SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. લ અર્થ–(સિસ્ટમr) શિલાનું જે પ્રમાણે કહ્યું છે તેના (અફૂલરાંત) આઠ હજાર ભાગના (માજ ) પ્રમાણવાળા () બે (વાર્દૂિ ) સિંહાસનવડે (કુબા) યુક્ત એવી (જુવાજીમ) પૂર્વ અને પશ્ચિમ દિશાને વિષે અનુક્રમે (igવસ્ટા ) પાંડુકંબલા અને ( વટા) રક્તકંબલા નામની (સિદ્ધ) શિલા છે. વિસ્તરાર્થ–પૂર્વ દિશામાં પાંડુકંબલા નામની શિલા છે અને પશ્ચિમ દિશામાં રક્તકંબલા નામની શિલા છે. તે બન્ને શિલા ઉપર બે સિંહાસન છે. તે સિહાસનો શિલાના પ્રમાણને આઠ હજારે ભાગ દેતાં જે આવે તેટલા માનવાળા છે. તે આ પ્રમાણે–શિલાઓ પાંચ સો યોજન લાંબી, અઢી સો જન પહોળી અને ચાર જન ઉંચી છે. તેને પ્રથમ કેશ કરવા માટે ચારે ગુણતાં અનુક્રમે ૨૦૦૦-૧૦૦૦-૧૬ થાય છે. તેને ધનુર કરવા માટે બે હજારે ગુણતાં અનુક્રમે ૪૦૦૦૦૦૦-૨૦૦૦૦૦૦-૩૨૦૦૦ થાય છે. તેને આઠ હજારે ભાગ દેતા અનુક્રમે તે સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ૪ ધનુષ ઉંચા હોય છે. (૧૧૮) (જનને ૮૦૦૦ વડે ભાગતા જેટલા જન એટલા ધનુષ આવે એમ સમજવું.) તથા– जामुत्तराउ ताओ, इंगेगसीहासणाउ अइपुवा । चउसु वितासु नियासर्ण-दिसि भवजिणमजणं होई॥११९॥ અર્થ>() દક્ષિણ દિશાએ અને ઉત્તર દિશામાં રહેલી (તા) તે બે શિલાઓ ( rદવ) “અતિ” શબ્દ જેની પૂવે છે એવી છે એટલે કે દક્ષિણ દિશાએ અતિ પાંડુકંબલા નામની અને ઉત્તર દિશાએ અતિરક્તકંબલા નામની છે. તે બન્ને શિલા ઉપર ( હાલrs) એક એક સિંહાસન છે. (તાલુ) તે (વિ) ચારે શિલાઓ ઉપર (નિયાણorહિતિ) પોતપિતાના સિંહાસનની તરફ રહેલી દિશામાં (મામા) ઉત્પન્ન થયેલા જિનેશ્વરનો મજ્જન એટલે જન્માભિષેકનો મહોત્સવ (દોડ) થાય છે. વળી પૂર્વ અને પશ્ચિમ દિશાની જે બે શિલા છે તે દક્ષિણ-ઉત્તર લાંબી છે અને પૂર્વપશ્ચિમ પહોળી છે, તથા દક્ષિણ અને ઉત્તરદિશામાં જે બે શિલા છે તે પૂર્વપશ્ચિમ લાંબી છે અને દક્ષિ-ઉત્તર પહોળી છે. વળી તે શિલાઓ અર્ધ ચંદ્રાકારે હોવાથી તેની વકતા અંદરની દિશામાં છે કે બહારની દિશામાં છે? એ બાબત વિકલ્પ છે. દિગંબરના શાસ્ત્રમાં તો પૂર્વ અને પશ્ચિમ દિશાની શિલાઓ દક્ષિણઉત્તર લાંબી છે અને દક્ષિણ તથા ઉત્તરની શિલાઓ પૂર્વ પશ્ચિમ લાંબી છે, અને તેનું મુખ પિતા પોતાના ક્ષેત્રની સન્મુખ છે એમ કહ્યું છે; તેથી તેની વક્રતા અંદરના ભાગમાં હોય તેમ સંભવે છે. આનું તત્ત્વ તે તત્ત્વવેત્તા જ જાણે. તથા
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy