________________
શ્રી સૂરિમના પરમસાધક દક્ષિણ મહારાષ્ટ્રપ્રભાવક સ્વ. આચાર્ય શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.. આ સુવિહિત સદ્ગુરુપરંપરાને તથા મારા અનેક રીતે ઉપકારી વર્તમાનગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ને આ ક્ષણે કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું.
શાસનપ્રભાવક આચાર્ય શ્રીમદ્વિજય અજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પ્રવર શ્રી ઉદયવલ્લભ ગણિવરે આ બીજા ભાગના વિવેચનને સાઘન્ત તપાસ્યું છે તથા અનેક બહુમૂલ્ય સૂચનો કર્યા છે, ધન્યવાદ.
સહવર્તી શિષ્યગણનો સેવાભક્તિભર્યો સહકાર તો શું વિસરાય? ગ્રન્થનો સંક્ષિપ્ત પરિચય પ્રથમ ભાગમાં આપેલો છે.
આ ભાવાનુવાદમાં છદ્મસ્થતા, અનાભોગ, પ્રમાદ વગેરેના કારણે પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞાને પ્રતિકૂળ જો કાંઈ પ્રસ્તુત થયું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં દેવાપૂર્વક સંવિગ્ન બહુશ્રુત વિદ્વાનોને એવું સંશોધન કરવા અને મને જણાવવા વિનમ્રભાવે વિનંતી કરું છું. - તથા ઉપાધ્યાયજી મહારાજની આ અદ્ભુતકૃતિનાં રહસ્યો પામવા માટે જિજ્ઞાસુઓ આ ભાવાનુવાદનો સહારો લઈ મારા પ્રયાસને સાર્થક કરો એવી પ્રાર્થના સાથે વિરમું છું.
આચાર્ય વિજય અભયશેખરસૂરિ
ગજાભિષેક જૈન તીર્થ
સાપુતારા પ્રભુ પાર્શ્વ જન્મકલ્યાણક
વિ.સં. ૨૦૬૯
OYYYYYYYYYYYYYYY