SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ 168 પ્રતિમાશતક કાવ્ય-૩૦) रम्भिकी, शुभयोगप्रत्यया च नेत्यपि वक्तुं शक्यं, विप्रतिषेधादेकेन्द्रियादौ सर्वविरत्यभावस्यैवारम्भिकीप्रयोजकत्वाच्च। किञ्च, प्रमत्तान्तस्य प्रज्ञापनायामारम्भिक्युपदेशान्यायसाम्यादुक्त आर्थोऽतिदेशो युक्त एव। अत एव स्वपरतदुभयभेदेन त्रिधा पारितापनिक्यामुक्तायामेवं सति लोचकरणतपोऽनुष्ठानाकरणप्रसङ्गो विपाकहितत्वेन चिकित्साकरणन्यायेनाध्यात्मशोधनेनैवाभिहितः। नन्वेवमविरतसम्यग्दृष्ट्यादेरपि देवार्चनादिशुभयोगसत्त्वेऽऽ પૂર્વપક્ષ - દેશવિરતને દેશથી અવિરતિ સતત રહી છે, તેથી અવિરતિની અપેક્ષાએ આરંભિકી ક્રિયા અને પૌષધવગેરે શુભયોગને આશ્રયી અનારંભિકી ક્રિયા આમ એક કાળે પણ બે ક્રિયા સંભવી શકે છે. ઉત્તરપક્ષ - એકકાળે પરસ્પર વિરોધી બે ક્રિયાનો નિષેધ છે. (આગળ ઉપર આની ચર્ચા કરશે.) વળી એકેન્દ્રિય વગેરેની આરંભિકી ક્રિયામાં સર્વવિરતિના અભાવને જ પ્રયોજક તરીકે બતાવ્યો છે. (‘સર્વવિરતિનો અભાવ થી અહીં વિરતિનો સર્વથા અભાવ=અંશથી પણ વિરતિ ન હોવી તેવો અર્થ ઇષ્ટ લાગે છે.) દેશવિરતને સર્વવિરતિનો અભાવ નથી. પણ દેશથી (આંશિક) વિરતિનો અભાવ છે. માટે તેઓની ક્રિયાને દેશથી અવિરતના બળપર આરંભિકી કહેવી યોગ્ય નથી. (‘દેશવિરતના પ્રમત્તયોગો આરંભરૂપ છે અને અપ્રમત્તયોગો અનારંભરૂપ છે, જેમકે સર્વવિરતિધરના પ્રમત્ત અને અપ્રમત્તયોગો' એ પ્રમાણે અનુમાન કરી શકાય, અહીં અવિરતિધરના દષ્ટાંતથી પ્રતિ અનુમાન આપવું યોગ્ય નથી, કારણ કે અવિરતિ સહજપ્રાપ્ત છે. જ્યારે દેશવિરતિ સર્વવિરતિની જેમ પ્રયત્ન પ્રાપ્ત છે. પ્રયત્નપ્રાપ્તપણાનું સાધર્મે બળવાન હોવાથી જ દેશવિરતમાં પ્રમત્તસંયતનું દૃષ્ટાંત યોગ્ય છે નહિ કે અવિરતિધરનું. તેથી જ દેશવિરતમાં પ્રમત્તસંયતનો અતિદેશ યોગ્ય છે – એમ મને ભાસે છે.) પ્રજ્ઞાપનામાં પ્રમત્તવિરતિધરસુધીના જીવોને આરંભિકી ક્રિયા બતાવી છે. સર્વવિરતિધરને આ આરંભિકી ક્રિયાના સદ્ધાવમાં પ્રમાદ પ્રયોજક છે. તેથી વિરતિના સામ્યથી અને પ્રમાદના સામ્યથી દેશવિરતમાં પ્રમત્ત સર્વવિરતનો કરેલો અર્થથી (સૂત્રમાં સાક્ષાત્ નહીં કહેવાયેલો હોવા છતાં તાત્પર્યથી) અતિદેશ જ યોગ્ય છે. તેથી દેશવિરતને પણ આરંભિકી ક્રિયા પ્રમાદના યોગમાં જ માનવી સંગત છે. અલબત્ત, પ્રમત્તસંયતના પ્રમાદ કરતાં દેશવિરતનો પ્રમાદ વધુ પ્રમાણમાં છે. તેથી પ્રમાદના અભાવમાં – શુભયોગમાં જેમપ્રમત્તસંયતની ક્રિયા અનારંભરૂપ છે, તેમ દેશવિરતની પણ જિનપૂજાવગેરે ક્રિયા અનારંભરૂપ જ છે. પૂર્વપક્ષ:-દેશવિરતની જિનપૂજાવગેરે ક્રિયાઓ સ્પષ્ટપણે આરંભરૂપદેખાય છે. છતાં પણ માત્ર અપ્રમાદને કારણે કે અધ્યાત્મશુદ્ધિના નામપર એ ક્રિયાને અનારંભરૂપ કહેવી શું સંગત છે? અધ્યાત્મશુદ્ધિથી ક્રિયાશુદ્ધિ ઉત્તરપક્ષ:- હા, સંગત છે! અપ્રમાદ અને અધ્યાત્મશુદ્ધિ આ બે એવા તત્ત્વ છે, કે જે દેખાતી આરંભિકી આદિ ક્રિયાને પણ અનારંભિકી આદિરૂપે ફેરવી નાંખે છે. બોલો, પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની છે? (પારિતાપનિકી =પરિતાપને પેદા કરનારી ક્રિયા) પૂર્વપક્ષ - ત્રણ પ્રકારે છે (૧) સ્વને પરિતાપજનક (૨) પરને પરિતાપજનક અને (૩) ઉભયને પરિતાપજનક. ઉત્તરપ - બરાબર, શું આ પારિતાપનિકી ક્રિયા કરવા યોગ્ય છે? પૂર્વપ:- ના, પોતાને, બીજાને કે ઉભયને પીડા થાય તેવી કોઇ ક્રિયા કરવાની નથી. માટે જ આત્મહત્યા આદિનો પણ નિષેધ છે. ઉત્તરપક્ષ - બરાબર ! આનો અર્થ એ થયો ને, કે સાધુએ લોન્ચ કરવો કે કરાવવો ન જોઇએ, તપ કરવો જોઇએ નહિ કે તડકામાં આતાપના લેવી, વગેરે કરવું જોઇએ કારણ કે આ બધામાં પીડા થવાનો સ્પષ્ટ સંભવ છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy