SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 119. દિવોમાં ધર્મસૂચક ગુણો ये 'अधार्मिका देवा' इति वदन्ति, तैस्तद्वर्णवादस्य मूलतोऽपहस्तितत्वात् स्वकरेण स्वशिरसि रजः क्षिप्यते इति ज्ञेयम्। अत एव सत्यप्यसंयतत्वे निष्ठुरभाषाभयानो संयतत्वमागमे तेषां परिभाषितम्। 'नो धर्मिण' इति तु कुमतिग्रस्तैः प्रतिक्रियमाणं न क्वापि श्रूयते, धर्मसामान्याभावप्रसङ्गेन तथावक्तुमशक्यत्वात्, उपपादितं चैतन्महता प्रबन्धेन देवधर्मपरीक्षायामस्माभिरित्युपरम्यते॥१६॥अथ देवेषु धर्मस्थापकान् गुणानेव दर्शयन् परानाक्षिपतिशक्रेऽवग्रहदातृता व्रतभृतां निष्पापवाग्भाषिता, सच्छर्माद्यभिलाषिता च गदिता प्रज्ञप्तिसूत्रे स्फुटम्। इत्युच्चैरतिदेशपेशलमतिः सम्यग्दृशां स्व:सदाम्, धर्मित्वप्रतिभूः खलस्खलनकृद् धर्मस्थितिं जानताम्॥१७॥ આ જિનપૂજાદિ આચાર પૂર્વભવીય વિપક્વતપાદિનાફળભૂત હોવાથી સૂત્રકારશ્રીએ વિપક્વતપાદિ વિશેષણ મુકી સાધકોને સાવધાની આપી છે કે જો તમે આ ભવમાં સમ્યક્તપાદિ આરાધશો, તો જ દેવલોકમાં સમ્યગ્દર્શનાચાર પાળી શકશો, અન્યથા વિષયમાં આસક્ત થઇ દેવલોકના અંતે દુર્ગતિમાં ફેંકાઇ જશો. અલબત્ત, ઈશાનેન્દ્ર વગેરે પૂર્વભવમાં તેવાતપાદિયુક્ત ન હોવા છતાં દેવભવમાં સમ્યગાચાર પાળતા દેખાય છે, તો કેટલાક પૂર્વભવીય સમ્યક્તપાદિવાળા દેવભવમાં વિષયમગ્ન બની સમ્યકત્વ ગુમાવી સમ્યગાચારહીન પણ બને છે. છતાં આપત્તિ નથી, કારણ કે સત્રકારે આપેલો વિશેષણ-વિશેષ્યભાવ અને બતાવેલો નિયમ એકાંતિક નથી, પણ ત્સર્ગિક છે. રાજમાર્ગના નિર્દેશરૂપ છે. આ જ જૈનશાસનની પ્રણાલિકા છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં “સૂત્રાણાં પ્રાયોવૃત્તિવિષયત્વા” એમ કહી આ મુદ્દાનું સમર્થન કર્યું છે. અથવા - “વિપક્વતપાદિનું દેવલોકમાં જે ફળ હોઇ શકે, તે ફળવાળા દેવોનો વર્ણવાદ આવી વ્યાખ્યા કરવાથી કોઇ આપત્તિ નહીં રહે તેથી જેઓ દેવો અધાર્મિક છે એમ ઘોષણા કરે છે, તેઓ દેવોના વર્ણવાદને મૂળથી જ ઉડાવે છે અને સૂત્રઆશાતનાદ્વારા પોતાની બોધિને=સમ્યગ્દર્શનને દુર્લભ બનાવે છે. માટે તેઓની ચેષ્ટા પોતાના હાથે જ પોતાના માથાપર ધુળ નાખવા જેવી હાસ્યાસ્પદ છે. દેવો પ્રશંસાપાત્ર છે, નિંદાપાત્ર નથી' આ વાતનો ખ્યાલ રાખીને જ તેઓ અસંયત હોવા છતાં આગમ પણ તેઓની આમન્યા જાળવે છે અને દેવોમાટે નિષ્ફર ભાષાનો પ્રયોગન થઇ જાય તે હેતુથી દેવોને અસંયત કહેવાને બદલે માત્ર “નો સંયત એટલું જ કહે છે. પણ પ્રતિમાલોપકોની જેમ અધર્મી તો કહેતા જ નથી. અધર્મી કહેવાથી દેવો અંશમાત્ર પણ ધર્મયુક્ત નથી' તેવું તાત્પર્ય નીકળે. દેવોમાં “અંશમાત્ર પણ ધર્મન હોય તે અશક્ય છે, આગમને માન્ય નથી. આ “અસંયતથી પણ વધુ નિષ્ઠુર પ્રયોગ છે. માટે જ પ્રતિમાલોપકો પ્રતિકારરૂપે જે કહે છે કે દેવો અધર્મી છે તેવું કથન આગમમાં ક્યાંય ઉપલબ્ધ નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા ટીકાકારે દેવધર્મપરીક્ષા ગ્રંથમાં કરી છે. તેથી અહીં આટલેથી જ અટકે છે. (ભગવતી સૂત્રના પાંચમા શતકના ચોથા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રી વીરને દેવો સંયત, અસંયત, સંયતાસંયત અંગે ત્રણ પ્રશ્ન પૂછે છે. ત્યારે ભગવાન પ્રથમ અને અંતિમ પ્રશ્નના જવાબમાં કહે છે કે દેવોને સંયત કે સંયતાસંયત કહેવાએ ખોટું છે અને અસંયત’ કહેવા અંગે કહે છે કે તે નિષ્ફરવચન છે. તેથી માત્ર “નો સંયત” એટલું જ કહેવું જોઇએ. દેવો અસંયતિતરીકે સિદ્ધ હોવા છતાં ભગવાનને “અસંયત’ પ્રયોગમાં નિષ્ફરતા દેખાય છે, ને દેવોમાં વંદનાદિ ધર્મો હોવા છતાં પ્રતિમાલોપકો સીધો નિષ્ઠુર પ્રયોગ કરે છે કે દેવો અધર્મી છે.') છે ૧૬ો. દેવોમાં ધર્મસૂચક ગુણો દેવોમાં ધર્મની સ્થાપના કરતા=ધર્મ સૂચવતા ગુણો બતાવતા કવિવર પરવાદીઓ પર આક્ષેપ કરતાં કહે છે– કાવ્યાર્થઃ- શક્રમાં (૧) સાધુઓને અવગ્રહ આપવાનો ગુણ (૨) નિરવદ્ય વચન બોલવાનો ગુણ તથા (૩) સાધુઓવગેરેના હિતસુખવગેરેની ઇચ્છા કરવાનો ગુણ છે એમ ભગવતી સૂત્રમાં સ્પષ્ટ બતાવ્યું છે. આ પ્રમાણેશના અત્યંત અતિદેશથી=સદશાદર્શકવચનથી સિદ્ધ થયેલી સમ્યગ્દષ્ટિ દેવોની રમણીયબુદ્ધિ ખલ દુર્જય
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy