SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દિશવિરતમાં પ્રમત્તસંયતનો અતિદેશ 167 सूक्ष्मैकेन्द्रियादीनां नात्मारम्भकत्वादिकं साक्षादस्ति, तथाप्यविरतिं प्रतीत्य तदस्ति तेषां, न हि ते ततो निवृत्ताः। अतोऽसंयतानामविरतिस्तत्र कारणमिति । निवृत्तानांतु कथञ्चिदात्माघारम्भकत्वेऽप्यनारम्भकत्वम् । यदाह → 'जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्णस्स।सा होइ णिज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स'। त्ति [ओघनियुक्ति ७५९] से तेणटेणं'त्ति अथ तेन कारणेनेत्यर्थः । इति वृत्तौ॥ __ अत्र संयतासंयतानां पृथगनुपदेशादसंयतातिदेशस्यान्याय्यत्वे प्रमत्तसंयतातिदेश एव न्याय्यः। तथा च देवार्चादौ शुभयोगसत्त्वात्कथं तेषामारम्भः ? न चारम्भानारम्भस्थानसत्त्वात्तेषामुभयसम्भवः। कालभेदेन तत्सत्त्वस्य प्रमत्तसंयतेऽप्युक्तत्वादेकदा तत्सत्त्वस्य पौषधादावतिप्रसक्तत्वात्। न च देशाविरतिसत्त्वात्तत्प्रत्ययाતેઓને અવિરતિ બેઠી છે. તેઓ અવિરતિમાંથી (ક તેના કારણે આરંભમાંથી) નિવૃત્ત થયા નથી. (આટલો ખ્યાલ હંમેશા રાખવો કે - જ્યાં સુધી જેની સાથેના સંબંધનો છેડો સભાનપણે ફાડવામાં ન આવે, ત્યાં સુધી તેની સાથે સંબંધ ચાલુ જ રહે છે. એકેન્દ્રિયોએ આરંભસાથે છેડો ફાડ્યો નથી, તેથી તેઓ આરંભી જ ગણાય છે.) આમ આરંભવગેરેમાંથી અવિરતિ જ તેઓ આત્મઆરંભીવગેરે હોવાનું કારણ છે. અને જેઓએ સભાનપણે આરંભને જલાંજલિ આપી છે - જેઓ આરંભમાંથી નિવૃત્ત થયા છે, તેઓ કદાચ કોઇક આપવાદિક કારણસર આત્મારંભીવગેરેરૂપ દેખાતા હોય, તો પણ વાસ્તવમાં તો અનારંભી જ છે. કહ્યું જ છે કે – “સૂત્રવિધિથી સમગ્ર તથા અધ્યાત્મવિશુદ્ધિથી સભર અને જયણાથી પરિપૂર્ણ વ્યક્તિથી જે કોઇ વિરાધના (વ્યવહારથી-દેખાવથી) થાય તે વિરાધના પણ નિર્જરા માટે થાય છે.... સેતેણઠેણં’=તે કારણથી. દેશવિરતમાં પ્રમસંવતનો અતિદેશ પ્રશ્ન:- પ્રશમિ સૂત્રના ઉપરોક્ત આલાપકમાં આરંભી અને અનારંભીનું સ્વરૂપ બતાવ્યું. પરંતુ તેમાં સંયતાસંવત-દેશવિરતઅંગે ઉલ્લેખ નથી. તેથી તેની બાબતમાં કોની જેમ સમજવું? પ્રમત્તસંયતની જેમકે અવિરતની જેમ? ઉત્તરઃ- દેશવિરતમાં અસંયતનો અતિદેશ વાજબી નથી. તેથી દેશવિરતની ક્રિયા અવિરતની ક્રિયા તુલ્ય સમજવી નહિ. (દશવિરતમાં સર્વથા અવિરતિ નથી. પણ અંશે વિરતિ છે. અને અંશમાં અંશીનો ઉપચાર યોગ્ય છે. તેથી દેશવિરતમાં પ્રમત્તસંયતનો અતિદેશ યોગ્ય છે, એમ સમજી શકાય.) તેથી પ્રમત્તસંયતની ક્રિયાઅંગે કરેલી પ્રરૂપણા જ દેશવિરતની ક્રિયાઅંગે સમજવી. તેથી દેશવિરતની જિનપૂજાવગેરે ક્રિયાઓ શુભયોગરૂપ હોવાથી શી રીતે તેઓની આ જિનપૂજાદિ ક્રિયાને આરંભિકી ગણી શકાય? અને જિનપૂજા કરતી વખતે તેઓને શી રીતે આરંભક ગણી શકાય? પૂર્વપલ - દેશવિરતના પગ તો દૂધમાં પણ છે અને દહીંમાં પણ છે. દેશવિરત અવિરતિના અંશથી અવિરત હોવાથી તેટલા અંશે આરંભક છે. તથા વિરતિના અંશે સર્વવિરત તુલ્ય હોવાથી તેટલા અંશે અનારંભક છે. આમ દેશવિરતને આરંભસ્થાન અને અનારંભસ્થાન આ બન્ને હોવાથી તેઓને ઉભય માનવા જોઇએ. (ઉભય=આરંભ અને અનારંભ આ બન્ને) ઉત્તરપક્ષ - દેશવિરતને આરંભના અને અનારંભના સ્થાનો એક કાળે છે કે ભિન્ન કાળે? ભિન્ન કાળે તો આ બન્ને સ્થાનો પ્રમત્ત સંયતને પણ બતાવ્યા છે. તેથી પ્રમત્ત સંયતનો અતિદેશ કરવામાં દોષ નથી. જો દેશવિરતને સમાનકાળે ઉભયસ્થાન માનશો, તો શ્રાવક આહાર, વ્યવહાર, અબ્રહ્મચર્ય અને શરીરસત્કાર આ ચારનો ત્યાગ કરીને પૌષધ કરે, ત્યારે પણ આરંભ અને અનારંભ ઉભયમાનવા પડશે. જ્યારે તમને પણ પૌષધ અનારંભ તરીકે જ સંમત છે. આમ અતિપ્રસંગનો દોષ છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy