SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. જન પહોળા છે ત્યાં તેનું શિખર આવે છે તેથી પચાશ જનની ઊંચાઈ પૂર્ણ થઈ. તેના ઉપર પ્રથમ કહ્યા પ્રમાણે કૂટો રહેલા છે. ( હિમાવાન વગેરે બીજા પર્વત ભીંતને આકારે એક સરખા પહોળા) છે. (૭૯) वेईहिं परिक्खित्ता, सखयरपुरपण्णसट्टिसेणिदुगा। सदिसिंदलोगपालो-वभोगि उवरिल्लमेहलया ॥ ८०॥ અર્થ-તથા તે બન્ને વૈતાઢ્ય પર્વત (દ) વેદિકાવડ ( જીવત્તા ) શોભિત છે. એટલે કે ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે અનુક્રમે પચાસ, ત્રીશ અને દસ યોજનના વિસ્તારને છેડે બને (ઉત્તર-દક્ષિણ) બાજુએ એક એક વેદિકા હોવાથી કુલ છ વેદિકા (વનખંડ સહિત) દરેક પર્વત ઉપર રહેલી છે. તથા (સવરપુર૫vorદળદુ) ખેચરના નગર પચાસ અને સાઠની બે શ્રેણિ સહિત છે. એટલે કે દક્ષિણ ને ઉત્તર બાજુની પહેલી મેખલા જે દસ દસ એજન પહોળી છે તેમાં વિદ્યાધરની રાજધાની સહિત પચાસ અને સાઠ નગરની શ્રેણિ છે, તેમાં ભરતક્ષેત્રમાં દક્ષિણ શ્રેણિમાં પચાસ નગરે છે અને ઉત્તર શ્રેણિમાં લંબાઈ વધારે હોવાથી સાઠ નગર છે. એરવતક્ષેત્રમાં ઉત્તર બાજુ ૫૦ અને દક્ષિણ બાજુ લંબાઈ વધારે હોવાથી ૬૦ નગરો છે. તથા (વિકિર) પિતાપિતાની દિશાના ઇંદ્રોના (ઢાપામાજિ) કપાળને ઉપભેગ-ક્રિીડા કરવા લાયક (૩ ઢા) ઉપરની મેખલા છે જેની એવા તે બન્ને વૈતાઢ્યો છે. એટલે કે ભરતક્ષેત્રન વૈતાદ્યની બીજી બે મેખળા ઉપર ધર્મ ઇંદ્રના કપાળો કીડા કરે છે અને ઐરવતક્ષેત્રના વૈતાઢ્યની બીજી બે મેખળા ઉપર ઈશાનંદ્રના કપાળે ક્રીડા કરે છે. (૮૦) दुदुखडंविहिअभरहे-रवया दुदुगुरुगुहा य रुप्पमया । दो दीहा वेअड्डा, तहा दुतीसं च विजएसु ॥ ८१ ॥ અર્થ –તથા (૬૬) બે બે (છંદ) ખંડ (વિહિ) કર્યા છે (સવા ) ભારત અને એરવતના જેણે, એટલે કે આ વૈતાઢ્યો ભરત અને એરવતની વચ્ચે પડેલા હોવાથી તેના ઉત્તર અને દક્ષિણ એવા બબે ખંડ પડેલા છે. તથા ( ) બબે મટી ગુફાઓ છે જેમાં, એટલે કે દરેક વૈતાઢ્યમાં તળીએ બબે મોટી ગુફાઓ તમિસ્રા ને ખંડપ્રપાતા નામની રહેલી છે. (૪) તથા (WHO) તે વૈતાઢ્ય રૂપામય-રૂપાના છે. આવી રીતે (૨) બે (1) દીર્ઘ (વેગ51) વૈતાઢ છે. (ત) તથા (૪) વળી (વિરપુ) બત્રીશે વિજમાં (તીર્ષ) બત્રીશ વૈતાઢ્યો છે એટલે કે એક એક વિજયમાં એક એક વૈતાઢ્ય હોવાથી બત્રીશ વિજયમાં બત્રીશ વૈતાઢ્યો ઉપર કહ્યા પ્રમાણે જ છે. (૮૧.)
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy