SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 198 પ્રતિમાશતક કાવ્ય-૩૪) तद्विनापि प्रतिग्रहमात्रादेव तत्स(स्व)त्वसम्भवात् । अदृष्टजनकत्वेन वा त्यागो विशेषणीयः, स्वाहेत्यनेन ब्राह्मणाय त्यागो नादृष्टहेतुः । पामरेण मन्त्रं विनापीश्वराय त्यागे ईश्वरस्य देवतात्वं मन्त्रकरणकत्यागान्तरमादाय । उद्देश्यत्वं उद्देश्यतावच्छेदकावच्छिन्नोपलक्षकम्। केवलपत्न्या देवतात्ववारणाय विशिष्टत्वेनोद्देश्यत्वाद्विशिष्टस्यैव देवतात्वात्' इत्याहुः, तद्वालचापलमात्रम्। ___ योगिनामुपासनीयाया वीतरागदेवताया एव प्रसिद्धेरहङ्कारममकारात्मकस्वत्वस्य तन्निरूपितस्य कुतोऽपि क्वचिदप्याधानाऽसम्भवात्, सरागेश्वरदेवतायाश्च रागविडम्बितैरेवाभ्युपगन्तुमर्हत्वाद्।वीतरागोद्देशेन कृतात्समन्त्रात्कर्मणोऽध्यवसायानुरोधिफलाभ्युपगमे तु मन्त्रकरणकोपासनेतिकर्त्तव्यतालम्बनत्वमेव देवतात्वमिति युक्तम्। તૈયાચિકમતે દેવતાનું સ્વરૂપ મંત્રરૂપ કરણથી હવિ(=વજ્ઞમાં હોમાતા ઘી વગેરે) માં રહેલા ફળના સ્વામી ભોક્તા તરીકે જેનો ઉદ્દેશ હોય, તે દેવતા. આ પ્રમાણે દેવતાનું લક્ષણ બાંધવાથી ક્યાંક ઇન્દ્ર વગેરે દેવતાને ચતુર્થી વિભક્તિન લાગી હોય, તો પણ તેઓ હવિના સ્વામી તરીકે ઉદ્દેશ્ય થતા હોવાથી દેવતાતરીકે સિદ્ધ થાય છે. અહીં હરિમાં ઉત્પન્ન થતા સ્વર્ગવગેરે ફળના આશ્રયસ્વામી યજ્ઞકર્તામાં અતિવ્યામિ નહિ આવે. યજ્ઞ ત્યાગજન્ય સ્વર્ગફળનો સ્વામી છે, જ્યારે દેવતા તો મંત્રજન્ય હવિનિષ્ઠ સ્વત્વ ફળના સ્વામી છે. શંકા - જ્યાં મંત્રોચ્ચાર વિના માત્ર “ઇન્દ્રાય સ્વાહા' એટલા જ ઉચ્ચારથી યજ્ઞમાં હવિ હોમાતું હોય, ત્યાં મંત્રના અભાવથી હવિમાં સ્વત્વ ફળ ઉત્પન્ન થશે નહિ. તેથી તેના સ્વામી તરીકે ઇન્દ્રવગેરે સિદ્ધ નહીં થવાથી ઇન્દ્રવગેરે દેવતા તરીકે સિદ્ધ નહીં થાય. સમાધાન - એમ નથી. અન્યત્ર જ્યાં મંત્રોચ્ચારપૂર્વક હવિનો ત્યાગ થાય છે, ત્યાં સ્વત્વફળના સ્વામી તરીકે અને દેવતાતરીકે ઇન્દ્રવગેરે સિદ્ધ છે. તેથી પ્રસ્તુતમાં પણ તેઓ દેવતાતરીકે માન્ય જ રહે છે. વળી “સ્વાહા' અને સ્વધા” આ બેમાંથી એક પદ પોતે જ પ્રસ્તુતમાં મંત્રરૂપ છે. આ મંત્રથી હવિમાં સ્વત્વફળ પેદા થશે જ અને તેના સ્વામી તરીકે ઇન્દ્રાદિ દેવતાઓ સિદ્ધ થશે. પિતાવગેરે=દેવગતપૂર્વજોને “સ્વધા” પદથી ત્યાગ કરાય છે, માટે તેઓ દેવતારૂપ છે. પ્રેત વગેરેને માત્ર “નમ' પદથી ત્યાગ કરાય છે. માટે તેઓ દેવતારૂપ નથી. શૂદ્ર-હરિજનોના પૂર્વજો પણ દેવતા છે, કારણ કે તેમનામાટે કરાતા ત્યાગમાં મંત્ર બ્રાહ્મણો બોલે છે. જ્યાં બ્રાહ્મણાય સ્વાહા” એવા ઉચ્ચારપૂર્વક બ્રાહ્મણમાટે ત્યાગ કરાય છે, ત્યાં “સ્વાહા' પદ બ્રાહ્મણના સ્વત્વમાં હેતુ નથી, કારણ કે સ્વાહા પદના પ્રયોગ વિના પણ બ્રાહ્મણ ગ્રહણ કરે તેટલામાત્રથી બ્રાહ્મણનું સ્વત્વ સંભવી શકે છે. અથવા તો જે ત્યાગ અષ્ટજનક હોય, તે ત્યાગમાં જ હવિનિષ્ઠ ફળના ભાગી તરીકે જેનો ઉદ્દેશ હોય, તે દેવતા. એ પ્રમાણે ત્યાગનું “અદૃષ્ટજનતત્વ (=“અદૃષ્ટજનક પદ) વિશેષણ રાખવું. “સ્વાહા' થી થતો બ્રાહ્મણમાટેનો ત્યાગ અદષ્ટનો હેતુ નથી. તેથી બ્રાહ્મણમાં દેવતાત્વ અસિદ્ધ છે. કોઇ મંત્રવગેરેને નહિ જાણતો પામર અજ્ઞ જીવ મંત્ર વિના પણ ઈશ્વરને અપેક્ષીને ત્યાગ કરે, તો પણ ઈશ્વરનું દેવતાત્વ અસિદ્ધ કરતું નથી, કારણ કે અન્યત્ર મંત્રકરણક ત્યાગસ્થળે ઈશ્વરનું દેવતાપણું સિદ્ધ છે. ટીકામાં મંત્રકરણક...” ઇત્યાદિ જે કહ્યું છે, ત્યાં “ઉદ્દેશ્યપદથી ઉદ્દેશ્યસામાન્યનું ગ્રહણ નહીં કરવું, કારણ કે આ “ઉદ્દેશ્ય પદ ઉદ્દેશ્યતાઅવચ્છેદકથી અવચ્છિન્ન ઉદ્દેશ્યનું ઉપલક્ષક છે. અર્થાત્ “મંત્રકરણકઇત્યાદિ વિશેષણથી વિશિષ્ટ - અવચ્છિન્ન ઉદ્દેશ્યતા જેનામાં હોય, તેવા જ ઉદ્દેશ્યનો અહીં સ્વીકાર કરવો, પાર્વણ આદિમાં સ્વત્વના ભાગ તરીકે (=ઉદ્દેશ્ય તરીકે) માત્ર પત્ની પણ સંમત છે. તેથી પત્નીમાં ઉપરોક્ત લક્ષણના બળે દેવતાત્વ' આવવાની જે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy