SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ५२३ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ अवच्छेदकदेहानामप्रकृष्टधियामथ । सम्बन्धविरहो यावान् प्रामाण्योपगमे सति ।। २२ ।। अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य प्रागभावस्तदा च न ।। २३ ।। अवच्छेदकेति । अथ प्रामाण्योपगमे सति वेदप्रामाण्याभ्युपगमकाले यावानपकृष्टधियामवच्छेदकदेहानां = अपकृष्टज्ञानावच्छेदकशरीराणां सम्बन्धविरहः = सम्बन्धाभावः ।। २२ ।। अप्रामाण्येति । तावत्कालीन एव हि = सकलतत्समानकालीन एवाप्रामाण्यानुपगमः = वेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वम् । काकदेहस्य प्रागभावो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनस्तदा च = काकस्य मरणानन्तरं शरीरान्तराग्रहदशायां नास्तीति नातिव्याप्तिः । इत्थं च यावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावसमानकालीनस्तावन्तं कालं स शिष्टः । ब्राह्मणोऽपि बौद्धो जातो वेदाप्रामाण्यं यावन्नाभ्युपगतवान् तावच्छिष्ट एव । बौद्धोऽपि ब्राह्मणो जातो वेदप्रामाण्यं यावन्नाङ्गीकृतवांस्तावदशिष्ट एवेति फलितमाह पद्मनाभः । अत्र च वेदप्रामाण्याभ्युपगमसमानकालीनत्ववत्तत्सामानाधिकरण्यमपि वाच्यम् । अन्यथोत्तरकालं तत्कालीनयत्किंचिद्व्यधिकरणापकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धप्रागभावनाशेनाव्याप्त्यापत्तेः ।। २३ ।। ગાથાર્થ : પ્રામાણ્યના સ્વીકારની હાજરીમાં, અપકૃષ્ટજ્ઞાનના અવચ્છેદકશરીરોનો સંબંધવિરહ જ્યાં સુધી હોય, ત્યાં સુધીનો અપ્રામાણ્ય અનુપગમ જ શિષ્ટત્વ છે. અને ત્યારે કાકશરીરનો પ્રાગભાવ હોતો નથી. ટીકાર્થ : પાનાભ–વેદ પ્રમાણ છે એવા સ્વીકારને સમાનકાલીન અપકૃષ્ટજ્ઞાનના અવચ્છેદક શરીરોના સંબંધોના જેટલા અભાવ હોય તે બધાને સમાનકાલીન એવો જે “વેદ અપ્રમાણ છે' એવા સ્વીકારનો અભાવ, તે જ શિષ્ટત્વ છે. આ રીતે લક્ષણ કરવાથી કોઈ દોષ રહેતો નથી. કારણકે કાગડાના ભવના શરીરનો, વેદપ્રામાયસ્વીકારને સમાનકાલીન પ્રાગભાવ ત્યારે-કાગડાના મરણ પછી અન્ય શરીરને ધારણ કર્યું ન હોય તે કાળમાં હોતો નથી, માટે અતિવ્યાપ્તિ નથી. આમ, વેદને વેદ તરીકે અપ્રમાણ માનવાની માન્યતાનો અભાવ જ્યાં સુધી, વેદને પ્રમાણ માનવાની માન્યતાને સમાનકાલીન યાવત્ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધાભાવને સમાનકાલીન હોય, ત્યાં સુધી એ જીવ શિષ્ટ છે એવું લક્ષણ ફલિત થાય છે. બ્રાહ્મણ પણ બૌદ્ધ થવા છતાં જ્યાં સુધી વેદને અપ્રમાણ માનતો નથી ત્યાં સુધી શિષ્ટ જ છે. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયા પછી જ્યાં સુધી વેદને પ્રમાણ તરીકે સ્વીકારતો થયો નથી, ત્યાં સુધી અશિષ્ટ જ છે એવો ફલિતાર્થ પદ્મનાભે કહ્યો છે. વળી અહીં વેદપ્રામાણ્યઅભ્યપગમને સમાનકાલીનત્વ જેમ કહ્યું છે, તેમ તેનું સામાનાધિકરણ્ય પણ સમજી લેવું જોઈએ, કારણકે નહીંતર ઉત્તરકાળમાં તત્કાલીન કોઈક વ્યધિકરણ એવા અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધના પ્રાગભાવનો નાશ થવાથી અવ્યાપ્તિ થશે. વિવેચન : અહીં પદ્મનાભનો આવો અભિપ્રાય છે-બ્રાહ્મણભવમાં સ્વારસિક “વેદ પ્રમાણ છે' આવી
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy