SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શ્રી લઘુક્ષેત્રસમાસ. હવે શીતા અને શીતેદાની બન્ને બાજુ મળીને ચાર વનમુખ છે, તે કહે છે– अविवक्खिऊण जगई सवेइवणमुहचउक्कपिहुलत्तं । गुणतीससय दुवीसा, णइंति गिरिति एगकला ॥१६॥ અર્થ:–(ાર્જ) જગતીની (વિવવિયા ) નહીં વિવક્ષા કરીને એટલે જગતીના આઠ જન જુદા ગણ્યા વિના-અર્થાત્ તેને ભેળા ગણુને (સવેદ ) વેદિકાસહિત ( 3) ચારે વનમુખનું પિદુર્જ) પહેળાપણું (ગુણાતીતય) ઓગણત્રીશ સો ને (તુવીના) બાવીશ ર૯૨૨ યોજન (અંતિ) નદીની પાસે છે. અને ત્યાંથી ઓછું ઓછું થતાં છેડે (ાિંતિ) નિષધ અને નીલવંત ગિરિની પાસે (gવા ) એક જ કળા પહોળાપણું છે. હવે આ વનમુખને વિધ્વંભ (પહોળાપણું) લાવવાનું કરણ (રીત) બતાવે છે-કુલગિરિથી નદી તરફ જનાર મનુષ્ય જે ઠેકાણે વનમુખને વિષ્કભ જાણવાને ઈછે, તે ઠેકાણે કુલગિરિથી જેટલા જનાદિક તે આવ્યો હોય તે જનાદિકના અંકને (જનને ૧ વડે ગુણી ઉપર કળા હોય તે તેમાં ભેળવવી.) વનમુખના અંત્ય વિસ્તારના અંકવડે એટલે ર૯૨૨ વડે ગુણ. પછી વનની કુલ લંબાઈ જે ૧૬૫૯૨ જન અને ૨ કળા છે, તેને સવર્ણ કરવા એટલે કે એજનની સંખ્યાને ૧૯ વડે ગુણ તેમાં ઉપરની બે કળી નાંખવી. તેમ કરવાથી કુલ કળા ૩૧૫૫૦ થાય છે. તે વડે ઉપરના ગુણાકાર કરેલા અંકનો ભાગાકાર કરે. ભાગમાં જે આવે તેટલા જન અને બાકી શેષ રહે તે કળા સમજવી. આટલો ઈષ્ટ સ્થાનને વિષ્કભ જાણે. જેમકે-કુલગિરિથી ૧૬૫ર યોજન અને ૨ કળા જઈએ ત્યારે વનમુખને વિષ્કભ કેટલે હેય? તે જાણવું છે માટે તે એજનના અંકને ૧૯ વડે ગુણતાં ૩૧૫૨૪૮ થાય તેમાં ઉપરની ૨ કળા નાખવાથી ૩૧૫ર ૫૦ થાય. તેને ર૯૨ર વડે ગુણતાં ૯૨૧૧૬૦૫૦૦ થાય. તેને વનની કુલ લંબાઈની જે કળા ૩૧૫૫૦ કરી છે તે વડે ભાગતાં ભાગમાં ૨૯૨૨ આવે છે બાકી શેષ શૂન્ય રહે છે તેથી નદી પાસે આવેલા વનમુખ વિષ્ફભ ર૯૨૨ જન છે એમ સિદ્ધ થયું. એ જ પ્રમાણે સર્વત્ર જાણવું. જેમકે કુલગિરિથી ૧૦૦ એજન જઈએ ત્યારે તેને વિષ્ક કેટલો હોય ? તે જાણવું હોય તે ૧૦૦ ને ૧૯ વડે ગુણતાં ૧૦૦ કળા થઈ. તેને રલ્ટર વડે ગુણતાં ૫૫૫૧૮૦૦ થયા. તેને વનની કુલ લંબાઈની કળા ૩૧પ૨૫૦ વડે ભાંગતાં ૧૭ જન અને ઉપર અર્ધ યોજનથી પણ વધારે વિષ્કભ આવે છે. તે જાણી લેવું. (૧૬૪). હવે વિજયાદિકને વિસ્તાર એકત્ર કરતાં લાખ યોજનપૂર્ણ થાય છે તે કહે છે–
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy