतरस्यैव मन्त्रत्वमित्ययमपि नैकान्तो, मन्त्रन्यासे नमःपदस्यापि तत्त्वश्रवणात्। तदुक्तम् → 'मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम। मन्त्रः परमो ज्ञेयो, मननत्राणे ह्यतो નિયમ' [ષોડશક૭/૧૧] તિા આપત્તિ છે, તે હવે નહિ, કારણકે સકળ મંત્રકરણક હથિમાં પત્ની ઉદ્દેશ્ય બનતી નથી, પણ અમુક ત્યાગવિશેષમાં જ બને છે. તેથી એમાં રહેલી ઉદ્દેશ્યતા “મંત્રકરણ...' ઇત્યાદિ વિશેષણથી વિશિષ્ટ=અવચ્છિન્ન નથી. “મંત્રકરણક.” ઇત્યાદિ વિશેષણથી વિશિષ્ટ-અવચ્છિન્ન-સકળ મંત્રકરણક હથિમાં રહેલા સ્વત્વફળની ઉદ્દેશ્યતા માત્ર ઇન્દ્રાદિ વિશિષ્ટ વ્યક્તિઓમાં જ હોવાથી તેઓ જ દેવતા તરીકે ઇષ્ટ છે. તૈયાયિકમતનિરાસ નૈયાયિકોની ઉપરોક્ત ચર્ચા તથ્યહીન છે, કારણ કે અધ્યાત્મયોગી પુરુષો માટે તો વીતરાગ દેવો જ ઉપાસનીય-ઉપાસના કરવા યોગ્ય તરીકે પ્રસિદ્ધ છે. આ વીતરાગદેવ રાગના અંશમાત્રથી પણ રહિત છે. તેથી તેઓને અહંકાર કે મમકાર વગેરે હોય નહિ. તેથી જગતમાં એવી કોઇ વસ્તુ જ નથી કે, જેના પર તેઓ માલિકીના ભાવપૂર્વક હું અને મારું એવું ગણિત માંડે. આમ યોગીઉપાસનીય કોઇ વીતરાગદેવ મંત્રદ્વારા જેને ઉદ્દેશીને ત્યાગ થાય છે તે હું “આ મને ઉદ્દેશીને ત્યાગ થાય છે, માટે આ મારું આ રીતે અહંકાર ખમકારરૂપ સ્વત્વનું આધાર ક્યાંય પણ કરતાં નથી. ટીકામાં તત્રિરૂપિત...... ઇત્યાદિમાં ત–વીતરાગદેવતા એવો અર્થ લેવો. જેઓ રાગથી પીડાતા હોય, તેઓ જ ઈશ્વરને સરાગી કલ્પ. જો ‘વીતરાગને ઉદ્દેશીને કરાતી મંત્રપૂર્વકની ક્રિયા પોતાના ભાવને અનુસાર ફળ આપે” એમ સ્વીકારીએ (વીતરાગને ઉદ્દેશીને કરાયેલી ક્રિયાથી વીતરાગ નથી પ્રસન્ન થવાના કે નથી કોઇ પ્રકારનું ફળ આપવાના. પરંતુ તે ક્રિયાવખતે પોતાના જ ચિત્તમાં જેવા પ્રકારના તીવ્ર મંદ અધ્યવસાય ઉત્પન્ન થાય, તેવા પ્રકારનું ફળ પોતાને મળે છે. એટલે ફળમાં કારણ ભાવ” છે. આ ભાવને પ્રગટાવે છે ક્રિયા. અને ક્રિયામાં પ્રયોજક-આલંબન બને છે વીતરાગ.) તો મંત્રપૂર્વકની ઉપાસનારૂપ વિધિનું જે આલંબન બને, એ દેવતા. અર્થાત્ જે વ્યક્તિને અવલંબીને મંત્રયુક્ત ઉપાસનાની વિધિ થાય, તે વીતરાગ જ દેવતા છે. અહંકાર અને મમકાર કરવાના સ્વભાવવાળા સંસારી દેવો દેવગતિ' નામકર્મના ઉદયને કારણે દેવતરીકે છે. આ દેવો સરાગી છે. તેમની ઉપાસના સંસારમાં જ ભ્રમણ કરનારા સંસારરસિક જીવો સ્વશ્રદ્ધાથી કરે છે અને મોક્ષને પામેલા વીતરાગ દેવોની ભક્તિ સ્વશ્રદ્ધાથી મુમુક્ષુઓ કરે છે, એમ યોગગ્રંથોમાં પ્રસિદ્ધ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું જ છે કે – “તત્કામગામીઓ(=સંસારીદેવદાયઃદેવગતિમાં જનારાઓ)ની ભક્તિ સંસારી દેવોપર જ હોય છે અને સંસારાતી(=મોક્ષ) માર્ગે જવાવાળાઓની ભક્તિ સંસારથી અતીત થયેલાઓ(=મોક્ષ પામેલા) પર જ હોય છે.” વળી “સ્વાહઅને ‘સ્વધા આ બેમાંથી અન્યતરજ મંત્ર છે, તેવો એકાંત નથી, કારણકે મંત્રન્યાસમાં નમઃ પદ પણ મંત્રતરીકે માન્ય છે, તેમ સંભળાય છે. (તેથી નૈયાયિકે કરેલા લક્ષણમુજબ તો “પ્રેત’ પણ દેવતા બને, કારણ કે પ્રેતને ઉદ્દેશીને નમઃ મંત્રપૂર્વક ત્યાગ કરાય છે.) કહ્યું જ છે કે – “(જિનબિંબમાં) મંત્રન્યાસ કરવો. પ્રણવ (૩ૐકાર) અને નમઃપદપૂર્વકનું તે ભગવાનનું નામ(જે ભગવાનના બિંબપર મંત્રજાસ કરાય તે ભગવાનનું નામ) મંત્રરૂપ છે. (દા.ત. ૩ૐ નમઃ ઋષભાય) આ જ શ્રેષ્ઠ મંત્ર છે, કારણ કે નિશ્ચયથી આ જ (પ્રણવ અને નમઃ યુક્ત પરમાત્માનું નામ) મનન (ચિંતન-જાપ) યોગ્ય છે અને આ જ ત્રાણ(=રક્ષક) છે.” (મનન કરાતું જે રક્ષણ કરે, તે મંત્ર એવી વ્યુત્પત્તિ છે.)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy