SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 92 પ્રતિમાશતક કાવ્ય-૧૪) पापनिवेदनप्रणिधानाद्यैर्धाजितानि यानि हृद्यानि पद्यान्यष्टोत्तरशतसङ्ख्यानि, तेषां रचना प्रतिमानां पुरस्तदपि तृतीयं भेदकम्, भावस्तुतिमङ्गलानां महोदयहेतुत्वेन सूत्रेऽभिधानात्तस्या:(=स्तुतिरचनायाः) धर्माक्षेपकत्वान्न हि वाप्यादेरग्रेकृता। तथा चतुर्थं भेदकमालोकप्रणामः। यत्र जिनप्रतिमास्तत्र ‘आलोए पणामं करेई' ति पाठोऽन्यत्र तु नेति विनयविशेषोऽपि धर्माक्षेपक एव। तैरपि स्व:सदां देवानां भगवतां मूर्त्यर्चने चेत् यदि अतिशयं विशेष नेक्षन्ते, तत्-तर्हि बाला: विशेषदर्शने हेतुशक्तिविकला लुम्पकाः, लौकिकेऽपि पथि भोजनादौ, शपथेन कोश(त्रपु)पानादिना प्रत्यायनीया:-विश्वासनीयाः किं न भवन्ति ? अपि तु तथैव भवन्ति, कामिनीकरकमलोपस्थिते शिष्यानीते वा भोजने किमिदं पुरीषमन्नं वेति संशयात्तेन विरमेयुरित्यर्थः, न चायं (=विशेषनिरीक्षणाभाव:) રંગોળી રચે છે. વળી પોતાના સંવેગગર્ભિત અભિનયો ત્યાં રહેલા બીજાઓમાં પણ સંવેગના દીપ પ્રગટાવે છે અને બીજાઓને પણ ભક્તિરસમાં તરબોળ કરી દે છે. સહૃદયી સજનોએ જ્યાં જે ઉચિત હોય, ત્યાં તે પ્રયોજવું જોઇએ. તેથી જ આ અભિનયો જ્યાં ત્યાં થતાં નથી અને કરવા શોભતા પણ નથી. જ્યાં શોભા પામે, ત્યાં જ કરવા જોઇએ. (જિનપ્રતિમામાં જિનેશ્વરની કલ્પના થઇ શકે છે, તેથી જિનપ્રતિમા આગળ શકસ્તવનો ઉચ્ચાર અને તેને અનુરૂપ અભિનયો શોભા પામે છે. વાવડીવગેરેમાં પરમાત્માની કલ્પના થઇ શકતી નથી, તેથી જો ત્યાં પણ શક્રસ્તવનો ઉચ્ચાર અને અભિનય કરવા માંડે તો શુભભાવતોનપ્રગટે પણ પાગલમાં જ ખપવાનો વારો આવે. મોટા સાહેબને સલામી આપવાથી લાભ થાય, તેથી કંઇ કુતરાને સલામી ન ભરાય! તેથી સિદ્ધ થાય છે, કે જિનપ્રતિમાનું વાવડી વગેરેથી અગણિત ઊંચુ મૂલ્ય છે અને જિનપ્રતિમાનું પૂજન વાવડી વગેરેના પૂજનથી ઘણું ચડિયાતું અને સરખાવી ન શકાય તેવું છે.) નવા સ્તોત્રોની રચનાથી પ્રતિમાપાની શ્રેષ્ઠતા સૂર્યાભવગેરે દેવો જિનપ્રતિમાની પૂજા કર્યા બાદ એ જિનપ્રતિમા આગળ સ્વરચિત નૂતન એકસો આઠ સ્તુતિઓ બોલે છે. અલબત્ત પોતાના દેવભવની જ તેવી લબ્ધિના પ્રભાવે ક્ષયોપશમ થવાથી આ નૂતન સ્તુતિઓ તે દેવો રચે છે, પરંતુ આ ક્ષયોપશમ પેદા થવામાં પ્રતિમામાં પરમાત્માની કલ્પના ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, તે ન ભૂલશો. તેથી જ દેવલબ્ધિ સર્વત્ર હોવા છતાં, આ સ્તુતિરચના માત્ર જિનપ્રતિમા આગળ જ થાય છે, વાવડી વગેરે આગળ નહિ. પ્રતિમા પરમાત્માની સ્મૃતિ કરાવવા દ્વારા અપૂર્વ શયોપશમમાં નિમિત્ત બને, એ શું પ્રતિમાની શ્રેષ્ઠ-મહત્તાસૂચક નથી? વળી દેવો આ સ્તુતિઓમાં કંઇ આલોકની આશંસા વ્યક્ત નથી કરતા, પરંતુ પોતાના પાપના નિવેદનના પ્રણિધાનવગેરે ભાવો વ્યક્ત કરતા હોય છે. સ્તુતિરચના પણ સૂચવે છે કે (૧) સૂર્યાભવગેરેદેવો પ્રતિમાપૂજા પાપના નાશ અને પુણ્યના ઉપચયદ્વારા પરલોકમાં હિતની અપેક્ષાએ જ કરે છે અને (૨) પ્રતિમાપૂજા વાવડી વગેરેના અર્ચનથી અતિભિન્ન પ્રકારની છે. નમનથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધિ વળી સૂર્યાભવગેરે દેવો જિનપ્રતિમાને દર્શન થતાં વાર જ પ્રણામ કરે છે, તેઓ આ પ્રમાણે વાવડી વગેરેના દર્શન થતાં વાર પ્રણામ કરતા નથી. આ ચોથા મુદ્દાથી પણ સિદ્ધ થાય છે કે, જિનપ્રતિમા વાવડીવગેરેથી ઘણું ઊંચું મૂલ્ય ધરાવે છે અને દેવોને મન જિનપ્રતિમા પણ જિનેશ્વરતુલ્ય જ છે. તેથી તેઓને જિનપ્રતિમાનું પૂજન પણ સાક્ષાત્ જિનની પૂજા સમાન લાગે છે. આમ પ્રતિમાપૂજા વાવડીવગેરેના અર્ચનથી ઘણી ભિન્ન છે. આ પ્રમાણે અનેક ભેદહેતુઓથી દેવોએ કરેલી જિનપ્રતિમાની પૂજા વાવડીવગેરેના અર્ચનથી ઘણી ભિન્ન સિદ્ધ થાય છે. છતાં જેઓ માત્ર “અર્ચનઃશબ્દના સામ્યથી બન્ને સ્થળે સમાનતા જુએ છે અને આવો તફાવત જોઇ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy