SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 118 પ્રતિમાશતક કાવ્ય-૧૬) बंभचेराणं देवाणं वन्नं वयमाणे[स्थानाङ्ग ५/२/४२६] त्ति ॥ अर्हतां वर्णवादो यथा-'जियरागदोसमोहा सव्वण्णू तियसनाहकयपूआ। अच्चंतसच्चवयणा सिवगइगमणा जयंति जिणा'। अर्हत्प्रणीतधर्मवर्णो यथा-'वत्थुपयासणसूरो अइसयरयणाण सागरो जयइ। सव्वजयजीवबंधुरबंधु दुविहोवि जिणधम्मो'। आचार्यवर्णवादो यथा'तेसिं णमो तेसिं णमो भावेण पुणोवि तेसिं चेव णमो। अणुवकयपरहियरया जे नाणं दिति भव्वाणं'। चतुर्वर्णश्रमणसङ्घवर्णवादो यथा-'एयमि पूइमि णत्थि तयं जं न पूइअंहोइ । भु(सु)वणे वि पूअणिज्जो, न गुणी संघाओ जं अन्नो'॥ देववर्णवादो यथा- 'देवाण अहो सीलं विसयविसविमोहिआ विजिणभवणे। अच्छरसाहिपि समंहासाई जेण न करेंति'। त्ति। वृत्तौ। एतेन 'सविशेषण' इत्यादिन्यायात् प्राग्भवीयतप:संयमयोरेव देववर्णनविधौ तात्पर्यमिति निरस्तमेकविधेरन्यत: सिद्धत्वेन चमरेन्द्रेशानेन्द्रावतिप्रसङ्गेन च विशिष्टविधावेव तात्पर्यात् । तस्माद् પ્રશંસા કરવાથી ઇત્યાદિ પૂર્વવત્થાવત્ (૫) વિપક્વતપબ્રહ્મચર્યયુક્તદેવોનો વર્ણવાદકરવાથી.'ટીકા- અરિહંતનો વર્ણવાદ – “રાગ-દ્વેષ અને મોહને જિતનારાં, સર્વજ્ઞ, દેવેન્દ્રથી પૂજાયેલા, અત્યંત સત્ય વચન બોલવાવાળા અને મોક્ષગતિમાં જવાવાળા જિનો(=અરિષ્ઠતો) જય પામે છે.” અરિહંતપ્રરૂપિત ધર્મનો વર્ણવાદ – “વસ્તુના પ્રકાશ (= યથાર્થ સ્વરૂપ બતાવવા)માં સૂર્યસમાન, અતિશયરૂપી રત્નોના સાગરસમાન, જગતના સર્વજીવોના પ્રેમાળ બંધુ જેવા બન્ને પ્રકારના (શ્રત અને ચારિત્ર) જિનધર્મજય પામે છે.” આચાર્ય-ઉપાધ્યાયની સ્તુતિ તેઓને નમસ્કાર, તેઓને નમસ્કાર, તેઓનેભાવપૂર્વક વારંવાર નમસ્કાર કે જેઓ સ્વોપકારવિના પણ પરહિતમાંરત છે, અને ભવ્યજીવોને જ્ઞાન આપે છે.” ચતુર્વર્ણ સંઘની સ્તવના – “આની(સંઘની) પૂજા કરવાથી એવું કશું નથી કે જે પૂજાયું ન હોય. અર્થાત્ સંઘપૂજામાં સર્વપૂજા સમાયેલી છે, કારણ કે દુનિયામાં ગુણીઓના સંઘને છોડી બીજો કોઇ પૂજનીય નથી.” દેવની પ્રશંસા- “અહો! (આશ્ચર્યકારી) દેવોનું શીલ!કે વિષયનાઝેરથી મૂઢ હોવા છતાં જિનમંદિરમાં અપ્સરાઓની સાથે હાસ્યવગેરે પણ કરતાં નથી.” પૂર્વપક્ષ:- “સવિશેષણ” એન્યાયથી (વિશેષણયુક્ત વિશેષ્યઅંગે કોઇ વિધિ દર્શાવી હોય પણ વિશેષ્યમાં એ વિધિને બાધ હોય, ત્યારે એ વિધિ વિશેષણમાં સંક્રમિત થાય છે. જેમકે “ન્યાયસંપન્ન વૈભવના વિધાનમાં વૈભવ-પરિગ્રહ પાપરૂપ હોઇ તેમાં વિધાનને બાધ છે. તેથી વિધાન ન્યાયસંપન્નતા' વિશેષણમાં સંક્રમિત થાય છે. અર્થાત્ ન્યાયસંપન્નતામાં જ વિધાનનો આશય છે.) દેવોના વર્ણવાદમાં દેવોના પૂર્વભવના તપ-સંયમના વર્ણવાદનો જ આશય છે, બાકી અવિરત અને કામાસક્ત દેવોના વર્ણવાદમાં સ્પષ્ટ બાધ છે. ઉત્તરપક્ષ - આ વાત અસંગત છે. એકવિધિ - વિશેષણ અને વિશેષ્ય એ બેમાંથી એકમાં જ વિધિ= વિધાન અન્યતઃ સિદ્ધ છે. (જો ‘દેવીરૂપ વિશેષ્યપદમાં જ વિધિ હોય, તો અર્થાત્ બધા જ દેવો વર્ણવાદને પાત્ર હોય, તો (૧) વિશેષણપદ નિરર્થક થાય, તથા (૨) મિથ્યાત્વી દેવોનો વર્ણવાદ કરવામાં મિથ્યાત્વનું પોષણવગેરે છે. તેથી દેવરૂપ માત્ર વિશેષ્ય વર્ણવાદને પાત્ર નથી જ. હવે) જો વર્ણવાદનું વિધાન માત્ર વિપકવતપબ્રહ્મચર્યરૂપ વિશેષણમાં જ હોય, અર્થાત્ માત્ર પ્રાભવીય તપ-બ્રહ્મચર્ય જ જો વર્ણવાદને પાત્ર હોય, તો એ તપ-બ્રહ્મચર્યનો વર્ણવાદ આચાર્યઆદિના વર્ણવાદથી સિદ્ધ જ છે. તથા જો પ્રાભવીય તપ-બ્રહ્મચર્ય જ વર્ણવાદને પાત્ર હોય, તો ચમરેન્દ્ર અને ઈશાનેન્દ્ર પૂર્વભવમાં અનુક્રમે ‘પૂરણ અને તાલી' નામનામિથ્યાત્વીતાપસો હતા. તેથી તેમના મિથ્યાત્વયુક્તઅજ્ઞાનતપ અને બ્રહ્મચર્યની પ્રશંસાનો અતિપ્રસંગ પણ છે. માટે ‘વિપક્વ આદિ વિશેષણથી વિશિષ્ટ દેવો આ જ ભવના પૂજાઆદિ ગુણોને કારણે વર્ણવાદને પાત્ર છે. વિપક્વતપબ્રહ્મચર્યવાળા દેવોની પણ પ્રશંસા તો દેવભવીય જિનપૂજાદિ સમ્યગ્દર્શનાચારથી જ છે. ーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーー ० सविशेषणे हि विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतो विशेष्यबाधके सतीति न्यायः।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy