SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમારાતક કાવ્ય-૨૭ 154 मस्ति, अतो नानुमोद्यमिति विपर्ययपर्यवसानम् । तथा चैतत्तर्कसहकृतान्मिश्रत्वादिहेतोरननुमोद्यत्वसिद्धिरित्यर्थः । अत्रोत्तरम् - सत्यं, यत्त्वयाऽऽपाततः प्रसञ्जनं कृतं, परं केवलस्य साहचर्यस्य कलनात्=पुरस्करणादनुमानप्रथा प्रसङ्गापादननिष्ठा नेष्टा । न हि साहचर्यमात्रं व्याप्तिः पार्थिवत्वलोहलेख्यत्वयोरपि तत्प्रसङ्गात् । तथा च तर्कमूलव्याप्त्यसिद्धेर्मूलशैथिल्यदोष इत्यर्थः । यद्यदनुमोद्यं तत्तत्कर्त्तव्यमित्यत्र नियतसाहचर्याद्व्याप्तिरस्त्येवेत्यत्राह વ્યાપ્તિ: હ્રાપિ રાતા=પૂરે નષ્ટા, માત્? સ્વરૂપનિયાપારાત્=સ્વરૂપનિરવદ્યાવારાવુપાયે: / યત્ર સાધુત્ત્તવ્યત્વ, तत्र स्वरूपतो निरवद्यत्वं; यत्र च तदनुमोद्यत्वं, तत्र स्वरूपतो निरवद्यत्वमिति नास्ति (नियम:); कारणविहितानां वर्षाविहारादीनां, नद्युत्तारादीनां संयत्यवलम्बनादीनां चानुमोद्यत्वेऽपि स्वरूपनिरवद्यत्वाभावात्। तथा च, (૨) દ્રવ્યસ્તવને અનુમોદનીય માનવામાં દ્રવ્યસ્તવને કર્તવ્ય માનવાનો અનિષ્ટ પ્રસંગ દર્શાવવા માંગો છો ? અહીં પ્રથમપક્ષ તો સંભવે જ નહિ, કારણ કે ‘દ્રવ્યસ્તવ સાધુને કર્તવ્ય છે’ એ સિદ્ધાંત તમને ઇષ્ટ નથી. પૂર્વપક્ષ :- અમારે તો તમને આપત્તિ આપવી છે. તેથી દ્રવ્યસ્તવને અનુમોદ્ય માનવામાં કર્તવ્ય માનવાનાં પ્રસંગરૂપ બીજો વિકલ્પ જ અમને ઇષ્ટ છે. અનુમોદ્યતા અને કર્તવ્યતા વચ્ચે વ્યાપ્તિ છે. જે જે અનુમોદનીય હોય, તે તે કર્તવ્ય હોય જ, જેમકે વંદનવગેરે. તેથી જે કર્તવ્ય હોય, તે જ અનુમોદનીય બને તેમ સિદ્ધ થાય છે. જે કર્ત્તવ્ય નથી, તે અનુમોદનીય પણ નથી, જેમકે હિંસાવગેરે. તેથી જો દ્રવ્યસ્તવ કર્ત્તવ્ય ન હોય, તો અનુમોદનીય પણ બનવો જોઇએ નહિ. જો તે અનુમોદનીય હોય, તો કર્તવ્ય પણ થવો જ જોઇએ. પણ તમને પણ દ્રવ્યસ્તવ મુનિને કર્ત્તવ્ય તરીકે ઇષ્ટ નથી. તેથી દ્રવ્યસ્તવ અનુમોદનીયતરીકે પણ સિદ્ધ નથી. આમ તમારી કલ્પનાથી વિપરીત સિદ્ધ થાય છે. આ વિપર્યયબાધકતર્કની સહાયથી અમારા પૂર્વોક્ત અનુમાનમાં ‘મિશ્રત્વ’ હેતુથી દ્રવ્યસ્તવ અનનુમોદનીય સિદ્ધ થાય છે. (દ્રવ્યસ્તવ હિંસાથી મિશ્ર હોવાથી સાધુમાટે અકર્તવ્યરૂપ છે અને તેથી જ અનનુમોદનીય પણ બને છે.) ઉત્તરપક્ષ :- તમારો તર્ક પ્રથમ દૃષ્ટિએ જ રળિયામણો છે. પણ ઊંડા ઉતરતા તો તર્કનો જ અભાવ દેખાય છે. તમે આપેલો અનિષ્ટ પ્રસંગ પ્રથમનજરે સાચો લાગે છે. પણ તમે એ વાત ભૂલી ગયા કે તમે આપેલા પ્રસંગમાં તમે જે અનુમાનનો આધાર લીધો, તે અનુમાનમાં સાધ્ય-હેતુ વચ્ચે તમે માત્ર સાહચર્ય જ જોયું, વ્યાપ્તિ નહીં. ક્યાંક મળતા સાહચર્યમાત્રથી વ્યાસિ જોડવી ઠીક નથી. કર્રાવ્યતા અને અનુમોદ્યતાની કેટલાક સ્થળોએ સાથે હાજરી અને કેટલાક સ્થળોએ ગેરહાજરી જોવામાત્રથી એકની હાજરીમાં બીજાની હાજરી હોય જ, તેવું અનુમાન કરી પ્રસંગ આપવો સંગત નથી. (પૂર્વપક્ષ :- ‘દ્રવ્યસ્તવ સાધુને અનુમોદનીય છે' તે સાંભળી સાહચર્યના બળપર ‘તો તો કર્તવ્ય પણ હોવો જોઇએ’ તેવું અનુમાન કરી સાધુને દ્રવ્યસ્તવ અનુમોદનીય માનવામાં કર્તવ્ય પણ માનવાનો પ્રસંગ દર્શાવે છે. પણ તે બરાબર નથી.) અન્યથા તો, આરસવગેરે પત્થર પાર્થિવ છે (પૃથ્વીનો વિકાર છે) અને લોહલેખ્ય છે (લોખંડના ટાંકણાથી તેનાપર લેખન થઇ શકે છે) આ સાહચર્યના બળપર ‘જે જે પાર્થિવ હોય, તે તે લોહલેખ્ય હોય’ તેવી વ્યાપ્તિ કરવાનું અને તેના બળપર ‘માટીનો પિંડ પાર્થિવ છે’ તેટલું જાણવામાત્રથી ‘તો તો માટીનો પિંડ લોહલેખ્ય હોવો જોઇએ’ તેવા અનુમાનનો પ્રસંગ આવશે. આમ તર્કના પાયાપર રચાયેલી વ્યાપ્તિ સિદ્ધ થતી ન હોવાથી તમારા અનુમાનનું મૂળ જ નિર્બળ છે. પૂર્વપક્ષ – કર્તવ્યતા અને અનુમોદનીયતા વચ્ચે માત્ર સાહચર્ય છે, તેવું નથી; પરંતુ વ્યાપ્તિ પણ છે. ‘જેજે અનુમોદનીય હોય તે-તે કર્ત્તવ્ય પણ હોય, જેમકે જિનવંદનાદિ’ તેવી સબળ વ્યાપ્તિ છે. ઉત્તરપક્ષ :- તમારી આ વ્યાપ્તિ બચારી ઉપાધિરૂપ ડાકણના વળગાડથી ક્યાંય ભાગી ગઇ છે ! અર્થાત્ તમારી વ્યાપ્તિને ‘સ્વરૂપથી નિરવઘઆચાર’ રૂપ ઉપાધિ લાગેલી હોવાથી વસ્તુતઃ તે વ્યાપ્તિ જ નથી. સ્વરૂપથી નિરવદ્ય હોય, તેવા જ અનુમોદનીય આચારો સાધુને કર્તવ્ય છે, નહિ કે બીજા સ્વરૂપસાવદ્ય અનુમોદનીય આચારો.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy